Courtesy: Nykaa.com
શિયાળો બરાબર જામ્યો છે અને ગરમ કપડાં કબાટમાંથી બહાર કાઢવાની ફરજ પડી છે. મુંબઈગરાંઓ પણ ઠંડીના ચમકારાનો આનંદ માણી રહ્યા છે. મોટા ભાગનાં લોકોને ઘરની અંદર ગરમાટામાં રહેવું ગમે, પણ એટલું તો માનવું જ પડે કે લોકોને ઠંડીની ઋતુ ગમે છે પણ બહુ. જોકે ઠંડીની ઋતુમાં, અમુક સમસ્યાઓનો સામનો કરવો પડે છે – જેમ કે હોઠ ફાટી જવા, વાળ બરછટ અને સૂકા થઈ જવા, ત્વચામાં બળતરા થાય. આનો ઉપાય છે, થર. ફરનાં હુંફાળા કોટ્સ, ઊનનાં બનાવેલાં જેકેટ્સ અને લેટેસ્ટ પફર જેકેટ્સથી લઈને મોઈશ્ચરાઈઝર્સ, ઓઈલ્સ અને બામ્સ – આના વડે શરીર પર યોગ્ય રીતે થર બનાવો અને આખા શિયાળાની ઋતુમાં તમે હુંફાળા રહેશો અને તમારી ત્વચા સુંવાળી રહેશે.
પરંતુ, ઉત્તર ભારતમાં તો, તમને ખબર જ હશે, ગાત્રો થિજાવી દે એવી ઠંડી પડતી હોય છે. મુંબઈમાં પણ ઠંડી પડે છે, પણ વાતાવરણમાં ભેજ પણ હોય છે. તો આ પ્રકારના શિયાળામાં ત્વચાની સંભાળ કેવી રીતે લેવી જોઈએ, એવું તમે પૂછશો.
ચિંતા ન કરશો, અમે પહાડી વિસ્તારોમાં બરફ જેવી પડતી ઠંડીથી લઈને શહેરોમાં રાતના સમયે પડતી સખત ઠંડીના વાતાવરણમાં ત્વચાની કાળજી માટેના ઉપાયો મેળવ્યા છે.
આ ઋતુમાં તમારે અમુક કેમિકલ્સ (SLS અને SLES-free)નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ફોમિંગ જેલ્સ અને બોડીવોશીસમાં રહેલા કેમિકલ્સ તમારી ત્વચાને સૂકી અને બરછટ કરી નાખે છે, કોઈને એ ગમે નહીં. એને બદલે, કોઈ હળવું કે સાબુ-મુક્ત વોશીસ વાપરવા જે તમારી ત્વચાને પોષણ પૂરું પાડે. એક ટીપઃ નાહવાનો સમય ઓછો રાખવો અને પાણી બહુ ગરમ ન રાખવું. યાદ રાખજો કે, તમે જેટલો લાંબો સમય સુધી નાહતા રહેશો અને પાણી જેટલું વધારે ગરમ રહેશે, એટલું તમારી ત્વચામાં રહેલું કુદરતી તેલ ઘટી જશે પરિણામે તમારી ત્વચા વધારે સૂકી થઈ જશે.
