21મી સદીમાં જ્ઞાન ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. કહેવાય છે કે ‘knowledge is power, earliest access to the knowledge makes you most powerful.’ અર્થાત જ્ઞાન એ જ શક્તિ છે અને સાચું જ્ઞાન જ તમને વધારે શક્તિશાળી બનાવે છે. કોઈપણ ક્ષેત્રનું પૂરતું જ્ઞાન તમને અવકાશમાં પણ પહોંચાડી શકે છે અને અપૂરતું અપૂર્ણ જ્ઞાન તમને ધરતી પર પણ પછાડી શકે છે. Half knowledge is more dangerous than no knowledge.
કેટલીક વાર આપણે અધૂરી માહિતી કે જ્ઞાનના આધારે કોઈ કામમાં કૂદી પડતા હોઈએ છીએ પરંતુ આગળના પરિણામો વિશે વિચારતા નથી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને વીજળીને લાગતું જ્ઞાન ના હોય અને થોડા વિડીયો જોયા પછી ઈલેક્ટ્રિકલ વાયરીંગ કરવાનો પ્રયાસ કરે તો આ અધૂરું જ્ઞાન મોટા જોખમો ઊભા કરી શકે છે, તેને અને અન્ય કોઈને ઘાતક વીજળીનો શોક પણ લાગી શકે છે.
એવી જ રીતે કોઈપણ કંપની કે સંસ્થાનો વડો ચોક્કસ નોલેજ કે માર્કેટ એસેસમેન્ટ અથવા નિષ્ણાતની સલાહ વગર અધુરી માહિતીના આધારે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરે અથવા કોઈ પ્રપોઝલ સ્વીકાર કરે તો કંપની કે ઓર્ગેનાઇઝેશનને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. અહીં કંપનીની સ્થિતિ ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુ જેવી થાય છે. જેને ચક્રવ્યુહમાંમાં પ્રવેશ કરતાં જ આવડતું હતું પણ બહાર નીકળતા નહોતું આવડતું. અભિમન્યુનું આ અધૂરું જ્ઞાન તેના મૃત્યુનું કારણ બને છે.
સાચું જ્ઞાન અને યોગ્ય સમય પણ કોઈપણ સાહસની સફળતા માટે જરૂરી છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
