તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં લાખો મરઘાં એવિયન ફ્લુથી મરી ચૂક્યાં હશે. કેટલાંક મરઘાં તો સ્વાભાવિક મોત મરશે, પણ અન્યોને મારી નાખવામાં આવશે કે ગળું દબાવીને મારી નખાશે.
તમને શું લાગે છે કે કેટલાંક મરઘાંને દફનાવવામાં આવશે? કેટલાંકને બાળવામાં આવશે? જ્યારે તેમાંથી કેટલાંક તમારી પ્લેટમાં પીરસવામાં આવશે, કેમ કે એને પોલ્ટ્રીઝ દ્વારા ઓછી કિંમતે વેચવામાં આવશે!
તો તમે શું કહો છો? ન્યૂઝપેપર્સ તમને વારંવાર કહે છે કે બર્ડ ફ્લુ તમે જે ચિકન ખાઓ છો એની ગુણવત્તામાં કોઈ ફરક નથી પડતો અને જ્યાં સુધી તમે તેને રાંધીને ખાશો, ત્યાં સુધી તમને કોઈ નુકસાન નહીં થાય. આ ખરેખર બકવાસ છે. આ બે પક્ષની મિલીભગત છે.
દેશમાં વધુ પોલ્ટ્રી અને વધુ કતલખાનાં
એક પોલ્ટ્રી ઉદ્યોગ સંપૂર્ણપણે નાદાર ના થાય એટલા માટે તમે રોગગ્રસ્ત મૃત પક્ષીઓ ખરીદવાનું જારી રાખો. બીજી સરકાર છે, પશુપાલન મંત્રાલય જે માત્ર એ જુએ છે કે દેશમાં વધુ પોલ્ટ્રી અને વધુ કતલખાનાં છે. વધુ પ્રાણીઓ આરોગવામાં આવે છે, જેથી મંત્રાલય વધુ સફળ થાય છે. તેમનો આદેશ બીમાર લોકો (પડતા) માટે નથી. તેમનો આદેશ છે કે લોકો રોગગ્રસ્ત ચિકન ખરીદી રાખે છે કે નહીં. માંદા લોકોની દેખરેખ રાખવાનું કામ આરોગ્ય મંત્રાલયનો છે.
પક્ષીમાંથી માનવમાં ફેલાતો નથી- એ સાચું નથી
દરેક લેખ જણાવશે કે ક્યારેય લોકો એવિયન ફ્લુવાળાં ચિકનને આરોગી ના શકે અને પક્ષીમાંથી માનવામાં ફેલાતો નથી- એ સાચું નથી. ઇન્ફેક્શિયસ એન્ડ કન્ટેજિયસ ડિઝીસ પ્રિવેન્શન એક્ટ, 2009 હેઠળ પક્ષીઓને કેમ મારવામાં આવે છે. જે ઝૂનોટિક શબ્દનો અર્થ એક રોગ છે, જે પ્રાણી દ્વારા માણસમાં સંક્રમિત થાય છે. શું તમને લાગે છે કે જ્યારે પક્ષીથી રોગ માનવમાં ફેલાય છે, ત્યારે સરકારને તેની દરકાર કરે છે. સરકાર ત્યારે જ જાગે છે જ્યારે પક્ષીમાંથી રોગ માણસમાં સંક્રમિત થઈ શકે છે. 1997માં 18 માણસોમાં માલૂમ પડ્યો હતો- હોંગકોંગ (ફરીથી ચાઇનીઝ) જીવંત પક્ષીઓના માર્કેટ કામ કરી રહ્યા હતા. આ સ્ટ્રેન H5N1ના રૂપમાં ઓળખી કાઢવામાં આવ્યું હતું. હાલ એ સ્ટ્રેન ઊંચા મૃત્યુદર સાથે ભારતમાં છે. 18 વ્યક્તિઓમાંથી છ લોકોનાં મોત થયાં હતાં. બર્ડ ફ્લુ સંપૂર્ણ દેશમાં ફેલાઈ ગયો છે. દરેક રાજ્યમાં એ –હિમાચલ પ્રદેશથી કેરળ સુધી લાખો પક્ષીઓનાં મોત થયાં છે.
એવિયન ફ્લુ સ્થળાંતર કરનારા પક્ષીઓ દ્વારા આવે
તમે જે કોવિડ-19ના ડરમાંથી બહાર આવી રહ્યા છો- એ પણ એક વાઇરલ ફ્લુ રોગ છે. એવિયન ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા ટાઇપ- A વાઇરસમાં અનેક સ્ટ્રેન છે. જ્યારે એ પહેલી વાર ભારતમાં આવ્યો હતો, ત્યારે એ H1N1 હતો. 14 વર્ષ પછી એ મોટા પ્રમાણમાં એ ફેલાયો છે, હવે એ વાઇરસ H5N1 અને H8N1 કહેવામાં આવે છે. દરેક ભાષામાં સિફિલિસનો અર્થ વિદેશી લોકોનો રોગ છે. સરકાર માને છે કે એવિયન ફ્લુ દેશમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ દ્વારા આવે છે અને એનો ફેલાવો સીધો મરઘાં દ્વારા થાય છે. દેશમાં બર્ડ ફ્લુ ના ફેલાયો હોત, પરંતુ વિદેશી પક્ષીઓ દેશમાં આવતાં એ રોગનો ફેલવો થયો છે?
