લોકડાઉનના સમયગાળા દરમ્યાન હજ્જારો અને લાખો ભારતીયોએ ખાસ કરીને મહિલાઓએ તેમના દૈનિક ભોજનમાં કાપ મૂકીને રસ્તા પરનાં પ્રાણીઓને ખવડાવ્યું. જેમ-જેમ દિવસ ઢળતો તેમ તેમ પૈસા ઓછા થતા ગયા, કેમ કે લોકોની આવક બંધ હતી, પણ ભૂખનો સ્તર એકસમાન હતો. મારી સંસ્થાને નાણાં અને પ્રાણીઓના ભોજનની વ્યવસ્થા માટે વિનંતી કરવામાં આવી અને અમે બંને રીતે અનેક લોકોની સહાયતા કરી. દેશભરના NGOઓએ તેમના સ્રોત પાસેથી મદદ મેળવી અને જે લોકો કફોડી હાલતમાં હતા તેમની મદદ કરી.
હેલ્પ એનિમલ્સ ઇન્ડિયા
એક વ્યક્તિ કે જેને હું દિલથી આભાર માનવા ઇચ્છું છું કે તેઓ છે એલિન વેઇનટ્રાબ. તેમણે લોકડાઉનના સમયે ઉદાર હાથે મદદ કરી, પણ તેમણે દેશનાં પ્રાણીઓની અનેક વર્ષો સુધી સહાયતા કરી હતી. એલિન સિએટલમાં એક ચેરિટી ચલાવે છે, જેને હેલ્પ એનિમલ્સ ઇન્ડિયા કહેવામાં આવે છે. તેઓ કંઈ બહુ શ્રીમંત નથી, વાસ્તવમાં વિશ્વમાં સૌથી ઉદાર દાતાઓ ટ્રસ્ટ ફંડના લોકો નથી, કે કોઈ પણ પ્રકારના વારસાગત નથી, પણ એવા લોકો છે, જેઓ પોતાના પૈસા કમાવા માટે મહેનત કરે છે અને એમાંથી થોડાંક નાણા દાન કરી દે છે.
શાકાહારી પ્રચારનું આ કાર્ય સ્વેચ્છાએ
તેણે પ્રાણીઓ માટે કામ કરવાનું કામ નાની વયે શરૂ કર્યું હતું. તેણે નાની વચે બ્રુકલિન, ન્યુ યોર્કમાં એક બાળક તરીકે પડોશના કૂતરા, શેરીના કૂતરા અને બિલાડીઓની મદદ કરી, જેઓ વારંવાર પ્રાણીઓને હડધૂત કરે છે, જેણે દરરોજ સંઘર્ષ કરવો પડે છે અને મને વાસ્તવમાં એ દુખી કરે છે. એનિમલ વેલફેર લોકોમાં એક સામાન્ય વાત અમારી જિજ્ઞાસા અને એડવેન્ચરની અમારી લાગણી છે. એલિન એક કાનૂની સચિવ છે અને નર્સિંગ એસિસ્ટન્ટ છે અને કેલિફોર્નિયામાં અને પછી સિએટલમાં અને વોશિંગ્ટનમાં દાયકાથી એ પ્રાણીઓની વકાલત, પશુ બચાવ અને શાકાહારી પ્રચારનું આ કાર્ય સ્વેચ્છાએ કરી રહી છે. જે રીતે તેણે એક્યુપંક્ચર અને પછી ચાઇનીઝ મેડિકલ પ્રેક્શિનર (એક્યુપંક્ચરિસ્ટ) બની ગઈ અને તેણે તિબેટનો ત્રણેક વખત પ્રવાસ કર્યો અને એ પછી તે ભારત સામું જોયું.
