ભારતમાં વિદેશીઓને ફરવા માટે મુંબઈ સૌથી મોંઘું શહેર સાબિત થયું છે. મર્સર દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં આ જાણકારી મળી છે. સર્વેક્ષણ અનુસાર પ્રવાસીઓ માટે વિશ્વમાં મુંબઈ 60મું સૌથી મોંઘું શહેર છે. તો એશિયામાં આ 19મા સ્થાન પર છે.
ભારતની આર્થિક રાજધાની મુંબઈ, રહેવાના ખર્ચ મામલે પ્રવાસીઓ માટે દેશનું સૌથી મોંઘું શહેર તરીકે સામે આવ્યું છે. મર્સરના વર્ષ 2020 રહેવા ફરવાનો ખર્ચ (કોસ્ટ ઓફ લિવિંગ સર્વ) સર્વેક્ષણ અનુસાર, વૈશ્વિક સ્તર પર પ્રવાસીઓ માટે મુંબઈ વિશ્વમાં 60મું સૌથી મોંઘુ શહેર છે.
સર્વેક્ષણ અનુસાર ભારતીય શહેરોમાં મુંબઈ સૌથી મોંઘું શહેર છે, ત્યારપછી વિશ્વસ્તર પર નવી દિલ્હી 101મા સ્થાન પર અને ચૈન્નાઈ 143મા સ્થાન પર છે. સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે બેંગ્લુરુ 171 અને કોલકાતા 185મા ક્રમ સાથે સૌથી ઓછા ખર્ચાળ ભારતીય શહેર છે.
|
વૈશ્વિક યાદીમાં હોંગકોંગ ટોપ પર રહ્યું છે. ત્યાર પછીના બીજા ક્રમે અશ્ગાબાત (તુર્કેમેનિસ્તાન) છે, જાપાનનું ટોક્યો અને સ્વિટઝરલેન્ડનું ઝૂરિક ક્રમશ: ત્રીજા અને ચોથા સ્થાન પર છે. સિંગાપોર ગયા વર્ષ કરતા બે સ્થાન નીચે જઈને પાંચમા સ્થાન પર છે.