વિચારો પર ટીવીનો પ્રભાવ

ટીવી જોયા પછી જો આપણે પુસ્તક વાંચવા બેસીએ કે કોમ્પ્યુટર ઉપર કામ કરવા બેસીએ તો મન તેમાં એકાગ્ર એટલું સહેલાઈ થી નહિ થાય. ટીવીનો પ્રભાવ, મીડિયાનો પ્રભાવ આપણા મનની એકાગ્રતા ઉપર ચોક્કસ અસર કરે છે. આપણે સમજવું જોઈએ કે, ટીવી સિરિયલો તથા ચર્ચાઓ દ્વારા આપણે મનમાં કેટલી બધી નકારાત્મક વાતો મનમાં ભરી રહ્યા છીએ. બાળકોના કાર્યક્રમમાં ભાગ લેનાર પાત્રો વિવિધ પ્રકારના વસ્ત્રો(કપડા) પહેરીને પોતાની કળા રજૂ કરે છે. આપણા ઘરના બાળકો પણ આ કાર્યક્રમ જુએ છે પરિણામે તેઓ પણ આ પ્રકારના કપડા લેવાની જીદ કરે છે, તેથી ઘરમાં તણાવ થાય છે. આપણા બાળકોએ જોયું કે કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોએ કેવા કપડાં પહેર્યા હતા? તથા કેવા પ્રકારનો અભિનય કર્યો હતો. તેટલે તેમને આટલી બધી પ્રશંસા મળી, ખ્યાતિ મળી. આપણા બાળકો પણ તેવું જ ઈચ્છે છે કે આ પ્રકારે મને પણ પ્રશંસા મળે. આ બધી ઈચ્છાઓ જીવનમાં ખુશી મેળવવા માટે ઉભી થઇ રહી છે.  અને ખુશીનો આધાર બની રહી છે.

આ માટે ઘરમાં એવી સમજણ ઉભી કરવી પડશે કે આપણે ટીવીમાં શું જોવું છે તથા કેટલો સમય જોવું છે. તે જોયા પછી મારા ઉપર તેનો કેટલો પ્રભાવ પડશે? આપણને ટીવી જોવાની ઈચ્છા થાય છે, પિક્ચર જોવા છે, પરંતુ એ તો નક્કી કરી શકીએ છીએ કે શું જોવું છે તથા કેટલો સમય જોવું છે? જો  બાળકોને આપણે વધુ પડતું ટીવી જોવાની ટેવ છોડાવવા ઈચ્છતા હોઇએ તો પહેલા પોતે તેનું પાલન કરવું પડશે અને તેનો પ્રભાવ બાળકો પર પણ પડશે. આટલી ચર્ચા કર્યા પછી આપણે એ નિયમ બનાવીએ કે આપણે ટીવીમાં શું જોવું છે? કેટલું જોવું છે? કેટલો સમય જોવું? આ બહુ જ મોટા બદલાવની વાત છે. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ટીવી જોવાથી આખો બગડે છે, સમય વેડફાય છે. વાસ્તવમાં ટીવીના દ્રશ્યો આપણા મનનું પુરુ નિયંત્રણ લઈ લે છે પછી તે જોવાની ટેવ પડતી જાય છે. સુચનાઓની ગુણવત્તાનું મહત્વ :- અત્યાર સુધી આપણે એવું વિચારતા હતા કે, ટીવી જોવાથી કે સારું પુસ્તક વાંચવાથી આપણને ખુશી મળે છે. આ ક્રિયા ફક્ત થોડા સમય માટે આપણને હેરાન કરનારા   વિચારોથી દૂર લઈ જઈ શકે છે. પણ હવે આપણને સમજણ પડી ગઈ છે કે ટીવી જોવું કે પિક્ચર જોવું એ  મારા માટે કુટેવ બની શકે છે, કારણ કે તે સમયે આપણે જે દૃશ્ય જોઈએ છીએ આપણું મન તે પ્રમાણે  વિચાર કરતું થઇ જાય છે.

આપણા જીવનની યાત્રા પણ એક નાટક જ છે. તેમાં એક પછી એક અલગ અલગ દ્રશ્યો આવતા જાય છે. આપણા જીવનમાં આવનાર દરેક દ્રશ્યને આપણે સાક્ષીભાવથી જોવા જોઈએ. જયારે ટીવીમાં  સીરીયલ જોતા હોઈએ છીએ ત્યારે ચેક કરીએ કે ટીવી જોતા સમયે મારા મનમાં કેવા વિચારો આવે છે? કોઈપણ દ્રશ્ય જોતા સમયે ખુશી કે દર્દ આ બંને પ્રકારના હોર્મોન્સ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરને સારી રીતે ચલાવવા માટે  શરીર અને મન બંનેને હોર્મોન્સની જરૂરિયાત હોય છે. પરંતુ બહારનું દ્રશ્ય જોઈને આપણે ઉત્તેજનાનો અનુભવ કરીએ છીએ, તેથી શરીરમાં પણ ઉત્તેજનાના જ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આપણને જે તે વખતે સારું પણ લાગે છે. આ રીતે બહારનું દ્રશ્ય જોઈને ખુશી આનંદની ટેવ પડી જાય છે.  જેવી રીતે નશાકારક પદાર્થો લેવાની એક ટેવ પડી જાય છે, કે જે શરીર માટે નુકસાનકારક હોય  છે. જયારે કોઈ ટીવી પર કાર્યક્રમ જોવાથી ખુશી-આનંદનો અનુભવ થાય છે. પરંતુ ધીરે-ધીરે તે કાર્યક્રમ જોવાના આપને ગુલામ બની જઈએ છીએ. જો કોઈ વખત આપણે ઘેર મોડા પહોંચ્યા કે વીજળી નથી કે જેથી તે સમયે આપણે તે કાર્યક્રમ ટીવી પર ન જોઈ શક્યા, તો તે વખતે આપણે અસહજતાનો અનુભવ થાય છે. જેની આપણને ટેવ હતી, તે જોવા ન મળ્યું, પરિણામે આપણે દુ:ખી, હતાશાનો અનુભવ કરીએ છીએ.

જ્યારે આપણે ટીવી જોઈએ છીએ ત્યારે તેનો ગહેરો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. થોડા સમય પહેલા મનમાં બીજા વિચારો ચાલતા હતા, પણ ટીવી કાર્યક્રમ જોવાથી ધીરે-ધીરે તે જુના વિચારો બંધ થઈ જાય છે અને આપણે અનુભવ કરીએ છીએ કે આપણું મન શાંત થઇ જાય છે. આપણે ટીવી કાર્યક્રમ જોવામાં એકાગ્ર થઇ જઈએ છીએ. આ પરિસ્થિતિમાં આપણે સાક્ષીભાવથી જોઈએ કે વિચારીએ, જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ. ધીરે-ધીરે એ દ્રશ્યો આપણા મનનો કબજો લઈ લે છે અને કાર્યક્રમમાં આવતા પ્રસંગો અનુસાર આપણું મન ખુશી કે દુઃખનો અનુભવ કરતું જાય છે.

વધુ આવતા લેખમાં…

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]