ભોજન પહેલા એ ત્રણ વ્યક્તિઓનો આભાર માનવો જોઈએ

મારા બાળપણમાં, હું મારા પિતાને દરેક ભોજન પહેલા અને પછી એક મંત્ર જાપતા જોઈ શકતો હતો – અન્નદાતા સુખી ભવ દરરોજ. આ એકમાત્ર મંત્ર હતો જે તેઓ અમને તેમના સાથે જાપવા કહેતા.

પ્રાર્થના છે, ‘જે મને અન્ન આપે છે, તે સુખી થાય.’ જ્યારે તમે આ મંત્રનું જાપ કરો છો, ત્યારે તમે ત્રણ વ્યક્તિઓ માટે સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો છો જે તમારા ભોજન સુધી ખોરાક પહોંચાડે છે. પહેલી વ્યક્તિ છે ખેડૂત, જે ખાદ્ય અનાજની ખેતી કરે છે. બીજી વ્યક્તિ છે વેપારી, જે આ અનાજની ખરીદી કરી, તે આપણા ઘરોમાં પહોંચાડે છે. ત્રીજી વ્યક્તિ છે, જે આપણું ભોજન રસોઈ કરે છે.

જો કોઈ દેશમાં ખેડૂતોની આંખોમાં આંસુ હશે, તો તેમની દ્રારા ઉગાડેલા ખોરાકને ખાવાથી કોઈ પણ વ્યકિત સુખી, સ્વસ્થ અને સંતોષી રહી શકશે નહીં. આપણે આ દેશના કોઈપણ ખેડૂતને હતાશ કે નિરાશ ન થવા દઇએ. દરેક ખેડૂતની આંખોના આંસુ પછાડવા, તેમને તાકાત આપવા અને તેમને જણાવી દેવા કે તેઓ એકલા નથી, એની જવાબદારી આપણી છે. અને દરેક ભોજન સાથે, આપણે તેમની સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ થવા માટે પ્રાર્થના કરીએ છીએ.

પ્રાર્થનાના સાથે, આપણા આર્ટ ઓફ લિવિંગના ટ્રેનરો લાખો ખેડૂતોને કુદરતી ખેતીના તાલીમ આપીને સમૃદ્ધ બનાવી રહ્યા છે. જેથી તેમની પાક પોષકદ્રવ્યોયુક્ત, કુદરતી રીતે ઉગાડેલી અને ખેડૂતો તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે સારી છે. ખેડૂતોને શૂન્ય ઇનપુટ ખર્ચ થાય છે અને તેઓ વધુ ઉત્પાદનમાંથી સારા નફા મેળવતા રહ્યા છે.

બીજું, આપણે વેપારી અને દલાલની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ, જે ખાદ્ય અનાજને વેચી અમને પહોંચાડે છે. જ્યારે કોઈ દેશના વેપારી દુ:ખી થાય છે, ત્યારે તે આખી અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. જ્યારે વેપારીઓ અનાજની સંગ્રહ કરી રહે છે અથવા ખેડૂતોનો શોષણ કરે છે, ત્યારે તે દેશની સમગ્ર સમૃદ્ધિને અસર કરશે. તેથી, આપણે તેમની હૃદયમાં સમૃદ્ધિ અને મનમાં પવિત્રતા માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે લોકો અસંતુષ્ટ અને દુ:ખી હોય છે, ત્યારે જ તેઓ લોભમાં પેચાઈ, ખોટી કે અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. એટલે, આપણા વેપારીઓ માટે સંતોષ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી અગત્યની છે.

ધર્મશાસ્ત્રો પ્રમાણે, એક વેપારી પોતાનાં નફામાંથી 20% પોતાને રાખી શકે છે, એથી વધારે નહીં. પરંતુ આજકાલ, સ્થિતિ જુદી છે અને આપણે ઘણા વેપારીઓને વધારે નફો રાખતા જોઇએ છીએ, જે યોગ્ય નથી. તેના બદલે, બજારમાં વધુ ઉત્પાદન વેચાય છે, ત્યારે વેપારીએ પણ ખાતરી કરવી જોઈએ કે ખેડૂતોને પણ નફામાં સમાન ભાગ મળે.

ત્રીજી વ્યક્તિ, જેના કલ્યાણ માટે આપણે આ મંત્રથી પ્રાર્થના કરીએ છીએ, તે છે, જે વ્યક્તિ અવિરત મહેનત કરીને આપણું ભોજન બનાવે છે. જે વ્યકિત ભોજન બનાવે છે અને આપણા માટે પીરસે છે, તેના આંખોમાં ક્યારેય આંસુ ન હોવા જોઈએ. જો તેમને આંસુ આવે, તો ઘરમાં દરેક વ્યકિત દુ:ખી થાય છે.

જો તમે વિચારશો, તો સાચો અન્નદાતા (ખોરાક આપનાર) કશી સિવાય પરમાત્મા નથી. અને ભગવાન તો હંમેશા સુખી અને સંતોષી રહે છે. ભગવાન ક્યારેય દુ:ખી થાય છે? ના! છતાં, સ્થૂળ પદાર્થ જગતના સ્તરે, આપણે પરમાત્માને, જે આ અન્નદાતા છે, તેમની સુખાકારી અને ત્રણે વ્યક્તિઓ માટે પ્રાર્થના કરીએ છીએ, જે આપણને જીવન યાપવા માટે ખોરાક પૂરું પાડે છે.

આપણે આ મંત્રને દરરોજ, ભોજન પહેલા અને પછી બંને વખતે જાપવો જોઈએ. ખોરાક લેતા પહેલા અને પછી તેમને આશીર્વાદ આપો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)