વર્ષ 2025ના પહેલા જ દિવસે પંજાબી ગાયક દિલજીત દોસાંઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને વચ્ચે વાતચીત થઈ રહી છે.
પીએમ મોદીએ આ મીટિંગનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે વીડિયોની સાથે લખ્યું, ખૂબ જ યાદગાર વાતચીત! આ છે હાઈલાઈટ્સ… વીડિયોમાં વડાપ્રધાન મોદી અને દિલજીત વચ્ચેની વાતચીત જોઈ શકાય છે.
સિંગર દિલજીત વીડિયોમાં ફૂલોનો ગુલદસ્તો લઈને આવતા જોવા મળે છે. બાદમાં પીએમ મોદી તેમનું અભિવાદન કરતા દેખાય છે. આ પછી પીએમ મોદી તેમને કહે છે, સારું લાગે છે જ્યારે ભારતના ગામડાનો છોકરો વિશ્વમાં પોતાનું નામ પ્રખ્યાત કરે છે. તમારા પરિવારે તમારું નામ દિલજીત રાખ્યું છે, તેથી તમે લોકોના દીલ જીતી રહ્યા છો.
આ પછી દિલજીતે કહ્યું, અમે પુસ્તકોમાં વાંચતા હતા કે મારું ભારત મહાન છે. પણ, જ્યારે મેં આખા ભારતનો પ્રવાસ કર્યો ત્યારે મને ખબર પડી કે આ વાત શા માટે કહેવાય છે? કારણ કે મારું ભારત મહાન છે. ભારતનો સૌથી મોટો જાદુ યોગ છે તેના પર પીએમ મોદીએ કહ્યું કે જેણે યોગની શક્તિનો અનુભવ કર્યો છે તે તેની શક્તિને જાણે છે.
View this post on Instagram
‘હૃદયમાંથી જે આવે છે તે હૃદય સુધી પહોંચે છે’
આ પછી દિલજીત કહે છે, મેં તાજેતરમાં તમારો એક ઈન્ટરવ્યુ જોયો. તમારા પદને લીધે અમે પુત્ર અને બીજી બધી બાબતો ભૂલી જઈએ છીએ. જ્યારે તમે તમારી માતા વિશે કે ‘માતા ગંગા’ વિશે લાગણીશીલ બનો છો, ત્યારે તે હૃદયને સ્પર્શી જાય છે. વાસ્તવમાં આ વાત દિલમાંથી આવી છે એટલે દિલ સુધી પહોંચી છે.
દિલજીતે પીએમ મોદી માટે ગીત ગાયું હતું
તેણે પીએમ મોદી માટે પંજાબીમાં ગીત પણ ગાયું હતું. દિલજીત જયારે ગીત ગાતા હતા ત્યારે પીએમ મોદી નજીકમાં પડેલા ટેબલને તબલાની જેમ વગાડતા હતા, સિંગર દિલજીત દોસાંઝે પણ તેમના ઈન્સ્ટાગ્રામ પર પીએમ મોદી સાથેની મુલાકાતની માહિતી શેર કરી હતી. તેણે તેના કેપ્શનમાં લખ્યું, 2025ની શાનદાર શરૂઆત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ખૂબ જ યાદગાર મુલાકાત. અમે સંગીત સહિત ઘણી બાબતો વિશે વાત કરી.