વિશ્વાસ મોટી તાકાત છે, જે બીજાને મજબૂત બનાવે

આમ કરવાથી આપણા સંબંધો નો પાયો ખૂબ મજબૂત બનશે. ત્યાર બાદ સામેવાળી વ્યક્તિ તમારી સામે કદી જૂઠું નહીં બોલે. જો તેણે સમયસર કામ નથી પણ કર્યું તો તે તમને સાચું જણાવી દેશે. આપણી સામે વ્યક્તિઓ જૂઠું બોલે છે તથા પોતાના બચાવમાં કારણ રજૂ કરે છે. કારણકે સાચું બોલવાથી સામેથી જે પ્રતિક્રિયા મળશે તે બરાબર નહીં મળે. તમે ઉર્જા મોકલવાની કળા શીખી ગયા તો તમને ખબર હશે કે સકારાત્મક ઉર્જાનું પરિણામ હંમેશાં સકારાત્મક જ હોય છે.

જો મનમાં કોઈ શંકા છે, અવિશ્વાસ છે તો તેનું પરિણામ પણ તેવું જ હશે. ઘણીવાર એવું બને છે કે ઉપરથી આપણે કહીએ છીએ ચાલો કોઈ વાત નહીં હું સમજી ગયો, પરંતુ અંદર વિચારીએ છીએ કે સામેવાળી વ્યક્તિ ખોટું બોલે છે. પછી આપણે આશા રાખીએ છીએ કે સામેવાળી વ્યક્તિ આપણા ઉપર વિશ્વાસ રાખે. તે તેવું નહીં કરે કારણકે આપણે તેના ઉપર વિશ્વાસ નથી રાખ્યો. જો સામેવાળી વ્યક્તિ જૂઠું બોલે છે તેમ છતાં તમે તેનો સ્વીકાર કરો જ્યારે તમે તેને સ્વીકૃતિ ની ઉર્જા મોકલશો ત્યારે તે પોતાની નકારાત્મક વિચારસરણીથી બહાર આવી જશે. માતા-પિતા એ પોતાના બાળકો સાથે કે ઉપરી અધિકારીએ પોતાના કર્મચારી સાથે શું કરવું જોઈએ? ફક્ત સકારાત્મક વિચારોની ઉર્જા દ્વારા તેમના અંદરની નકારાત્મકતા ને દૂર કરવાની છે.

સુધી આપણે નકારાત્મક વિચારો સામે નકારાત્મક ઉર્જા મોકલતા હતા, પરિણામે આપણને નકારાત્મક ઉર્જા જ પ્રાપ્ત થતી હતી. પહેલા તે ખોટું બોલ્યો. પછી મે તેને ધમકાવ્યો. તેણે મારી ટીકા કરી. આમ જ્યારે હું તેના ઉપર ગુસ્સે થયો તો પરિણામ શું આવ્યું? આ રીતે આપણે પરસ્પરના સંબંધો સુધારી રહ્યા છીએ કે બગાડી રહ્યા છીએ? આ રીતે આજ સુધી કોઈ સુધર્યું નથી. આપણે એ જોવું જોઈએ કે સામેથી કેવી ઉર્જા આવી રહી છે? જો સામેથી સકારાત્મક ઉર્જા આવી રહી છે તો તમારી સકારાત્મક ઉર્જા તેની સાથે જોડાઈ જ જશે. જો બીજી બાજુ થોડી નકારાત્મકતા છે તો આપની સકારાત્મકતા તેને ધીરે ધીરે ખતમ કરી દેશે.

જો આપણે નકારાત્મક ઉર્જા મોકલી રહ્યા છીએ તો તેની અસર કામ પર પણ થશે. આજ કાલ કોઈના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. લોકો દગો આપે છે કારણકે પરસ્પર અવિશ્વાસની નેગેટીવ ઉર્જા મોકલવામાં આવે છે. વિશ્વાસ એક બહુજ મોટી તાકાત છે. જે બીજાને મજબૂત બનાવે છે. બીજા ઉપર વિશ્વાસ કરવો તથા તેને માન આપવું એ આપણા હાથમાં છે. જો હું તમારા ઉપર વિશ્વાસ કરીશ ત્યારે જ હું તમને માન આપી શકીશ. આપણી અંદર ગુસ્સો છે તો આપણી અંદરથી વિશ્વાસ તથા સન્માન એ બે ગુણ દૂર જતા રહે છે. જ્યારે હું કહું છું કે હું તમારા પર વિશ્વાસ કરું છું અર્થાત હું તમારી નબળાઈને જોવા છતાં તેનો સ્વીકાર કરું છું તથા તેના બદલે હું વિશ્વાસના ની ઉર્જા તમને મોકલી રહેલ છું. જે તમારી નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે.