નવી દિલ્હીઃ નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની હાલત ખસ્તા છે. નદી-નાળામાં ઘોડાપૂર છે. કોશી, ગંડક અને ગંગા નદીમાં પૂરને પગલે ગામ-શહેરોમાં વિનાશ જોવા મળે છે. દરભંગાથી માંડીને સહરસા જેવા નવા વિસ્તારોમાં પૂરનાં પાણી પ્રસર્યાં છે. અત્યાર સુધી 19 જિલ્લાઓમાં 12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
રાજ્યમાં સૌથી વધુ પશ્ચિમી ચંપારણ, અરરિયા, કિશનગંજ, ગોપાલગંજ, શિવહર, સીતામઢી, સુપૌલ, મધેપુરા મુઝફ્ફરપુર, પૂર્મિયા, મધુબની, દરભંગા, સારણ, સહરસા અને કટિહાર જિલ્લા પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ જિલ્લાની 368 પંચાયતોમાં પૂરનાં પામી પ્રસર્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.બિહારમાં કુલ 38 જિલ્લા છે અને છેલ્લા બે દિવસોમાં અડધા જિલ્લાઓમાં 16 લાખ લોકો પૂરનાં પાણીથી જંગ લડી રહ્યા છે.