કેન્સરનું નામ સાંભળતા જ આપણે ડરી જતાં હોય છે. આવી જીવલેણ બીમારી કોઇ દુશ્મનને પણ ન થાય એવું આપણે વિચારતા હોય છે. આ બીમારીની જો યોગ્ય અને સમયસર સારવાર કરવામાં ન આવે તો માણસને બચાવવો મુશ્કેલ છે. અત્યારે સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની શક્યતા વધી રહી છે. સ્ત્રીઓને સ્તન કેન્સર થવાના અનેક કિસ્સાઓ સામે એવી રહ્યાં છે. કેન્સર શા માટે થાય છે, કોને સ્તન કેન્સર થવાની શક્યતા વધુ હોય છે, બીમારીની યોગ્ય તપાસ કઇ રીતે કરાવવી, શું ટેસ્ટ કરાવવા, સારવાર કઇ રીતે લેવી દરેક વસ્તુ જાણવી જરૂરી છે. જો સમયસર આ કેન્સરનો ઉપાય કરવામાં આવે તો સ્તન કેન્સરના કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. શરૂઆતના તબક્કામાં જો બીમારીની ખબર પડી જાય તો એની સારવાર સરળ અને ઓછી ખર્ચાળ છે.
સૌથી પહેલા તો જાણીએ કેન્સર થવાનું મુખ્ય કારણ શું છે. જ્યારે શરીરમાં રહેલા કોષની વૃદ્ધિ ઉપરનો કાબૂ જતો રહે છે ત્યારે આ પરિસ્થિતિ ઉદભવે છે. શરીરમાં રહેલા જૂના કોષો હોય એ નાશ પામે છે, એની જગ્યા નવા કોષો લે છે. આ પ્રક્રિયા પર શરીરનું નિયંત્રણ હોય છે અને જેટલા કોષ નાશ પામે એટલા જ નવા કોષો બને છે. પરંતુ જ્યારે જરૂર હોય એના કરતા વધુ કોષ બનવા લાગે, એના પર કોઇ જ નિયંત્રણ ન રહે ત્યારે કેન્સર થાય છે. જે વધારાના કોષ હોય એ શરીરમાં ગાંઠ બનાવે છે, આજુબાજુની પેશીઓમાં લોહી અથવા તો લસિકાની મદદથી શરીરમાં ફેલાઇ જાય છે. જ્યારે આ એક ભાગના કેન્સરના કોષો શરીરના બીજા અવયવમાં ફેલાય છે ત્યારે અન્ય અવયવોની કામગીરી પણ ખોરવાઇ જાય છે. જેની લીવર અને કિડની પર વધુ અસર થાય છે. શરીર ધીમે-ધીમે ખોખલુ બનવા લાગે છે.
હવે વાત કરીએ કે સ્તન કેન્સર કોને-કોને થઇ શકે. કોઇ કુટુંબમાં વારસાગત હોય છે. જો કુટુંબમાં પહેલા કોઇને થયુ હોય તો એમની પેઢીમાં સ્તન કેન્સર થવાની શક્યતા છે. જેમની માતા કે બહેનને સ્તન કેન્સર હોય છે એમને સ્તન કેન્સર થવાની શક્યતા ત્રણ ગણી જેટલી વધી જાય છે. 40 વર્ષથી નાની સ્ત્રીની સરખામણીએ 60 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં સ્તન કેન્સર થવાની શક્યતા આશરે ત્રણ ગણી વધારે હોય છે. એવી સ્ત્રીઓ કે જેમને 30 વર્ષ બાદ પહેલુ બાળક થાય છે એવી સ્ત્રીઓને સ્તન કેન્સર થઇ શકે છે. ત્યારબાદ એ સ્ત્રીઓ કે જે પોતાના બાળકને ધવડાવતી નથી અથવા તો ખૂબ ઓછા સમય માટે ધવડાવતી હોય છે એવી સ્ત્રીઓને પણ સ્તન કેન્સર થઇ શકે છે. જે સ્ત્રીઓને બાળક નથી થયુ એવી સ્ત્રીઓ પણ આનો ભોગ બની શકે છે. જીવનમાં કસરતનો અભાવ, બેઠાડુ જીવન, વધુ ચરબીવાળો ખોરાક ખાવો અથવા તો વજન વધુ હોય એને પણ સ્તન કેન્સર થઇ શકે.
જ્યારે તમને ખબર પડે અથવા તો તમને દુખાવો થતો હોય કે ગાંઠ જેવુ લાગતુ હોય તો તમે ડોક્ટર પાસે નિદાન કરાવો. શરૂઆતના તબક્કામાં જ ખબર પડી જાય તો તમે કેન્સરની ગાંઠ અથવા આખુ સ્તન કઢાવી નાખી ઓપરેશન કરીને જીંદગી બચાવી શકાય છે. કેન્સરના કોષ બગલની લસિકાગ્રંથીઓમાં પહોંચી ગયા હોય તો ઓપરેશન અથવા તો રેડિયોથેરાપીથી દૂર કરી શકો છો. શરીરના અન્ય અવયવોમાં કેન્સરના કોષ ફેલાઇ જાય છે. એના માટે દર્દીઓને રેડિયોથેરપી, હોર્મોનથેરપી અથવા કેન્સરના કોષને નાશ કરતી કીમોથેરપી વપરાય છે. જો કે આટલુ કર્યા બાદ પણ દર્દીને બચાવવુ મુશ્કેલ બની જાય છે.
આ ઉપરાંત તમે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરી શકો છો. કાળા મરી એન્ટી કેન્સર આહાર ગણાય છે તેથી તે કોઇપણ પ્રકારના કેન્સર સામે સુરક્ષા પૂરી પાડે છે. આ સાથે લસણને પણ કાળા મરીની જેમ એન્ટી કેન્સર આહાર ગણાય છે. તે કેન્સર સામે શરીરને સુરક્ષા આપે છે. દરરોજ લીલી ચા પીવાથી કેન્સરના સેલ બનવાના બંધ થઇ જાય છે. દિવસમાં 3 વાર લીલી ચા પીવાથી શરીરમાં કેન્સરના સેલ બનવાની સંભાવના સમાપ્ત થઇ જાય છે. ખાવાની દ્રષ્ટિએ હળદર ખૂબ ગુણકારી હોય છે. જે સર્વાઇકલ કેન્સર સામે શરીરને સુરક્ષા આપે છે. જેથી રોજબરોજના ખાવામાં હળદરનો ઉપયોગ અચૂક કરો. આ તમામ વસ્તુઓ તમને તમારા રસોડામાંથી આરામથી મળી જાય એવી જ છે. કેન્સરનો હોસ્પિટલમાં તો ઉપાય થવાનો જ છે પરંતુ સાથેસાથે આ ઘરેલૂ ઉપાય પણ તમને મદદરૂપ બનશે.