Home Blog Page 932

અફવાઓથી બચવા સરકારે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ફોલો કરવાની કરી અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે, ખાસ કરીને પહેલગામ આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને અફવાઓનો દોર શરૂ થયો છે. આવા સંવેદનશીલ સમયમાં, ભારતના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને સચોટ માહિતી મળે તે માટે પોતાની સત્તાવાર WhatsApp ચેનલ શરૂ કરી છે. સંરક્ષણ મંત્રાલયના પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટે આ ચેનલની શરૂઆત 7 નવેમ્બર, 2023ના રોજ કરી હતી, 10 મે, 2025ના રોજ, @SpokespersonMoDએ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લોકોને આ ચેનલ ફોલો કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.

આ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ સંવેદનશીલ સમયમાં WhatsApp પર ઘણી ખોટી માહિતી અને ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યાં છે. સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી સચોટ માહિતી માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો.” આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો પણ આપવામાં આવી છે, જેનાથી લોકો સચોટ અને સાચી માહીત મેળવી શકે છે. X પર @SpokespersonMoD, Instagram પર @defenceminindia, Facebook પર @DefenceMinIndia, YouTube પર @DefenceMinIndia, LinkedIn પર @defenceminindia, અને Threads પર @defenceminindia

લકશ્કરી કાર્યવાહી વચ્ચે જામનગરના વેપાર-ધંધા ઠપ, સુરક્ષિત રહેવાની કરાઈ અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા સૈન્ય તણાવ અને પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ની અસર ગુજરાતના જામનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જામનગરના કલેક્ટરે એરફોર્સ સ્ટેશનથી મળેલી સૂચના અનુસાર, જિલ્લામાં આપત્કાલીન સ્થિતિ જાહેર કરી દીધી છે. આજે, 10 મે, 2025ના રોજ, તમામ વેપાર, ઉદ્યોગ, અને ધંધાઓ બંધ રાખવા અનુરોધ કરાયો છે, અને નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરવામાં આવી છે. X પરની પોસ્ટમાં, @infojamnagargog દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે, જેમાં કલેક્ટરના આદેશનો ઉલ્લેખ કરાયો છે.

આ પગલું ભારતીય એરફોર્સના જામનગર સ્ટેશનથી મળેલી ચેતવણીને કારણે લેવામાં આવ્યું છે, જેમાં સરહદી વિસ્તારોમાં સુરક્ષા જોખમની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ અને જામનગર જેવા સરહદી જિલ્ળાઓમાં, પોલીસ અને સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. DGP ઑફિસે 7 મે, 2025ના રોજ પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી હતી, જ્યારે રાજ્ય સરકારે 9 મે, 2025ના રોજ તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી.

જામનગરમાં આજના દિવસે તમામ વેપાર-ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લોકોની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે લેવામાં આવ્યો છે. નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા. આ સાથે, જિલ્લામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં વાહન ચેકિંગ અને સરહદી વિસ્તારોમાં ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પરિસ્થિતિમાં, જામનગરના નાગરિકો અને વેપારીઓને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે. વધુમાં, રાજ્ય સરકારે હોસ્પિટલોમાં આગોતરી તૈયારીઓ કરી છે, જ્યારે એરપોર્ટ્સ જેમ કે ભુજ, રાજકોટ, અને જામનગર આગામી સૂચના સુધી બંધ રહેશે. આ પગલાંથી જામનગરમાં શાંતિ અને સુરક્ષા જાળવાઈ રહી છે.

ઓપરેશન સિંદૂરમાં પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી માર્યા ગયા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” અંતર્ગત 7 મેએ પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો, જેમાં મુદસ્સર ખાદિયાન ખાન ખાસ, હાફિઝ મોહમ્મદ જમિલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ (અબુ અકાશા) અને મોહમ્મદ હસન ખાન – પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા, એમ ગુપ્તચર એજન્સીઓનો અહેવાલ કહે છે.

મોહમ્મદ જમિલ અને યુસુફ અઝહર બંને મૌલાના મસૂદ અઝહરના સાળા હતા. મુદસ્સર ખાદિયાન લશ્કર-એ-તૈયબાના મુરીદકે સ્થિત મુખ્યાલય ‘મરકઝ-તૈયબા’નો વડા હતો. યુસુફ અઝહર IC-814 હાઈજેક કેસમાં વોન્ટેડ હતો અને હસન ખાન પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કશ્મીરીનો પુત્ર હતો.