દાર્જિલિંગમાં સદભાવના પશુ શેલ્ટરની સ્થાપના
જ્યારે 90ના દાયકામાં ઈમેઇલ કરવો સંભવ બન્યો, ત્યારે એલિને થોડાક લોકો સાથે સંવાદ શરૂ કરી દીધો, જે ભારતમાં આ ક્ષેત્રે હતા. તેમાંથી કેટલાક વિદેશી પણ હતા. ઓસ્ટ્રેલિયાથી ક્રિસ્ટિન અને જેરેમી ટાઉનેન્ડ, જેમણે દાર્જિલિંગમાં સદભાવના પશુ શેલ્ટરની સ્થાપના કરી. અમેરિકાના કિમ બાર્ટલેટ અને મેરિટ ક્લિફટેનના ઉમદા દંપતી-જેમણે પશુ વકાલતમાં પોતાનું જીવન વ્યતીત કર્યું અને ભારતના પ્રાણીઓ વિશે માહિતી પ્રસારિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે ન્યૂઝપેપર, વેબસાઇટોના માધ્યમથી વિશ્વમાં ભારતીય એનિમલ વેલફેર માટે કામ કર્યું હતું.
એલિનની પોતાણી કમાણીથી પહેલું દાન પ્રાણીઓ માટે હતું. તે કિમ બાર્ટલેટને પોતાના ગુરુ માનતા એનિમલ પીપલ ફોરમના એક જૂથમાં સામેલ થઈ હતી. 2003માં તેણે ભારતનો પહેલો પ્રવાસ કર્યો અને ભારતના સૌથી પહેલા એનિમલ વેલફેર ગ્રુપોની મુલાકાત કરી. ચેન્નઈમાં બ્લુ ક્રોસ, બેંગલોરમાં CUPA (ક્રિસ્ટલ રોજર્સ દ્વારા સ્થાપિત) અને વિશાખાપટ્ટનમમાં VSPCA. તે એટલી પ્રભાવિત થઈ કે એને મળતા ફંડની સાથે એની મદદ કરવાની છે. 2004માં જ્યારે સુનામી ભારતના તટો પર તે આવી. એલિને આ વિશ્વના ધ્યાનમાં એ વાત લાવી, જેથી પશુ ચિકિત્સકો અને સ્વયંસેવકો પ્રાણીઓની મદદ કરવા માટે બધી જગ્યાએથી આવ્યા હતા. તેમણે આશ્રયસ્થાનોને સારા બનાવવામાં મદદ કરી, ખાસ કરીને વિશાખાપટ્ટનમ SPCA, જેની વર્ષો સુધી મદદ કરી.
રેસ્ક્યુ ફિલ્મ અને શેલ્ટરની ફિલ્મો અમેરિકી દર્શકોને બતાવી
એલિને ભારત માટે અમેરિકામાં લખવાનું અને વ્યાખ્યાન અને પ્રચાર શરૂ કર્યું હતું. ઉદાહરણ તરીકે ભારતમાં કોઈએ અત્યાર સુધી સંજય ગાંધી એનિમલ કેર સેન્ટરને બચાવ્યા નથી એના દસ્તાવેજ છે. એલિન ભારતની યાત્રા દરમ્યાન રેસ્ક્યુ ફિલ્મ અને શેલ્ટરની ફિલ્મો અમેરિકી દર્શકોને બતાવી હતી.
તંત્રએ કૂતરાની નસબંધી માટે ચુકવણી કરવા માટે ના પાડી
2008માં તેણે અમેરિકામાં નહીં નફાએ અને પ્રાણીઓને મદદ કરવા માટે હેલ્પ એનિમલ્સ ઇન્ડિયાની રચના કરી હતી. ત્યારથી મેં દેશમાંથી નાનાં-નાનાં ગ્રુપોને સહાય કરતાં જોયાં છે, જેમને ક્યારેય આ હેતુથી બનાવવામાં નહોતાં આવ્યાં. આ સમયે તેમનું વિશેષ પાલતુ પશુ બચાવ અને નસબંધી ગ્રુપ વારાણસી ફોર એનિમલ્સ છે.વારાણસી આવતા દેશમાં વિદેશી પર્યટકોના કેટલાય આંગતુક પીડિત પ્રાણીઓથી પરેશાન હતા અને એલિન પાસે ભીખ માગતા હતા, જેથી તેણે ત્યાં એક કાર્યક્રમ શરૂ કર્યો. જ્યારે તેમણે વારાણસીમાં પોતાનું કામ શરૂ કર્યું તો વહીવટી તંત્રએ કૂતરાની નસબંધી માટે ચુકવણી કરવા માટે ના પાડી દીધી હતી. એટલા માટે એલિને પ્રત્યેક ઓપરેશન માટે ચુકવણી કરી. તે નેપાળના ગ્રુપોને મદદ કરતી હતી અને હવે એનિમલ વેલફેર આંદોલન શ્રીલંકામાં પણ પોતાના જોરે ચાલી રહ્યું છે. મને વિશ્વાસ છે કે તે ત્યાં પણ જશે.
