ગાંધીનગર-ભાજપમાં ટિકીટ મેળવવાના મુદ્દે યુવા કાર્યકરો આક્રમક બની રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. યુવા કાર્યકરો આ વખતની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં નહીં આવે તો સંપૂર્ણપણે લડી લેવાના મૂડમાં છે. જરુર પડે તો રાજીનામાં આપવાની પણ તૈયારી કરવામાં આવી છે.
સતાધારી ભાજપ પક્ષમાં કાર્યકરોનો એક અવાજ ચોક્કસ ઊઠતો જણાયો છે કે ચાર પાંચ ટર્મથી એકના એક ચહેરાઓ આવે છેઅને ચૂંટાઈને મંત્રી બને છે પછી કાર્યકરોને સાંભળતા નથી.
રાજ્યના કેટલાક વિધાનસભા મત ક્ષેત્રોમાં યુવાનો દ્વારા ગ્રૂપ મિટિંગ અને જાગૃતિ લાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ભાજપ યુવા કાર્યકરોની માગણી જો યોગ્ય રીતે સાંભળવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની આ ચૂંટણીમાં પોતાનો આકરો મૂડ બતાવે તેવી ચર્ચાઓ પણ સંભળાઇ રહી છે.