નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના લોકોએ ફરી એક વાર પાકિસ્તાન સરકારની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન તેજ કરી દીધું છે. ઘણા સપ્તાહોથી POKના નાગરિકો રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિસ્તારની આર્થિક સ્થિતિ અને વિકાસ ના થતો હોવાને કારણે લોકોમાં આક્રોશ છે. આંદોલનકરી રહેલા દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝડપમાં એક પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાન પોલીસ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના બેનર હેઠળ થઈ રહેલા પ્રદર્શનોને દબાવવાના પ્રાસ કરી રહી છે. JAACના POKમાં ઘઉં અને વીજળીની ઊંચી કિંમતો અને એલિટ વર્ગના વિશેષાધિકારોને અંતને લઈને બંધની હાકલ કરી હતી. પાકિસ્તાનના વિવાદિત ક્ષેત્રમાં શનિવારે પોલીસ અને નાગરિકોની વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વિસ્તારમાં ચક્કાજામ કરી દીધું હતું અને દુકાનો બંધ રાખવામાં આવી હતી.
Deeply concerned about the situation in AJK.
Unfortunately in situations of chaos and dissent there are always some who rush in to score political points. While debate, discussion and peaceful protests are the beauties of democracy , there should be absolutely no tolerance for…
— Shehbaz Sharif (@CMShehbaz) May 12, 2024
તેમને છેલ્લાં 70 વર્ષોથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. પેઢીઓથી તેમને આર્થિક રીતે વધવાની મંજૂરી નથી આપવામાં આવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ્સ પર ભારતની વિરુદ્ધ પાકિસ્તાનના રાજકીય એજન્ડા માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.