અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં VVIP મુવમેન્ટ સતત વધતી જાય છે. બીજી તરફ શહેરમાં વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ દરેક ગતિવિધિ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનારની સીધી નજર રહે એ માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. શહેરમાં સાયન્સ સિટી, નવરંગપુરા, ગુજરાત કોલેજ જેવા મહત્વના અંદાજે 22 સ્થળોએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવ્યા છે. આ ટ્રોલી કેમેરા પર અમદાવાદ શહેર પોલીસ, નિર્ભયા પ્રોજેક્ટ લખેલા સ્ટિકર લગાડવામાં આવ્યા છે.કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)