એલિને જ્યારે પહેલી વાર મદદ કરી ત્યારે એ એક ડોલરની કિંમત રૂ. 40 હતી. હવે આશરે બે ગણી છે. એટલા માટે ભારત-નેપાળમાં ડોલર કે યુરોમાં મદદ આવે એ રકમ ઘણી મોટી થાય છે.
હું તેને પહેલી વાર 2007માં ચેન્નઈમાં પશુ સંમેલનમાં મળી હતી. તે મારા ઘરે પણ આવી હતી અને કેટલાંક વર્ષ પછી સંજય ગાંધી એનિમલ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. અમે એકસાથે કામ કર્યું હતું અને એલિન અને પૃથ્વી પરનાં પ્રાણીઓ માટે મારા વ્યક્તિગત ભગવાન ફિલિન વોલેન છે, જે બે વ્યક્તિઓ પર મદદ કરવા માટે હું નિર્ભર રહી શકું છું. લોકડાઉનના આ સમય દરમ્યાન તેણે ભારતનાં અનેક ગ્રુપોમાં નાણાં મોકલ્યાં હતાં. કોલકાતામાં મારું આશ્રયસ્થાન અને સમર્પિત ટીમે લોકડાઉન દરમ્યાન દરરોજ જીવ જોખમમાં મૂકીને ઘોડાઓને ખોરાક ખવડાવ્યું હતું, જ્યારે રાજ્ય સરકારે તેમને મદદ કરવાનો આગ્રહ કર્યો, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ બધાને મદદ ના કરી શકે. તેમણે કહ્યું હતું કે તેઓ મુસીબતમાં છે. રાજ્યમાં અમ્ફાન વાવાઝોડા અને વરસાદને કારણે અનેક આશ્રયોને નુકસાન થયું હતું અને એમને ફરી ઊભા કરવા માટે નાણાકીય મદદની જરૂર હતી. એલિને તાત્કાલિક રૂ. ત્રણ લાખની સહાય મોકલી હતી. જોકે એ માટે કમસે કમ રૂ. 25 લાખની જરૂર હતી.
ભારતની મુશ્કેલીઓ સાથે કામ પાર પાડતા હતા ત્યારે આપણા માટે દિવસ હતો, પણ અમેરિકા માટે રાત હતી. દરેક વર્ષે કુદરતી આફતો આવે છે. દુકાળ, પૂર, વાવાઝોડું, ભૂકંપ અને હવે કોરોના લોકડાઉનમાં –જેણે રસ્તા પર રહેતા પ્રાણીઓને ભૂખ્યા છોડી દીધાં હતાં. મદદ કરવો એક પડકાર હતો અને અમારામાંથી દરેક પણ એ મદદ અપૂરતી હોવાનું મહેસૂસ કરતું હતું. પછી ભલે અમે એ મદદ કેટલી પણ કરીએ.
