અમેરિકા: ChatGPTના પ્રણેતા અને OpenAIના CEO સેમ અલ્ટમેનની બહેને જ તેના પર જાતિય શોષણનો આરોપ મૂક્યો છે. અમેરિકાની મિસૌરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેમ અલ્ટમેનની બહેન એની અલ્ટમેને પોતાના જ ભાઈ પર શારીરિક-માનસિક સતામણી કરતો હોવાની ફરિયાદ સાથે કેસ કર્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સેમ અલ્ટમેન 1997થી 2006 સુધી મારા પર જાતિય શોષણ કરતો હતો. તે સમયે હું ત્રણ વર્ષની હતી અને સેમ 12 વર્ષનો. મિસૌરીમાં ક્લેટોન સ્થિત અમારા ઘરમાં જ તે વિવિધ રીતે મને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
Hello social medias, this is a heavy post so please keep scrolling if needed.
(1/3)
— Annie Altman (@anniealtman108) November 14, 2021
એની અલ્ટમેને આરોપમાં જણાવ્યું હતું કે, ‘અઠવાડિયામાં અનેક વખત સેમ મારા પર દુષ્કર્મ કરતો હતો. સેમના આવા વ્યવહારના કારણે મારું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું. તેમજ હું ડિપ્રેશન સહિત વિવિધ માનસિક તણાવોનો સામનો કરી રહી હતી. આ ઘટનાઓના લીધે હું સામાન્ય જીવન જીવી શકતી નથી.’ એનીએ જ્યુરી ટ્રાયલ સહિત પોતાના નુકસાનના કારણે 75 હજાર ડોલરની માગ કરી છે.
એની અલ્ટમેનના તમામ આરોપોને સેમ અલ્ટમેન અને તેમના પોતાના જ પરિવારે વખોડ્યા હતા. સેમ અલ્ટમેને ટ્વિટર પર પોતાના પરિવારનો પત્ર રજૂ કરતાં તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. જેમાં તેમની માતા કોની અને ભાઈ જેક તથા મેક્સના હસ્તાક્ષર પણ છે. આ પત્રમાં લખ્યું છે કે, ‘એની (એન)એ અમારા પરિવારને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. આ તદ્દન ખોટાં દાવાઓ છે. અમે એનીની ગોપનીયતા અને માનને ધ્યાનમાં રાખી ક્યારેય જાહેરમાં તેના આવા વ્યવહારનો જવાબ આપવા માગતા ન હતા. પરંતુ તેણે કેસ કરતાં હવે અમારે મૌન તોડવુ પડ્યું છે.’
My sister has filed a lawsuit against me. Here is a statement from my mom, brothers, and me: pic.twitter.com/Nve0yokTSX
— Sam Altman (@sama) January 7, 2025
એનીનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ
સેમ અલ્ટમેનના પત્રમાં એનીનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં લખ્યું છે કે, ‘અમારો પરિવાર એનીને ખૂબ પ્રેમ કરે છે. અને હંમેશા તેનુ હિત જ ઈચ્છે છે. તે ઘણા વર્ષોથી માનસિક રીતે અસ્વસ્થ છે. અમે સતત તેને સાજી કરવાના પ્રયાસો કર્યા છે. તેને હંમેશા આર્થિક અને માનસિક રીતે મદદ કરી છે. પરંતુ તેનું માનસિક સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી તે અવાર-નવાર અમારા ઉપર ખોટાં આરોપો મૂકે છે. અમે તેના તમામ ખર્ચાઓ પૂરા કરતાં હોવા છતાં તે સતત પૈસાની માગ કરતી રહે છે અને જો પૈસા ન મળે તો ખોટાં આરોપો મૂકી બદનામ કરે છે.’એનીએ અગાઉ પણ કરી હતી ફરિયાદ
એન અલ્ટમેને નવેમ્બર, 2021માં ટ્વિટર પર જાહેરમાં પોતાના જ ભાઈઓ પર શોષણના આરોપો મૂક્યા હતા. તેણે પોસ્ટ કરી હતી કે, તેના જ સગા ભાઈઓ ખાસ કરીને સેમ અને જેક અલ્ટમેને તેનું જાતિય, શારીરિક, માનસિક, મૌખિક, આર્થિક અને ટેક્નોલોજિકલ શોષણ કર્યું છે.