જ્યારે ફેસબુકે ગયા સપ્તાહમાંજાહેર કર્યું કે તેણે લાખો લોકોનાખાતાંના પાસવર્ડ અસુરક્ષિત રીતે સંગ્રહિત કર્યા છે. તેણે સિક્યૉરિટીસેટિંગનામહત્ત્વ પર ભાર મૂક્યો કે આપણામાંના ઘણા બે પરિબળોનાઅધિકૃતકરણનાઉપયોગનેઅવગણીએ છીએ.
આ બે પરિબળોનાઅધિકૃતકરણનું કારણ ફેસબુક એ કહે છે કે જો તમારો પાસવર્ડ ખોટા લોકોના હાથમાં જતો રહે તો પણ તેઓ તેને ખોલી શકશે નહીં. તેઓ એમ નહીં કહે કે ખાતામાંલૉગ ઇન કરનાર તેઓ નથી અને તમે જ છો.
આ બે પરિબળોનાઅધિકૃતકરણ કઈ રીતે કામ કરે છે? ઉદાહરણ દ્વારા સમજો. તમે તમારા ઑનલાઇન બૅન્ક ખાતામાંલૉગ ઇન થવા તમારું યુઝર નેમ અને પાસવર્ડ નાખો છો. આ છે પગલું ક્રમાંક ૧.
તે પછી બૅન્ક તમારા ફૉન પર એક એસએમએસ મોકલે છે જેમાં એક સંખ્યા હોય છે. હવે તમારે જો ઑનલાઇન બૅન્ક ખાતામાંલૉગ ઇન થવું હોય તો આ એસએમએસમાં રહેલી સંખ્યા દાખલ કરવી પડે છે. આ છે પગલું ક્રમાંક બે. આ રીતે તમે અધિકૃતકરણ કરેલું છે કે ફૉન નંબર તમારો જ છે. તેથી તમારા બદલે કોઈ બીજું જો લૉગ ઇન કરવા જાય તો તેની પાસે પાસવર્ડ તો હશે પરંતુ તમારો ફૉન નંબર નહીં હોય અને ફૉન નંબર હશે તો પણ ફૉન નહીં હોય. તેથી તે બીજા પગલામાં એસએમએસ દ્વારા જે સંખ્યા તમારા ફૉન પર મોકલાઈ છે તે દાખલ નહીં કરી શકે. તે નિષ્ફળ જશે.
પરંતુ આ સાથે, માનો કે, તે કોઈ રીતે ભૂલ કરી બેસે છે અને બીજા પગલામાં જાય છે તો એસએમએસ તો તમારા ફૉન પર આવે છે. ત્યારે તમને ખબર પડી જાય છે કે તમે તો લૉગ ઇન કરી રહ્યા નથી તો પછી આ એસએમએસ કેમ આવ્યો? આથી તમે તે જ વખતે તમારા ફેસબુકખાતાને સુરક્ષિત કરી શકો છો અથવા ફેસબુકને જાણ કરી શકો છો કે તમારા ખાતામાંલૉગ ઇન થવા કોઈ કોશિશ કરી રહ્યું છે.
લે, વાહ! આ તો એકદમ સરળ અને છતાં સુરક્ષિત. છતાં બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. ગૂગલ મુજબ, તેના માત્ર ૧૦ ટકા વપરાશકારો જ પોતાના ગૂગલખાતાંને સુરક્ષિત કરવા માટે બે પરિબળોનાઅધિકૃતકરણનો ઉપયોગ કરે છે. ગૂગલના જી-મેઇલ, ફૉટો અને કેલેન્ડર જેવા અનેક સાધનો છે જેનો લોકો ઉપયોગ કરતા હોય છે.
ગૂગલના એકાઉન્ટ સિક્યોરિટી વિભાગના વડા ગુએમ્મીકિમ કહે છે કે “વપરાશકારને સાઇન અપ કરાવવો અઘરો છે. તે કંટાળાજનક લાગે છે.” વાસ્તવમાં તે જટિલ નથી. તાજેતરનાં વર્ષોમાં, આ ટૅક્નૉલૉજી વધુ સુરક્ષિત હોવાનું જણાયું છે અને કેટલાક કિસ્સાઓમાં તો તે વાપરવું સરળ પણ છે.
આનું કારણ એ છે કે એસએમએસ મેળવવા ઉપરાંત તમે હવે એપમાંદર્શાવેલાકૉડ દ્વારા પણ લૉગ ઇન કરી શકો છો. આમ તમે ફિઝિકલ સિક્યોરિટી કી દાખલ કરીને કે તમારા ફૉનનેનૉટિફિકેશન મેળવી અને બટન દબાવીને આમ કરી શકો છો.
આ ઝંઝટ તો છે જ. આનું કારણ એ છે કે હવે સાઇબર વપરાશ વધ્યો છે. તેની સાથે બદમાશી પણ વધી છે. મોટા લોકોની વાત છોડો, સામાન્ય લોકોમાં પણ એવું બને છે કે દુશ્મની કાઢવા ફેસબુક ખાતું હૅક કરાયું હોય અને તેમાં કંઈક ભળતીસળતીપૉસ્ટ મૂકી દેવાઈ હોય. આના કારણે હવે ફેસબુકનીસુરક્ષા, જી-મેઇલની સુરક્ષા અગત્યની બની ગઈ છે. તેના માટે પહેલાં એવી સલાહો અપાતી હતી કે તમારો પાસવર્ડ સતત બદલતા રહો. થોડીથોડી વારે પાસવર્ડ બદલી નાખવા જોઈએ. આ ઉપરાંત પાસવર્ડમાં સામાન્ય રીતે લોકો પોતાનાં નામ, પોતાનાં માતાપિતા, પત્ની કે અન્ય પરિવારજનોનાં નામ પરથી, પોતાની જન્મતારીખ પરથી રાખતાં હોય છે. આવું ન કરવું જોઈએ પરંતુ અક્ષરો, આંકડા, @, %, $, આવાં ચિહ્નોનો સમાવેશ અટપટી રીતે કરીને પાસવર્ડ રાખવો જોઈએ જેથી કોઈ આવું સંયોજન વિચારી જ ન શકે.