તમે જો મુંબઈ જેવા શહેરમાં રહેતા હો તો, અમારી સલાહ છે Organic Shop Passion Fruit & Cocoa Shower Gel. અથવા જો તમે ઉત્તરના ભાગમાં રહેતા હો, કે જ્યાં તાપમાન ઘણું નીચું રહે છે, અને જો તમારી ત્વચા ઘણી જ સંવેદનશીલ હોય તો, તમારે Khadi Pure Herbal Aloevera Body Wash SLS-Paraben Free અથવા Kama Ayurveda Ubtan Soap free Body Cleanser જેવા એલો વેરા યુક્ત શાવર જેલનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમારી ત્વચા દેખીતી રીતે જ સૂકી થઈ જાય અને એની પર પોપડા બાઝી જતા હોય તો એનો અર્થ કે તમારે એવા જૂના કોષોને દૂર કરવા જોઈએ જે તમારી ત્વચામાં ભીનાશને રોકે છે. તમે નાહતી વખતે મુલાયમ લુફાનો ઉપયોગ કરી શકો છો અને અઠવાડિયામાં એકાદ-બે વાર કોઈક હળવા બોડી સ્ક્રબ દ્વારા ત્વચાને સાફ કરી શકો છો. ખાસ નોંધઃ વધારે પડતું પણ ઘસવું નહીં, કારણ કે એનાથી તમારી ત્વચામાં રહેલા કુદરતી અવરોધકો દૂર થઈ જશે, જેની વાસ્તવમાં તમારે ખાસ જરૂર હોય છે.
સમુદ્રકિનારાના ભેજવાળા પ્રદેશોમાં રહેતા લોકોની સરખામણીમાં અત્યંત ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને એમની ત્વચા પર પોપડા બાઝી જવાની સમસ્યા રહેતી હોય છે. સમુદ્રકિનારાના પ્રદેશોમાં રહેતા લોકો માટે અમારી સલાહ છે કે Fabindia Neem Tulsi Gel Scrub Body And Face વાપરો જ્યારે ઠંડાપ્રદેશમાં રહેતા લોકોએ APS Cosmetofood Arctic Berry & Strawberry Enzyme Dermo Exfoliant વાપરવું જોઈએ જેમાં એન્ઝાઈમ્સ રહેલાં હોય છે.
ફેસ ઓઈલ્સ ત્વચાને હાઈડ્રેટ કરતા નથી (મોટી બ્રાન્ડ્સવાળા દાવો કરે એ બધું જ માની લેવું નહીં), પરંતુ જો તમે તમારા મોઈશ્ચરાઈઝરમાં કે તમારા નાહવાના પાણીમાં અમુક ડ્રોપ્સ ઉમેરી દો તો એનું કામ જરૂર કરે છે. કેમોમાઈલ, લવેન્ડર, જાસ્મીન, લેમન અને સેન્ડલવુડ જેવા ઓઈલ્સ સૂકી ત્વચા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા હોય છે. અને એની સુગંધ પણ સરસ આવે છે.
અમારી સલાહ છે કે તમે દેશના કોઈ પણ ભાગમાં રહેતા હો તો પણ દરરોજ તમારા નાહવાના પાણીમાં Nykaa Naturals Lemon Essential Oil અને Nykaa Naturals Pure Cold Pressed Jojoba Carrier Oil નાં અમુક ટીપાં જરૂર ઉમેરો. અમારી પર વિશ્વાસ રાખજો, જાણે તમે સ્પામાં હો એવું તમને મહેસુસ થશે અને તમારી ત્વચા સુંવાળી અને મોઈશ્ચરાઈઝ્ડ થશે.
શિયાળાની ઋતુમાં તમે નાહી લો એ પછી તરત જ તમારી ત્વચાને વધારે મોઈશ્ચરાઈઝ કરવાની જરૂર પડે છે. તમે નાહીને જેવા બહાર આવો કે તરત જ તમારી ત્વચા ભીની હોય ત્યારે એની પર થોડુંક લોશન લગાડી દેવું. પરંતુ સુગંધવાળા કે પ્રીઝર્વેટિવ્સવાળા ક્રીમ કે લોશનથી દૂર રહેવું, કારણ કે એનાથી તમારી ત્વચા વધારે સૂકી થઈ શકે છે, પરિણામે એમાં બળતરા થશે.
