નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે છ નેક્સ્ટ જનરેશન ઓફ્ફશોર પેટ્રોલ વેસલ્સની ખરીદી માટે 20 ડિસેમ્બર, 2023એ મઝગાંવ ડોકયાર્ડ શિપબ્લિડર્સ લિ. (MDL)ની સાથે એક સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર રૂ. 1614.89 કરોડમાં કરવામાં આવ્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ખરીદવામાં આવેલા આ છ જહાજમાંથી ચાર હાલના જૂના જહાજની જગ્યા લેશે અને અન્ય બે નેવી પાસે રહેશે. આ કોસ્ટ ગાર્ડના પ્લેટફોર્મોના હસ્તાતંરણનો ઉદ્દેશ કોસ્ટ ગાર્ડની ક્ષમતા વધારવાનો અને સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવાનો છે. આ મોર્ડન, ઊંચી ટેક્નિકવાળા જહાજ કોસ્ટ ગાર્ડ દ્વારા દેખરેખ, કાયદાને લાગુ કરવાનો, શોધ અને બચાવકાર્ય કરવાનો અને સમુદ્રી પ્રૂષણની પ્રતિક્રિયા અને માનવીય સહાય સહિત ક્ષમતા વધારવામાં મહત્તવની ભૂમિકા ભજવવાનો છે.