દેવતાઓની આત્મા અને શરીર બંને પાવન હોય છે. આ માટે તે ભ્રષ્ટાચાર કરવામાં, જૂઠું બોલવામાં, દગો કરવામાં જરા પણ સંકોચ નથી કરતો. મૂલ્યોની સાથે સાદગી ભર્યું જીવન જીવવામાં તેને શરમ આવે છે. એ વિચારે છે કે લોકો શું કહેશે? પરંતુ એ નથી વિચારતો કે ખોટું આચરણ કરવા પર તેની અંતરઆત્મા શું કહી રહી છે? તે એવા લોકો વિશે વિચારે છે કે જે તેને દિવસમાં બે-ચાર વાર મળે છે. 24 કલાક સાથે રહેવા વાળી અંતરઆત્માની વાત નથી સાંભળતો.
મહાભારતમાં યક્ષ-યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું કે મોટું આશ્ચર્ય કયું છે? તો યુધિષ્ઠિરે કહ્યું કે દરરોજ પ્રાણીઓને મોતના મુખમાં જતા જોઈને પણ મનુષ્ય એ જ વિચારે છે કે તે ક્યારેય નહીં મરે, આજ સૌથી મોટું આશ્ચર્ય છે. પરંતુ આજના સંદર્ભમાં દિવસે અને દિવસે આ ફેશનના કારણે છેડતી, અપહરણ વિકાર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે મનુષ્ય પશ્ચિમનું અનુકરણ કરી રહેલ છે. સમાજમાં ન ઈચ્છતા બાળકો તથા ગુપ્ત રોગ ફેલાઈ રહેલ છે છતાં પણ વિવેકની આંખો ઉપર પટ્ટી બાંધી લોકો એમ વિચારે છે કે મારી ફેશન કરવાનો આ સમસ્યાઓ સાથે કોઈ સંબંધ નથી. સમસ્યાઓ તો બીજા લોકોના કારણે છે આજ સૌથી મોટું આશ્ચર્ય છે.
કોઈ એવું ન સમજી લે કે અમે સજાવટ, શણગાર, ઘરેણા વિગેરેના વિરોધી છીએ. ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે સાત્વિકતા, નૈતિકતા, શ્રેષ્ઠ ચારિત્ર્ય તથા માનવીય ગુણોને ત્યાગીને એકબીજાને નીચા દેખાડવા શરીર તરફ બધાનું ધ્યાન આકર્ષણ કરવાની ભાવના થી કરવામાં આવતું કર્મ વ્યર્થ છે, અધોગતિ તરફ લઈ જનાર છે. નહીં તો ભારતના દેવી દેવતાઓને 16 શણગાર દેખાડવામાં આવે છે છતાં પણ તેમને ફેશનેબલ નથી ગણતા. તેમના કપડા ખૂબ કિંમતી હોય છે છતાં પણ ભક્ત લોકો તેમની પૂજા કરે છે તથા તેમની મહિમામાં તેમના શણગારની તથા તેમના કમળ નયન, કમળ કાન વગેરે શબ્દથી મહિમા કરે છે. આનું કારણ એ છે કે દેવતાઓ પોતાના પૂર્વજન્મમાં યોગ યુક્ત થઈને યોગેશ્વર પરમાત્મા દ્વારા પ્રાપ્ત શક્તિઓથી ઇન્દ્રિયજીત તથા ઇચ્છા માત્રમ અવિદ્યા બન્યા.
આ વિજયના ઇનામના ભાગ રૂપે પ્રકૃતિએ દાસી બનીને દેવતાઓને સુંદર શરીર આપ્યું તથા શણગારના સાધન પણ આપ્યા. દેવતાઓની આત્મા અને શરીર બંને પાવન હોય છે. તેઓને સુંદર દેખાવા માટે કોઈ પ્રાકૃતિક સાધનોની જરૂરિયાત નથી પડતી. તેઓ સ્વાભાવિક રૂપ થી શરીરના પ્રત્યેક અંગની સુંદરતાની સાથે આ દુનિયામાં આવે છે તથા સમગ્ર દેવનગરી પરમ સુંદર શરીરોમાં બિરાજમાન પરમ સુંદર આત્માઓથી સજાયેલી રહે છે.
સત્યુગની દુનિયામાં પાંચ વિકારો રૂપી રાવણ પ્રવેશતા નથી. દેવતાઓને ખરાબ દ્રષ્ટિ એટલે શું તેનું જ્ઞાન પણ નથી હોતું. અહીં કળિયુગમાં તો લોકો શારીરિક રૂપથી રોગી તથા બનાવટી ચીજોના ઉપયોગ થી શરીરની આશક્તિમાં ડૂબેલા રહે છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)