GalleryEvents નૌસૈનિકોએ યુદ્ધજહાજો પર, મુંબઈના પ્રતીકાત્મક સ્થળોએ કર્યો યોગાભ્યાસ June 20, 2023 આ વર્ષના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પૂર્વે 19 જૂન, સોમવારે ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો – આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ કોલકાતા અને આઈએનએસ દીપકના તૂતક પર નૌસૈનિકોએ યોગ અને મેડિટેશન સત્રોમાં ભાગ લીધો હતો. મુંબઈના સમુદ્રકાંઠા નજીક લાંગરેલા યુદ્ધજહાજો પર પણ નૌસૈનિકો યોગ કરતા જોવા મળ્યા હતા. ‘આઈએનએસ મુંબઈ’ જહાજના જવાનોએ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, તાજ પેલેસ હોટેલ, હુતાત્મા ચોક, સીએસટી રેલવે સ્ટેશન સામે, મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય સામે, એશિયાટિક સોસાયટી લાઈબ્રેરીના પગથિયા સહિત અનેક પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ કર્યા હતા. (તસવીર સૌજન્યઃ @DefenceMinIndia)