ગુડમોર્નિંગ અમદાવાદ…..અને પછી જે સ્વરનો સૂરીલો સંગાથ શહેરવાસીઓ માટે શરુ થાય છે તે સતત સાથ આપતો રહે છે, ક્યાંયપણ કોઇપણ હેપનિંગ, સમાચાર, મોર્નિંગમંત્રની સારગર્ભિત વાત હોય કે હોય મજ્જાની વાત…હા, કદાચ તમે સમજી ગયાં હશો કે કોની વાત થઇ રહી છે. ચોક્કસ આ ધ્વનિત ઠાકરની જ વાત થઇ રહી છે. અમદાવાદમાં રેડિયો ચેનલ રેડિયો મિર્ચીની જ નહીં શહેરની ઓળખ બની ગયેલ આ યુવાનને દેશવિદેશમાં પણ ગુજરાતીઓએ આવકાર્યો છે. પ્રતિભાશાળી યુવાઓની મુલાકાતની શ્રેણીમાં આવો મળીએ અમારા અમદાવાદ ચીફ રીપોર્ટર પારુલ રાવલે લીધેલી મુલાકાતમાં રેડિયો જોકી ધ્વનિત ઠાકરને..
ધ્વનિતની સિદ્ધિઓની એક ઝલક
ધ્વનિતે રેડિયો ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે – ધ બેસ્ટ આરજે-ગુજરાતી- ઇન્ડિયા રેડિયો ફોરમ એવોર્ડ જે રેડિયો ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે તે એવોર્ડ પણ ધ્વનિતે મેળવ્યો છે. એ પણ એકાદવાર નહીં, 2008, 2009, 2012 અને 2014માં એમ ચાર વર્ષ માટે શ્રેષ્ઠ આરજે (ગુજરાતી) ઇન્ડિયા રેડિયો ફોરમ એવોર્ડ્સ જીત્યાં છે.
ધ્વનિતને તેના સવારે પ્રસારિત થતાં શો (ગુરુવાર ગુર્જરી અને હેલો અમદાવાદ) માટે બેસ્ટ શો ઇન્ડિયા રેડિયો ફોરમ એવોર્ડ મળ્યો છે. જેમાં એ જ કેટેગરીમાં સતત ત્રણ એવોર્ડ 2010થી 2012-ની હેટટ્રિક લગાવી હતી.અભિનેતા ધ્વનિત
ધ્વનિતની બહુમુખી પ્રતિભાના વિકાસના પ્રતિબિંબ તેમની અન્ય કળાઓ પર હાથ અજમાવવામાં પણ જોઇ શકાય છે. ધ્વનિતે થોડાં સમય પહેલાં આવેલી ‘વિટમિન શી’ નામની શહેરી ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે, સાથે જ આ ફિલ્મ માટે ગીતો લખ્યાં અને ગાયાં છે. ધ્વનિતની બીજી ફિલ્મ પણ આ રહી છે. જેનું નામ છે શોર્ટ સર્કિટ. આ ફિલ્મની ખૂબી એ છે કે તે સૌપ્રથમ વિજ્ઞાન ફિકશન ગુજરાતી ફિલ્મ છે. ધ્વનિત તે ફિલ્મમાં મુખ્ય અભિનેતા છે.
લેખક ધ્વનિત
ધ્વનિત એક અચ્છા લેખક પણ છે. 2017માં તેમનું પ્રથમ પુસ્તક ‘મોર્નિંગ મંત્ર’ પ્રકાશિત થયું હતું. આજના સમયમાં નવી પેઢીને ગુજરાતી બૂક વાંચતા કરવામાં ફાળો આપનાર ‘મોર્નિંગ મંત્ર’ શ્રેષ્ઠ વેચાણ કરનાર ગુજરાતી બૂક બની હતી જેની છ મહિનાની અંદર ચોથી આવૃત્તિ છપાઇ હતી.
