નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાના બજેટમાં સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ અને કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રાલયને સૌથી ઓછું બજેટ ફાળવ્યું છે. બજેટ ભાષણમાં નાણાં મંત્રીએ દેશના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સુધારાની વાત કરી હતી.
નાણાપ્રધાને કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રમાં ટેક્નોલોજીને મજબૂત કરવા માટે નવી યોજના શરૂ કરવામાં આવશે. આ માટે નવી ડીપ-ટેક ટેક્નોલોજી લાવવાનું કહેવામાં આવ્યું હતું. આ વખતે સંરક્ષણ બજેટ ગત વખત કરતાં વધારે છે. વર્ષ 2024-25 માટે સંરક્ષણ બજેટ ઘટાડીને રૂ. 6.20 લાખ કરોડ કરવામાં આવ્યું છે. માર્ગ અને પરિવહન મંત્રાલયનું બજેટ વર્ષ 2024-25 માટે વધારીને રૂ. 2.78 લાખ કરોડ કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રાલયના બજેટને રૂ. 2.55 લાખ કરોડ ફાળવ્યામાં આવ્યા છે. ગયા વર્ષે આ મંત્રાલયનું બજેટ 2.4 લાખ કરોડ રૂપિયા હતું.