જેઓ અત્યંત ઠંડા પ્રદેશમાં રહે છે એમણે The Body Shop Vitamin E Moisture Cream જેવા પ્રોડક્ટ્સ વાપરવા જોઈએ જેનું ફોર્મ્યુલેશન વધારે ઘટ્ટ હોય છે અને એમાં શીયા બટર જેવા તત્વો હોય છે. તે છતાં તમે જો એવા શહેરમાં રહેતા હો કે જ્યાં શિયાળો બહુ આકરો હોતો નથી, તો તમારે Vaseline Intensive Care Aloe Soothe Body Lotion જેવું હળવું મોઈશ્ચરાઈઝર વાપરવું જોઈએ જે તમારી ત્વચાની બહુ સરસ રીતે કાળજી લેશે અને એને ચીકણી પણ પડવા નહીં દે જેથી હવામાં રહેલા પ્રદૂષિત તત્વો તમારી ત્વચામાં ચીટકી ન જાય. શિયાળામાં જો તમારી ત્વચા શુષ્ક દેખાવાની શરૂ થાય તો તમારે Dove Glowing Ritual Body Lotion લગાડવું જોઈએ જે ડીહાઈડ્રેટેડ ત્વચામાં હળવી ચમકનો ઉમેરો કરે છે.
તમે તમારા ચહેરા અને શરીરને મોઈશ્ચરાઈઝ કરવા માટે તો ઘણું કરો છો, પણ સખત મહેનત કરતા હાથ અને પગનું કેટલું ધ્યાન રાખો છો? નાહી લો એ પછી તરત જ તમારા હાથ પર એક સારું ક્રીમ લગાડી દો અને એવી એક ક્રીમને તમારી બેગમાં રાખો, જેથી દિવસ દરમિયાન તમને જરૂર પડે ત્યારે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરી શકો. રાતે સૂતા પહેલાં તમારા હાથ અને પગ પર ક્રીમ લગાડી દો અને પગ પર મોજાં ચડાવી દેવા.
તમે ભલે ગમે ત્યાં રહેતા હો, Nykaa Rose & White Musk Hand & Nail Creme અને Palmer’s Cocoa Butter Formula Foot Magic વાપરી જુઓ. એનાથી ત્વચા સુંવાળી બને છે, ખાતરી સાથે. તે છતાં જો તમારા પગની એડીઓ વધારે પડતી ફાટી જાય તો Beauty Works Foot Scrub વાપરી જુઓ, જેનાથી તમારી એડીઓ સુંવાળી અને સ્વચ્છ બનશે.
સીધી જ વાત કરીએ. ઠંડી પડે એટલે એનો મતલબ એ નહીં કે તમે સનસ્ક્રીન વાપરવાનું ઓછું કરી દો. આપણે એવા ગરમ આબોહવાવાળા દેશમાં રહીએ છીએ જ્યાં શિયાળાની ઋતુમાં પણ આપણને સૂર્યનાં હાનિકારક UV કિરણોનો સામનો કરવો પડે છે. સૂર્યના તાપમાં આવો એની ઓછામાં ઓછી 15 મિનિટ પહેલાં તમારે ચહેરા અને શરીર પર SPF ખૂબ લગાડી દેવું જોઈએ. જો તમારે આખો દિવસ બહાર ફરવાનું હોય તો દર અમુક કલાકોએ એ ફરીથી લગાડવાનું ભૂલવું નહીં.
શું તમો જાણો છો કે સૂર્યપ્રકાશ બરફ અને પાણી પરાવર્તિત કરે છે? એટલે જો તમે સ્કીની મજાવાળા પ્રદેશમાં જવા માગતા હો કે દરિયાઈ મુસાફરીવાળા હોલીડે પર જવા માગતા હો તો, સનસ્ક્રીન સાથે જરૂર લઈ જજો. જો તમે ઠંડા પ્રદેશમાં જતા હો તો Ponds Flawless Radiance Derma + Moisturizing Day Cream SPF 30 વાપરજો, અથવા જો તમારી ત્વચા તૈલી હોય તો Neutrogena UltraSheer Dry Touch Sunblock SPF 50+ વાપરજો. સંવેદનશીલ ત્વચા માટે અમારી સલાહ છે કે Kaya Sun Defense Sunscreen For Sensitive Skin-Sun Care SPF15 વાપરજો.