પોલ્ટ્રીઝ એક જ્ગ્યાએથી પક્ષીઓને બીજી જગ્યાએ ખસેડે છે, ત્યારે એ પક્ષીઓમાં રોગપ્રતિકારક શક્તિ નથી હોતી અને એથી મરી જાય છે. યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલ અને પ્રિવેન્શન (CDC) અનુસાર છ દેશોનાં મરઘાંઓમાં H5N1નાં વાઇરસનાં કાયમી કેન્દ્રો માનવામાં આવે છે, જેમાં ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ઇજિપ્તનો સમાવેશ થાય છે. આ દરેક દેશોમાં તમને ભયંકર સ્થિતિ જોવા મળશે, કેમ કે અહીં મરઘાંઓ એવિયેન ફ્લુનો શિકાર કેમ બને છે, એ સમજવા જેવું છે.
મરઘાં માટે પૃથ્વીમાં ભારત એ નરક સમાન
ભારત એ મરઘાં માટે પૃથ્વી માટે નરક સમાન છે. મરઘાંઓને નાનાં-નાનાં પિંજરાઓમાં રાખવામાં આવે છે. એ એમની કાપી નાખેલી ચાંચ અને પગની આંગળીઓથી ચાલે છે, કેમ કે એકમેકની પાંખોથી ઉઠાવતા રોકે છે, કેમ કે એ જખમોથી ભરેલી છે. એમાંથી મોટા ભાગનાં મરઘાં સામાન્ય બીમારીઓથી પીડિત હોય છે, જેમ એન્સેફાલોમિલિટિસ, ચિકન એનિમિયા વાઇરસ ઇન્ફેક્શન, ક્લેમિડિયોસિસ. ઇન્ફેક્ટિયસ લેરીગોટ્રેસિટિસ, ટિક ફીવર, સ્પિચેટોસિસ, એવિયન લ્યુકોસિસનો સમાવેશ થાય છે.
મરઘાંઓને કાયમી લૂઝ મોશન
મરઘાંઓને કાયમી લૂઝ મોશન થાય છે. કેટલાકને લોહીયુક્ત લૂઝ મોશન થાય છે. મોટા ભાગનાં મરઘાંઓ મુશ્કેલીથી ચાલી શકે છે. એમને આંખની આસપાસ મસાઓ હોય છે અને એમની આંખોમાંથી સ્રાવ થયા કરે છે. એમના ગળા પર પરુ ભરેલા ફોલ્લા હોય છે. એમાંના ઘણા ઝેરી હવામાં શ્વાસ લે છે અને એન્ટિબાયોટિક્સનો આહાર અને લાકડાંના વેર સાથેના સૂકા ખોરાક પર જીવે છે. એમની પાસે રહેતા લોકો પણ આ બધા રોગોને કારણે અને હાર્ટએટેકથી ઘણી વાર મૃત્યુ પામે છે. તેઓ ચેપી મરઘાં, કોલેરા અને રાણીખેત રોગથી નાશ પામે છે.
હવે આ રોગગ્રસ્ત લોકોને એવિયન ફ્લુ ના થાય તો જ નવાઈ. એ માનવોમાં કેવી રીતે કામ કરે છે? જે લોકો પોલ્ટ્રીઝમાં કામ કરે છે, હવે કોરોનાની શરૂઆત થઈ છે અને જે લોકો પોલ્ટ્રીઝ (મરઘાં) ઉત્પાદનો ખાય છે.
WHOએ એ કહીને શરૂ કર્યું છે કે એવા કોઈ પુરાવા નથી કે વાઇરસ આહારમાંથી ફેલાય છે, પણ શરત એ છે કે એને 60 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમીથી રાંધવામાં આવ્યું હોય.
સંસ્થાએ જેની અવગણના કરી છે એ એ છે કે ચિકન રાંધતાં પહેલાં એને કાચા માલને નિયંત્રિત કરવામાં આવે છે. તમે ગલીઓમાંથૂ છૂટક ચિકન હાથ સ્પર્શ કરીને ખરીદો છો, એને તમે ફ્રિજમાં મૂકી શકો છો. એને વિવિધ વાસણમાં મૂકો છો, જે ઊંચા તાપમાને ધોવાતા નથી, પણ સામાન્ય પાણીથી ધોઈને તમે એને કાપીને મસાલા કરો અને એને રાંધો. ત્યાં સુધીમાં વાઇરસ અનેક જગ્યાએ પહોંચી શકે છે.
H5N1 પહેલાંથી માનવમાં વધુ જોખમી
WHOએ હવે પોતાના સંદેશને વધુ નથી ફેલાવતી, પણ ચેતવણી આપી છે કે આ નવા મ્યુટન્ટસ વાઇરસ બીજા રોગચાળાને ફેલાવી શકે છે. H5N1 પહેલાંથી માનવોમાં વધુ જોખમી સાબિત થયા છે.
જ્યારે આ રોગ માનવોમાં પ્રસરે છે, એ શ્વસન માર્ગની બીમારીને અસર કરે છે. એના લક્ષણોમાં ઊંચા શ્વાસોચ્છવાસની તકલીફ –જે કોરોના સંક્રમણની જેમ જ, તમને તાવ, ઉધરસ અને ગળાની બીમારીથી શરૂ થશે. તમને પેટમાં દુખાવો અને ઝાડા થવાની શક્યતા છે. આ બધાં કોરોનાના સંક્રમણના લક્ષણો છે. દેશમાં એના માટે કોઈ ટેસ્ટ થયાં નથી. સરકાર હવે કોવિડ કે એવિયન ફ્લુ છે કે કેમ? એના માટે એક ટેસ્ટ શરૂ કરશે. એની કોઈ રસી કે સારવાર નથી.
તમારી જાતને સુરક્ષિત રાખો, ચિકન-ઈંડા ખાશો નહીં, ગેરકાયદે સ્ટ્રીટ વિક્રેતાને બંધ કરો. મેં મારા ક્ષેત્રમાં એ કર્યું છે.
(મેનકા ગાંધી)
(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)