મોહ થી બચવા માટે ઘૃણાને અપનાવવી તે સાચો રસ્તો નથી

અતિન્દ્રીય સુખનો અનુભવ તે જ કરી શકે છે કે જે ભગવાનના બની જાય છે. હવે જે એશ મળે છે તેને પરમ-આનંદ કહી શકાય. ભૌતિક જગતનો એશ તો સાધનોના થોડા સમયના પ્રયોગથી પ્રાપ્ત થાય છે. જે થોડા સમય માટે ખુશી આપે છે. ત્યારબાદ મન નવા- નવા સાધનો પાછળ ભાગે છે. પશ્ચિમના દેશોમાં જલ્દી-જલ્દી જૂની વસ્તુઓનો નિકાલ કરી તેના બદલે નવી વસ્તુઓ વસાવવામાં આવે છે.

કુટુંબ જીવનને પણ આ વૃત્તિ અસર કરે છે. ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધુ છે. તેઓ માને છે કે નવા સાથી દ્વારા સુખ મળે છે. પરંતુ ભારતની સંસ્કૃતિ કહે છે કે નવું નવ દિવસ અને જૂનું 100 દિવસ. આ સૃષ્ટિમાં સૌથી જૂનું કોણ? તો જવાબ મળશે “ઈશ્વર”. કારણકે તે અવિનાશી છે. આપણા રંગમંચ પર આવવાની પહેલા તથા પછી પણ તેમની ડાયરેક્ટર તરીકેની ભૂમિકા ચાલતી જ રહે છે. સાચું એશ, સાચું સુખ ચેન તેમના સાનિધ્યમાં જ છે. તેમનો પ્રેમ અનંત છે. ઈશ્વરને બુદ્ધિરૂપી આંગળી પકડાવી દેવાથી જીવન પરમાનંદની લહેરોમાં લહેરાવા લાગે છે. તેમની સાથે સંબંધ જોડવાથી આત્મા માલા- માલ બની જાય છે. આત્મા ઈશ્વર ના બેહદ વરસાની અધિકારી બની તમામ અભાવો થી મુક્ત થઈ જાય છે. તેમના સમાન પૂજનીય બની જાય છે. આવો, આજથી આપણે એશો આરામની પ્રચલિત માન્યતાને બદલી દઈએ તથા ઈશ્વરના પ્રેમમાં તથા તેમની શ્રીમતમાં સાચા એશનો અનુભવ કરીએ.

એ મનોવિજ્ઞાનિક સત્ય છે કે જેવી રીતે પાણી ઢાળ તરફ વગર પ્રયત્નએ વહે છે તેવી રીતે માનવનું મન પણ રાગ અને દ્વેશના ઢાળ તરફ સહેલાઈ છે વહે છે. માટે જ વિદ્વાનો કહ્યું છે કે હે માનવ! રાગ તથા દ્વેષ બંને તરફ વહેવાથી મનને રોક. રાગ મોહ છે અને દ્વેષ ઘૃણા છે. સંસારમાં જો કોઈને કોઈ થી ઘૃણા છે તો રાગ પણ જરૂર હશે. જેવી રીતે ત્રાજવાના એક પલડામાં જો વજનદાર વસ્તુ છે તો બીજું પલડું તેની જાતેજ ઉપર ઉઠી જશે. તેવી જ રીતે જો કોઈના પ્રત્યે મોહ હશે તો કોઈના પ્રત્યે નફરત પણ જરૂર હશે. મનુષ્ય રાગ તથા દ્વેષથી મુક્ત થઈને સમાન દ્રષ્ટિ વાળો બની શકે છે. આ બંને ભાવ પક્ષપાતી બનાવે છે. રાગના કારણે એક વ્યક્તિને તેની યોગ્યતાથી વધુ આપવામાં આવે છે તથા નફરતના કારણે બીજાને યોગ્ય હોવા છતાં આપવામાં નથી આવતું.

મોહ અને ઘૃણા જ સંસારમાં સર્વ દુ:ખોનું મૂળ કારણ છે. આધ્યાત્મિક પુરુષાર્થનું અંતિમ લક્ષ્ય છે મોહને ખતમ કરી ઈશ્વરીય સ્મૃતિમાં લીન થવું શરીર, માન, શાન વિગેરેથી ઉપરામ થઈને ઈશ્વરની સ્મૃતિમાં ખોવાઈ જવું. પરંતુ આ સ્થિતિની પ્રાપ્તિમાં મોહ રૂપી જાળ જેટલી મનુષ્યને ફસાવે છે, ઘૃણા પણ તેટલી જ મોટી દિવાલ બનીને વિઘ્ન નાંખે છે. કોઈના પ્રત્યે ઘૃણ ઉત્પન્ન થાય છે તો મોહ તેની જાતે જ સમાપ્ત થઈ જાય છે. પરંતુ મનુષ્ય પરમાત્માની યાદમાં સ્થિત નથી થઈ શકતો કારણ કે પહેલા જે યાદ મોહના રૂપમાં હતી હવે તે ધૃણાના રૂપમાં બની ગઈ. પરંતુ ઈશ્વર સ્વરૂપના બની. આમ એક વિકારનું બીજા વિકાર સાથે પરિવર્તન તો થઈ ગયું પરંતુ તેનો નાશ ના થયો. જેવી રીતે કોઈ વ્યક્તિ વાઘને સામે જોઈને તેનાથી બચવા માટે ઊંડા ખાડામાં કૂદી જાય તો તે વાઘની હિંસાથી તો બચી જશે પરંતુ ઊંડા ખાડામાં પડવાથી ઇજાનો ભોગ બની જાય છે. આજ રીતે મોહ થી બચવા માટે ધ્રુણાને અપનાવવી તે સ્મૃતિ સ્વરૂપ બનવાનો સાચો રસ્તો નથી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)