પ્રશ્ન: શું કોઈએ ગુરુ પ્રત્યે પ્રેમની અનુભૂતિ કરવી જોઈએ? તે એવી ભાવના છે જેનો આપણામાંના ઘણા લોકો અનુભવે છે.
સદગુરુ: જેને તમે પ્રેમ કરો છો – ગુરુ, તમારા પતિ, તમારા બાળકો, ગમે તે – તે ફક્ત તમારી ભાવના છે. તે યોગ્ય કે ખોટું નથી પણ અત્યારે, જો તે તમારા જીવનમાં સૌથી વધુ તીવ્ર વસ્તુ હોય, તો તેને વધુ તીવ્ર બનાવો.
જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે એ તમારી અંદરની સૌથી સુખદ સ્થિતિ છે. પ્રેમ એ તમારા અસ્તિત્વમાં હોવાની એક અદ્દભૂત રીત છે. પરંતુ શું તે અંતિમ રીત છે? ના. પ્રેમનો અર્થ છે, મૂળભૂત રીતે, તમને હજી પણ કોઈક અથવા કોઈની સાથે એક થવાની ઝંખના છે. તમે માત્ર ઝંખના કરો છો. તે તમને ત્યાં ક્યારેય પહોંચાડશે નહીં. પ્રેમ એ લક્ષ્ય નથી. પ્રેમ એ એક વાહન છે જે તમને ચોક્કસ દિશા તરફ લઈ જાય છે.
પ્રેમ લગભગ તમને એવું અનુભવ કરાવે છે કે તમે એક છો. પરંતુ અમુક સમયે, તમે તમારા પ્રેમથી પૂરતા પ્રમાણમા હતાશ થાઓ છો. જો તમે ક્યારેય હિમાલયની મુસાફરી બસ દ્વારા કરી હોય, તે એવું લાગે છે કે તમે ક્યાય પહોચતા નથી. એવું લાગે છે કે આ માત્ર મુસાફરી જ છે. શરૂઆતમાં, તે આનંદકારક લાગશે. થોડા સમય પછી, તે નિરાશાજનક બનશે કારણ કે તમે ક્યાંક જવા માંગો છો.
હમણાં તમે બસમાં છો – તે ઠીક છે. પરંતુ જો બસ ક્યાંય જતી નથી, તો કોઈ અર્થ નથી. તેથી જ્યારે તમે “ગુરુ પ્રત્યેનો પ્રેમ” કહો છો, તો મુદ્દો એ છે કે, જો તમે પોતાને પ્રેમના વાતાવરણમાં ફેરવો છો, તો તે આનંદથી આ દુનિયામાંથી પસાર થવાની સંભાવના છે, પછી તમારી આસપાસ ગમે એ થઈ રહ્યું હોય.
જો તમારામાં કોઈ પ્રેમ નથી, તો તમારે તમારા અસ્તિત્વના આનંદની ખબર હોવી જ જોઇએ. તમારા શરીરના દરેક કોષને મધુર બનવું જોઈએ. તમે કોઈને પ્રેમ કરતા નથી, તમે કોઈને પસંદ કે નાપસંદ કરતા નથી – તમે તમારી અંદરથી એટલા સુખદ છો કે ફક્ત તમારી હાજરી જ સુખદ છે. જ્યાં સુધી તમે આવા ન બનો, ત્યાં સુધી પ્રેમમય રહેવું જ શ્રેષ્ઠ રીત છે.
જે ક્ષણે તમે કોઈને પ્રેમ કરો છો, તમે અપેક્ષા કરો છો કે કોઈ તમને જવાબ આપે. જ્યારે તે કોઈ જવાબ આપે છે, ત્યારે બે લોકો વચ્ચે આપ-લે/વ્યવહાર થાય છે. થોડા સમય પછી, આ વ્યવહાર અપેક્ષાની ભાવના તરફ દોરી જાય છે. ચોક્કસ પ્રકારનું વર્તન અપેક્ષિત છે. નહીં તો તેનાથી એકને અથવા બીજાને અપાર પીડા થાય છે.
એક ગુરુ ફક્ત એટલી હદે જ રમત રમી રહ્યો છે કે તમે તેના પ્રેમમાં પડો, પરંતુ તે જ સાથે એ તમારી સાથે ક્યારેય ફસાઈ શકશે નહીં. પણ ધીરે ધીરે, જો તમે તમારી સાધના ચાલુ રાખો છો, તો તમે જોશો કે તમારી ઉર્જાઓ તેની સાથે કંપે છે. ભાવનાત્મક સ્થિતિમાંથી, આપણે ધીમે ધીમે તેને ઉર્જા સ્થિતિમાં સ્થળાંતરીત કરી શકીએ છીએ. તે એક અદ્દભૂત રીત છે કારણ કે તે સ્થિતિમાં, ગુરુને જે કરવાનું છે તે કરવાની વધુ સ્વતંત્રતા છે.
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
(સદગુરુ જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.