અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દસ દિવસ બાદ આજે શાકભાજી અને કરિયાણાની દુકાનો ખુલી ગઈ છે. શહેરના રેડ ઝોન બહારના પશ્ચિમના ગોતા, શાસ્ત્રીનગર જેવા અનેક વિસ્તારોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ખરીદી કરી હતી. સરકારી તંત્રએ બહાર પાડેલા ફરમાન અનુસાર જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થતાં લોકો એ હાશકારો અનુભવ્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ)