બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હિરક જયંતિ મહોત્સવની ઉજવણી

અમદાવાદ: બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હિરક જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તે દરમિયાન 89મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.બ્રહ્માકુમારી મહાદેવનગર દ્વારા પરમપિતા શિવ પરમાત્માના દિવ્ય અવતરણના ઉપલક્ષ્ય માં 89મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.તારીખ 23 ફેબ્રુઆરી રવિવારે સવારે સરદાર પટેલ સ્મારક ઓડિટોરિયમ, શાહીબાગ અમદાવાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.શ્રાવણી ડાન્સ એકેડમી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સુંદર નૃત્ય નાટિકા પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આર્ટ એન્ડ કલ્ચર વિંગ આરઈઆર એફ અને બ્રહ્માકુમારી મહાદેવ નગર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 40 મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાનો આર. એસ. પટેલ, ચેરપર્સન આશીર્વાદ ફાઉન્ડેશન, સ્મિતા શાસ્ત્રી કલા ગુરુ નર્તન સ્કૂલ ઓફ ડાન્સ, મેહા મજમુદાર કલા ગુરુ શ્રાવણી ડાન્સ એકેડમી સહિત અનેક મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા.બી. કે. પ્રતિભા, બી. કે. રાજ્યોગી ટીચર નૈરોબી અને બી. કે. ચંદ્રિકા દીદી જેઓ આર્ટ એન્ડ કલ્ચર વિંગના ચેરપર્સન છે, તેમના દ્વારા મુખ્ય ઉદબોધન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અનેક બી. કે. ભાઈ-બહેનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.