ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતીની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરોય છે, ત્યારે હવેથી તમામ ભરતીઓ માટે એક જ ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ રહેશે.