મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શિવસેનાની સરકાર સો દિવસ પૂરા થતાં શનિવારે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરશે. મુખ્ય પ્રધાન મુંબઈથી ફ્લાઇટમાં લખનૌ જશે. ત્યાર બાદ રસ્તા માર્ગે તેઓ અયોધ્યા પહોંચશે. તેમના આગમન પહેલાં હજ્જારો શિવસૈનિકો વિશેષ ટ્રેનથી મુંબઈથી અયોધ્યા પહોંચશે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે શનિવારે રામનગરી અયોધ્યા આવશે. તેઓ લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા બાદ બપોરે 12 કલાકે અયોધ્યા માટે રવાના થશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આવતી કાલે બે કલાકે અયોધ્યા પહોંચશે. ત્યાર બાદ તેઓ પત્ની અને પુત્ર આદિત્ય સાંજે 4.30 કલાકે રામલલ્લાનાં દર્શન કરશે. જોકે તેઓ સાંજે સરયુ આરતીમાં સામેલ નહીં થાય. ત્યાર બાદ તેઓ લખનૌ જશે અને એ પછી લખનૌથી મુંબઈ જવા રવાના થશે.
હજ્જારો શિવસૈનિકો પણ પ્રયાગરાજ પહોંચ્યા