કામ અને પડકારો આકરા લાગી શકે
એલિન લખે છે કે કામ અને પડકારો આકરા લાગી શકે છે, પણ જ્યારે એક સમયે એક પ્રાણી અને પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો તમને લક્ષ્ય પાર પાડવામાં એક મોટી સેન્સ હોય છે. પાછલાં કેટલાંક વર્ષોમાં મેં જોયું છે કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સુધારો સ્વીકાર્ય હોય છે, કેમ કે આંતરરાષ્ટ્રીય ગ્રુપોએ ભારતીય પશુ એડવોકેટ્સના પરિપક્વ જ્ઞાનનું સમર્તન કરવા માટે પગલાં વધાર્યાં છે. એક જ સમયે વધતી ભીડ, પ્રદૂષિત અને આર્થિક રૂપે તનાવગ્રસ્ત ભારતે વન્યજીવોનો ગેરકાયદે શિકાર અને આવાસ નુકસાનની સમસ્યાઓને વધારી દીધી છે.
એલિને કેટલાંક વર્ષો પહેલાં એક વધુ દાતાને મેદાનમાં ઉતાર્યા હતા. વાસ્તવમાં એક સારા વ્યક્તિ- થાઇલેન્ડના એક ભારતીય જેનું નામ હરચરણ સિંહ- જે મિશન ઓફ મર્સીના પ્રમુખ છે. તેઓ નાનાં નાનાં પ્રાણીઓના ગ્રુપોને નાના-નાના દાન આપે છે. પણ જ્યારે લોકો એનો આભાર વ્યક્ત નથી કરતા, ત્યારે તે એનજીઓને દાન આપવાનું બંધ કરી દે છે અને જે પૈસા નથી લેતા એને નિયમિત રૂપે સ્વીકાર નથી કરતા. એલિન ક્યારેય એના દાન માટે ફરાઈ નથી કરતી. તે આપણામાંનો એક હિસ્સો છે, પણ આપણે વારંવાર એને અને એના દાતાઓનો આભાર માનવાનું ભૂલી જાય છે. તે કહે છે કે તે જ્યારે લોકો આભાર વ્યક્ત કરે છે, ત્યારે આનંદવિભોર અને આશ્ચર્યતકિત થાય છે.
પૈસા બચાવવા માટે એક સબર્બન હાઉસમાં એલિન ઘરેથી કામ કરે છે. તેણે 38 વર્ષના એક કલાકાર અને ભૂતપૂર્વ એક્યુપંક્ચર સ્પિશયલિસ્ટ માર્કક જોન્સન સાથે લગ્ન કર્યાં છે. તે દિવસમાં ફંડ ઊભું કરે છે. અને રાતના સમયે બિલાડીઓને બચાવે છે. સિએટલમાં એક ફએરલ કેટ પ્રોજેક્ટ છે, જેમાં તેણે પ્રારંભમાં મદદ કરી હતી. ત્યાં 1,00,000થી વધુ બિલાડીઓ છે.
જીવિત પ્રાણીઓ પ્રતિ દયાભાવ રાખવો એ ભારતના પ્રત્યેક નાગરિકની ફરજ
ભારતનું બંધારણ એક મજબૂત સંદેશ આપે છે. ભારતનાં વનો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણની સુરક્ષા અને સુધારો કરવા અને બધા જીવિત પ્રાણીઓ પ્રતિ દયાભાવ રાખવો એ ભારતના પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે.
વળી, અમારી પાસે કોઈ સરકારી નાણાકીય મદદ નથી મળતી. મારા સહિત બધા પીપલ ફોર એનિમલ્સને સામેલ કરે છે, જે સંપૂર્ણ રીતે સિવિલ સોસાયટીથી મળનારા દાન પર નિર્ભર છે અને જેમે-જેમ ભારત ગરીબ અને વધુ ભીડ વધે, તેમ-તેમ પ્રાણીઓ દરેકના એજન્ડામાં સામેલ છે. એ એલિન વેનટ્રાબને વધુ મહત્ત્વની બનાવે છે. તે અને દાતા જે ભારતમાં નાણાં મોકલવા માટે તેની પર વિશ્વાસ કરે કરે છે. તેણે કેટલાય હજારો લોકોના પ્રાણ બચાવ્યાં છે. જો તમને લાગે છે કે થિંગ્સ ઇન્ડિયાને મદદ કરવા માટે આભાર વ્યક્ત કરવો છે, તો અહીં તમે સંવાદ કરો.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)
