મહાભારતનું યુદ્ધ જીત્યા પણ યુધિષ્ઠિર શંકા અને હતાશાની લાગણી અનુભવતા હતા. તેઓ યુદ્ધ તો જીત્યા હતા પરંતુ ઘણા સ્વજનોને ગુમાવ્યા હતા. તેમના મનમાં વિચારોનું દ્વંદ્વ ચાલી રહ્યું હતું. પોતાની શંકાના સમાધાનનો માર્ગ શોધવા તેઓ બાણશૈયા પર સુતેલા ભીષ્મ પિતામહ પાસે જાય છે. ત્યારે ભીષ્મ તેમને નેતૃત્વ, નીતિમત્તા, રાજનીતિ વગેરે અંગે એક રાજાએ જાણવાલાયક રાજધર્મનો સારાંશ સંભળાવે છે, જે આજના બિઝનેસ તેમજ વ્યવસ્થાપન માટે એટલો જ પ્રસ્તુત છે.
ભીષ્મ તેમને ‘એપીકલ લીડરશીપ’ અંગે સમજાવતા હંમેશા ‘ધર્મ’ (સાચો માર્ગ) અનુસરવાનું કહે છે. આજના જમાના પ્રમાણે તેનું ઉત્તમ ઉદાહરણ છે તાતા ગ્રુપ, જેમણે ખરાબ સમયમાં પણ સચ્ચાઈનો માર્ગ પકડી રાખ્યો છે.
બીજું તેમણે સાચા માણસોને સાચા કામ માટે પસંદ કરવાનું સૂચવ્યું. જો કંપનીનો વડો આમ કરશે તો જ તે મજબૂત ટીમ બનાવી શકશે અને વિકાસ કરી શકશે. આ ઉપરાંત આ પ્રસંગ પરથી એ પણ શીખ લઈ શકાય છે કે જેમ યુધિષ્ઠિર પોતાની શંકા લઈને ભીષ્મ પાસે જાય છે તેમ કેટલીક વાર કંપનીઓએ પણ પોતાના મેન્ટર કે અનુભવી વ્યક્તિને યોગ્ય સલાહ લેવી જોઈએ. એપલ કંપની આજે તો સફળતાની ટોચે છે પણ ૧૯૯૦ના દાયકામાં એ સંઘર્ષ કરી રહી હતી ત્યારે સ્ટીવ જોબ, જેઓ તેના ફાઉન્ડર છે તેમના માર્ગદર્શનથી તેને સંઘર્ષમાંથી બહાર નીકળવામાં મદદ મળી.
તેથી જ તો કહેવાય છે કે learning from experienced people is like shortcut through the forest of mist. અર્થાત અનુભવી વ્યક્તિની શીખ ગાઢ વનમાંથી પણ સીધો ને સટ રસ્તો બતાવે છે. એટલે કહ્યું છે કે experience is the greatest teacher. અર્થાત અનુભવ જેવો શ્રેષ્ઠ શિક્ષક બીજો એકેય નથી.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
