મોબાઇલ અને કમ્પ્યૂટર આવ્યાં એટલે સાથેસાથે ઇન્ટરનેટ આવ્યું. ઇન્ટરનેટ આવ્યું એટલે સાથોસાથ વાઇફાઇ આવ્યું. વાઇફાઇ આવ્યું એટલે ચિંતા લાવ્યું! ત્રાસવાદના આ સમયમાં ચિંતા એ વાતની કે કોઈ વાઇફાઇમાં જોડાઈને તેનો દુરુપયોગ ન કરે. ઇન્ટરનેટ ડેટાને સુરક્ષિત રાખવા માટે દેશમાં અનેક પ્રકારની કસરતો થઈ રહી છે. પરંતુ આનંદના સમાચાર દેશની અંદરથી જ આવ્યાં છે. આ માટે વિદેશ તરફ નજર દોડાવવાની જરૂર નથી. કોણે કહ્યું કે ભારતમાં પ્રતિભાઓની ખોટ છે? વાત એ છે કે તેના તરફ ધ્યાન ઓછું જાય છે.
હકીકતે વાત એમ છે કે રાયપુર સ્થિત રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (એનઆઈટી)ના વિદ્યાર્થી શ્રેયાંશ શર્માએ ડેટાની સુરક્ષા માટે રસ્તો શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. તેણે એક વિશેષ પ્રૉગ્રામ ઘડી કાઢ્યો છે. પ્રૉગ્રામમાં એ પ્રકારની સુવિધા આપવામાં આવી છે કે જેનાથી વાઇફાઇની ચિંતા દૂર થઈ જશે.
વાઇફાઇ સિસ્ટમમાં જ્યારે અજાણ્યું યંત્ર જોડાશે ત્યારે એક સેકન્ડની અંદર જ વાઇફાઇ સ્વતઃ બંધ થઈ જશે. સાથે જ પુનઃ નવા સિક્યૉરિટી પાસવર્ડ સાથે એક સેકન્ડની અંદર એક્ટિવ થઈ જશે. હકીકતે વાઇફાઇમાં ફાચર મારવાની ફરિયાદો સતત દેશભરમાં થઈ રહી છે. પરંતુ તેનો કોઈ નક્કર ઉપાય મળતો નહોતો. એવું લાગે છે કે હવે ઉપાય મળી ગયો છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રૉગ્રામ આ વિદ્યાર્થીએ નાની ઉંમરમાં તૈયાર કર્યો છે. આ પ્રૉગ્રામ કઈ રીતે કામ કરે છે? શ્રેયાંશ નામના આ વિદ્યાર્થીએ એવું સૉફ્ટવેર તૈયાર કર્યું છે જે કંપની અને સામાન્ય લોકો એમ બંને માટે ઉપયોગી છે. શ્રેયાંશે જણાવ્યું કે કમ્પ્યૂટરની ભાષા પાઇથૉન ભાષા અને અન્ય ભાષાના આધાર પર તેને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કંપનીના બધા કમ્પ્યૂટરનામેકઍડ્રેસનેકૉડિંગ કરી શકાય છે. અજાણ્યું યંત્રનું મેક એડ્રેસ જેવું વાઇફાઇ સાથે જોડાય છે તો વાઇફાઇ એક સેકન્ડ માટે બંધ થઈ જાય છે અને તે પોતાનો નવો પાસવર્ડ સર્જી લે છે. તેનાથી કંપનીનું કમ્પ્યૂટર એક સેકન્ડ માટે ઇન્ટરનેટની સુવિધાથી વંચિત થઈ ગયા બાદ પુનઃ જોડાય જાય છે. જે અજાણ્યું યંત્ર જોડાવાની કોશિશ કરે છે તેને અસ્વીકૃત કરીને સર્કલ એરિયાથી દૂર કરી દેવામાં આવે છે.
શ્રેયાંશે કહ્યું કે અગાઉ વાઇફાઇ સુરક્ષા માટે ડબ્લ્યુઇએ-બેની સુરક્ષા ઉપયોગમાં લાવવામાં આવતી હીત. તેમાં હેકરમિડલમેનનો ઉપયોગ કરીને વાઇફાઇહૅક કરી લેતા હતા. ઉલ્લેખનીય છે કે કમ્પ્યૂટર અને વાઇફાઇ વચ્ચે જે પણ ગણીગાંઠીસેકન્ડનું અંતર રહેતું તેટલી સેકન્ડમાંમિડલમેનવાઇરસ કામ કરી જતો હતો. હવે ઉપયોગમાં લેવાતી સિસ્ટમમાં કોઈ પણ કમ્પ્યૂટર કામ રહ્યાં હોય તો તેમાં વાઇફાઇકનેક્ટની સંખ્યા જોઈ શકાય છે. પરંતુ દુવિધા એ છે કે આ કમ્પ્યૂટર કંપનીનું છે કે નહીં તે ઓળખવું અઘરું પડે છે. તેના કારણે અજાણ્યું યંત્ર તમારા વાઇફાઇ સાથે જોડાઈને ડેટાનો ઉપયોગ કરી લે છે.
શ્રેયાંશે જણાવ્યું કે વાઇફાઇથીઅજાણ્યા યંત્રને રોકવા માટે પ્રણાલિ તૈયાર કરવામાં આવી છે, પરંતુ પ્રણાલિને એક સેકન્ડ બંધ કરવામાં આવે ત્યારે ઇન્ટરનેટનું કામ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ જાય છે. તમે જેટલી વેબસાઇટખોલી હોય તે ફરીથી ખોલવી પડે છે. જોકે સુરક્ષાના દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો આ સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર સાબિત થાય છે.
આજે જ્યારે મોબાઇલ, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ અને વાઇફાઇ વગર ચાલે તેમ જ નથી, ઉપરાંત વાઇફાઇ અને ડેટા પાછળ પાંચસોથી માંડીને પંદરસો સુધીના રૂપિયા ખર્ચાતા હોય અને તેના પર જ બાળકોના સ્કૂલના પ્રૉજેક્ટથી માંડીને બિલ ભરવાં, ટિકિટ બુક કરાવવી, કંપનીનાં કામો કરવા, ફિલ્મો જોવી વગેરે કામથી માંડીને મનોરંજન તેના પર નિર્ભર હોય ત્યારે વિચારો કે જો કોઈ અજાણ્યું યંત્ર જોડાઈ જાય અને તે તમારા ડેટાને વાપરી નાખે તો તમારે તો ધુંબો લાગી જવાનો ને? અને હા, જો કોઈ ત્રાસવાદી તમારા નેટવર્કનો ઉપયોગ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે કરે તો કેટલી ચિંતા!આવામાંરાયપુરનાએનઆઈટીના આ વિદ્યાર્થીએ બનાવેલો પ્રૉગ્રામઆશાનું કિરણ જણાય છે. તે કેટલો ચલણી છે તે આવનારા સમયમાં ખબર પડશે.