આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણે એવી ચીજ-વસ્તુઓનું રક્ષણ કરવા માટે વિચારવું પડે છે જેમણે હમેશા આપણું પોષણ કર્યું છે. આ માનવીય ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હશે કે આપણે ગ્રહને બચાવવાની વાત કરવી પડી રહી છે. પહેલા ક્યારેય કોઈને આવો મૂર્ખામીપૂર્ણ વિચાર નહીં આવ્યો હોય કે તેઓએ પૃથ્વીને બચાવવો પડશે. પૃથ્વીએ સદૈવ આપણી કાળજી રાખી છે.
આ ગ્રહની જાળવણી અને સંભાળ રાખવી એ આપણાં માટે સારા જીવનની આશા રાખવાથી કઈ અલગ નથી, કેમ કે સારા ગ્રહ વિના સારું જીવન ન હોઇ શકે. અત્યારે આપણે પરિયાવરણીય ચિંતાઓને એવી રીતે જોઈ રહ્યા છીએ જાણે આપણે કોઈ રૂણ અદા કરવાનું હોય. તે રૂણ નથી, તે આપણું જીવન છે. આપણે જે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ એ તે જ છે.
જ્યાં સુધી લોકો આને વિચારે નહીં અને આનો અનુભવ ના કરે, હું નથી માનતો કે તેઓ સાચી રીતે કોઈ કાર્ય મોટા પાયે કરી શકે. જો લોકોને જમીનની ચિંતા નથી, તેઓ આખા દેશનો વિનાશ નોતરી શકે. આપણી જે કઈ આર્થિક ચિંતા હોય – આપણે ઘણી ચીજો કરવાની છે – આપણે પરિયાવરણીય ચિંતાઓને આપણાં આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ આપવો જ રહ્યો. નહિતર, આપણે ખૂબ મોટી કિમત ચૂકવવી પડશે. આ એવી ચીજ છે જેના વિષે નીતિ-ઘડનારા, ઉધ્યોગ જગત અને લોકો સતત જાગૃત હોવા જોઈએ અને પ્રયત્નશીલ હોવા જોઈએ.
લોક ચેતનામાં ઉછાળો લાવવો કદાચ લાંબા ગાળાનો પ્રોજેકટ હોઇ શકે છે, પણ જો નેતૃત્વ – જે લોકો સત્તા અને જવાબદારીના પદ પર છે – આના વિષે સાચે જ તેઓ સ્વયં વિચારે અને અનુભવ કરે, તો આપણે બધી જ ચીજોમાં એક મોટો પરીવર્તન લાવી શકિએ. જો પૃથ્વી પરના અગત્યના માણસોની ચેતના – જે રીતે તેઓ જીવનને જુએ છે, વિચારે છે અને અનુભવ કરે છે – ને બદલી શકાય, અને જો સંસાધનોનું જરૂરી ધ્યાન અને રોકાણ સાચી દિશામાં કરવામાં આવે છે, તો ધરતી માતા જાતે જ અનુકૂળ થશે.
જો આપણે તેમને માત્ર એક તક આપીએ છીએ, તો તેઓ બધું જ ફરીથી વીપૂલતા અને સુંદરતામાં પરિવર્તિત કરી દેશે. આપણે કોઈ મહાન કાર્ય કરવાનું નથી, આપણે ધરતીને ઠીક કરવાની નથી. જો આપણે પોતાને પીડા આપ્યા વિના દખલગીરી, જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી, ઓછી કરીએ છીએ, જો આપણે જે કરી રહ્યા છીએ તે નુકસાન ઓછું કરીએ છીએ, તો બાકીનું જાતે જ થઈ જશે.
તમારી આસપાસના જીવનની ચિંતા કર્યા વિનાની અધ્યાત્મિક પ્રક્રિયા એ અધ્યાત્મિક પ્રક્રિયા નથી કેમ કે જે કોઈ પણ પોતાની અંદર ઝાંખે છે, જે સ્વયંમાં પ્રેરિત થાય છે, કૂદરતી રીતે જ અનુભવે છે કે તેનું અસ્તિત્વ અને બાહ્ય અસ્તિત્વ અલગ-અલગ નથી. મૂળભૂત રીતે અધ્યાત્મિકતાનો અર્થ સર્વ-સમાવેશી અનુભવ છે. જ્યારે સર્વ-સમાવેશી અનુભવ હોય છે, ત્યારે તમારી આસપાસની કાળજી અને ચિંતા કરવી બહુ જ કૂદરતી છે.
તે મારી ઈચ્છા છે કે આપણે એક પેઢી તરીકે દરેક રીતે આફત ના બની જઈએ. જો આપણે જીવનમાં તે ના કરીએ જે આપણાથી ના થાય, તો કોઈ સમસ્યા નથી. પણ જો આપણે તે ના કરીએ જે આપણે કરી શકીએ છીએ, તો આપણે એક આફત છીએ.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.