એમ્બેસેડર ધ્વનિત
એક રેડિયો જોકી તરીકે સામાજિક નિસબત ધરાવનાર ધ્વનિત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે ભારતના ચૂંટણીપંચ માટે રાજ્ય પ્રતિનિધિ રહ્યાં હતાં. લોકસભા ચૂંટણી 2014 માટે રેડિયો એમ્બેસેડર પણ રહ્યાં હતાં. ગુજરાતના દેશવિદેશમાં જાણીતા એ વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે..ના આધારે ધ્વનિતે મતદાતાઓને વોટિંગની અપીલ કરતાં ગરવો ગુજરાતી તેને રે કહીએ જે મતના મૂલ્યને જાણે રે.. એ સમયના એખ ગીત પરથી તેમણે ‘કસમ રૅપ સોંગ’ની રચના કરી હતી, જે યુવાનોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેતાં કર્યાં હતાં. ઘણી કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમ જ મતદાન જાગૃતિ કાર્યક્રમો માટેના વિવિધ સામાજિક સંગઠનોની મુલાકાત દ્વારા પણ વોટિંગને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ કરી હતી. મતદાનના અધિકાર વિશે લોકોને વાકેફ કરવા માટે વિવિધ સામાજિક કાર્યો, રેલીઓ અને અન્ય ઇવેન્ટ્સમાં ભાગ લઇ કેવી રીતે ઇવીએમનો ઉપયોગ કરવો તે શીખવ્યું હતું. ધ્વનિતે મતદાર જાગરુકતા માટે વિડિઓ બનાવ્યાં હતાં જે સોશિઅલ મીડિયા નેટવર્ક પર લોકપ્રિય બન્યાં હતાં. શહેરના એક જાણીતા RJ તરીકે ધ્વનિતની સોશિઅલ મીડિયા પર મજબૂત હાજરી નોંધાઇ હતી, તો અખબારી કૉલમનો ઉપયોગ પણ મહત્તમ લોકો સુધી પહોંચવા માટે કર્યો.
સમીક્ષક ધ્વનિત
RJ ધ્વનિતનું અન્ય એક પ્રતિભાવંત પાસું પણ ઉલ્લેખિત કરવું રહ્યું. તેઓ અખબારોમાં, સામયિકોમાં કટારલેખન પણ કરે છે. તેમની ‘ધ્વનિત સબ જાનતા હૈ’ અને ફિલ્મ સમીક્ષાઓનું આગવું માન છે. ‘જસ્ટ ધ્વનિત’ તો અમદાવાદીઓ માટે મસ્ટ રીડિંગમાં ગણાય છે.
કાર્યક્રમ સંચાલક ધ્વનિત
RJ ધ્વનિતની વધુ એક ઓળખ પણ છે. ગુજરાતી ભાષામાં તેઓ સેલિબ્રિટી એન્કર ગણવામાં આવે છે. ધ્વનિતે ન્યૂજર્સી, યુએસએ ખાતે વિશ્વ ગુજરાતી પરિષદ 2008 ‘ચાલો ગુજરાત’ના હોસ્ટ હોવાનું બહુમાન મેળવ્યું છે. વધુ એકવાર 2012માં વર્લ્ડ ગુજરાતી પરિષદ 2012 માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં 3 દિવસના સમયગાળામાં પ્રેક્ષકોમાં સમગ્ર વિશ્વના તમામ અગ્રણી ગુજરાતીઓ અને એક લાખથી વધુ એન.આર.જી.ની હાજરી જોવા મળી હતી.
તેઓ લિસેસ્ટર, યુકે ખાતે ગામ ભારત અનુભવ ગુજરાત 2009 માટેના યજમાન હતા. તેઓ ઑગસ્ટ 2010 માં ઇન્ડિયા ડે પરેડ, એનજે, યુએસએ માટે એન્કર હતા.તેમણે ગુજરાતી ચલચિત્રો ‘વિટામીન સીન’, ‘કેવી રીટે જઇશ’, ‘બેટર હાફ’, ‘મોહન ના માટે ગીતો ગાયાં છે. વાંદરાઓ ‘અને’ કૈરે જૈશુ પતયા ‘! વગેરે…
તેમણે ગુજરાતમાં મુખ્ય બ્રાન્ડ્સ માટે ઘણા જિંગલ્સ ગાયા છે. થોડા નામ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, સાંકળ 8, હામોર, તિરુપતિ અને અંકુર. ધ્વનિત કેટલીક પ્રોડક્ટ્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ જાણીતાં છે.