મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રાઇટ્સ ઇશ્યુ 20મેએ ખૂલીને ત્રીજી જૂને બંધ થશે, એમ કંપનીએ સેબી અને સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી અને પેટ્રોકેમથી લઈને ટેલિકોમ જેવા અનેક સેક્ટરમાં બિઝનેસ કરનારી કંપનીએ રાઇટ્સ ઇશ્યુથી રૂ. 53,125 કરોડ એકઠા થવાનું લક્ષ્ય રાખ્યું છે. રિલાયન્સે 30 એપ્રિલે ચોથા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કરવાની સાથે રાઇટ્સ ઇશ્યુનું પણ એલાન કર્યું હતું.
પાછલા ત્રણ દાયકામાં આ સૌથી મોટો રાઇટ ઇશ્યુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું આ રાઇટ્સ ઇશ્યુથી રૂ. 53,125 કરોડની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય છે. કંપનીના બોર્ડની 15 મેએ થયેલી બેઠકમાં રાઇટ્સ ઇશ્યુ કમિટીની પણ બેઠક થઈ હતી, જેમાંઆ રાઇટ્સ ઇશ્યુને મંજૂરી આપવામાં આવી હતી. રાઇટ્સ ઇશ્યુનમી રેકોર્ટ ડેટ 14 મે નક્કી કરવામાં આવી. પાછલા ત્રણ દાયકામાં આ રાઇટ્સ ઇશ્યુ RILનો પહેલો રાઇટ્સ ઇશ્યુ છે.
રિલાયન્સના 15 શેરો પર રાઇટ્સ ઇશ્યુ હેઠળ એકક શેર આપવામાં આવશે. કંપની રૂ. 10નો શેર શેરદીઠ રૂ. 1247પ્રીમિયમે કુલ રૂ. 1257એ આપશે. રાઇટ ઇશ્યુ વખતે અજી સમયે અરજીકર્તાએ 25 ટકા રકમ આપવી પડશે. આમાં રૂ. 2.5 ફેસ વેલ્યુ અને રૂ. 311.75 પ્રીમિયમ આપવા પડશે. એટલે કે પ્રતિ શેર રૂ. 314.25 આપવા પડશે. બાકીની રકમ જે રૂ. 942.75 છે, એ પ્રતિ શેર માટે એકસાથે અથવા હપતામાં લેવામાં આવશે, જોકે આનો નિર્ણય હાલ કંપનીના બોર્ડ પર છોડવામાં આવ્યો છે.