હવે ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓનો વિગતવાર પરિચય

  1. મુદસ્સર ખાદિયાન ખાસ ઉર્ફે અબુ જુંદાલ
    તે લશ્કર-એ-તૈયબાથી જોડાયેલો હતો. મુરીદકેમાં આવેલા લશ્કરના મુખ્યાલય ‘મરકઝે તૈયબા’નો પ્રમુખ હતો. પાકિસ્તાની સેનાએ તેને ગાર્ડ ઓફ ઓનર આપી હતી. તેની નમાજ-એ-જનાઝા એક સરકારી શાળામાં પઢવામાં આવી, જેમાં JUD (જમાત ઉદ દવા – એક વૈશ્વિક આતંકવાદી સંગઠન)નું નેતૃત્વ હાફિઝ અબદુલ રઉફે કર્યું હતું. પાકિસ્તાની સેનાના વડા જનરલ અસિમ મુનીર અને પંજાબની CM મરિયમ નવાઝે તેના માટે દુઆ પઢી. તેના નમાજ-એ-જનાઝામાં પાક સેનાના એક સેવાનિવૃત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના IG અબુ ઝુંદાલ પણ હાજર રહ્યા હતા.
  2. હાફિઝ મોહમ્મદ જમિલ
    જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો અને મૌલાના મસૂદ અઝહરના સૌથી મોટો સાળા હતો. તે બહાવલપુર સ્થિત જૈશના હેડક્વાર્ટર ‘મરકઝ સુભાન અલ્લાહ’નો ઇન્ચાર્જ હતો, જેને ભારતીય સેનાએ 7 મેની એર સ્ટ્રાઈકમાં નષ્ટ કરી દીધું હતું. તે યુવાનોને કટ્ટરપંથી વિચારો દ્વારા બ્રેઇનવોશ કરીને આતંકવાદ તરફ ધકેલતો હતો અને જૈશ માટે નાણાં એકત્ર કરવામાં સક્રિય હતો.
  3. મોહમ્મદ યુસુફ અઝહર
    મોહમ્મદ યુસુફ અઝહરને ઉસ્તાદ જી, મોહમ્મદ સલીમ અને ઘોસી સાહેબ તરીકે પણ ઓળખવામાં આવતો. તે જૈશનો મુખ્ય કમાન્ડર હતો અને મસૂદ અઝહરનો સાળા હતો. તે જૈશ માટે શસ્ત્ર તાલીમની જવાબદાર હતો. યુસુફ અઝહર કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલો હતો અને IC-814 કંધાર હાઈજેક કેસમાં ભારતને તેની તલાશ હતી.
  4. ખાલિદ ઉર્ફે અબુ અકાશા
    તે લશ્કર-એ-તૈયબાથી જોડાયેલો હતો. તે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યો હતો. તેની ભૂમિકા અફઘાનિસ્તાન મારફતે હથિયારની સ્મગલિંગમાં મહત્વની હતી. તેને ફૈસલાબાદના એક કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. તેના નમાજ-એ-જનાઝામાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.
  5. મોહમ્મદ હસન ખાન
    તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો. તે પાકિસ્તાનમાં જૈશના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કશ્મીરીનો પુત્ર હતો.

રોહિત પછી શું કોહલી પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે? BCCI ટેન્શનમાં

2025-27 વર્લ્ડ ચેમ્પિયનશિપ 20 જૂનથી ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે શરૂ થશે. આ પ્રવાસ પર, ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા પછી બીજો મોટો ફટકો પડી શકે છે. ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તેમણે આ અંગે સંકેત આપ્યો છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. વિરાટની નિવૃત્તિ ટીમ ઈન્ડિયાની તૈયારીઓ માટે મોટો ફટકો હોઈ શકે છે, કારણ કે આ સમયે તે ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે અને યુવા ખેલાડીઓને તેની જરૂર છે.

ટીમને વિરાટની જરૂર છે

જો વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે તો તે BCCI માટે મોટો ફટકો હશે. થોડા દિવસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી, ટીમમાં ફક્ત વિરાટ કોહલી જ બચ્યો છે જે યુવા ખેલાડીઓને સંભાળી શકે છે. રવિચંદ્રન અશ્વિન પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટથી દૂર થઈ ગયો છે. ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે ટીમની બહાર છે અને ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજા બાદ વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો વિરાટ કોહલી નિવૃત્તિ લે છે તો ડ્રેસિંગ રૂમમાં યુવા ખેલાડીઓ દબાણમાં આવશે. કોહલીએ ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી, તેનું ટીમ સાથે હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કોહલીનો ઈંગ્લેન્ડમાં શાનદાર રેકોર્ડ છે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડમાં શાનદાર રેકોર્ડ છે. તેણે અહીં 17 મેચમાં 1096 રન બનાવ્યા છે. આ રીતે, તે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે ચોથા સ્થાને છે. તેનાથી આગળ ફક્ત સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર છે. કોહલીએ 2018 માં ઇંગ્લેન્ડના પ્રવાસ પર સૌથી વધુ રન (593) બનાવ્યા હતા. જે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

તે ઇંગ્લેન્ડમાં ભારત માટે દ્રવિડ પછી બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે તમામ ફોર્મેટમાં 2,637 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં, જો તે નિવૃત્તિની જાહેરાત કરે છે તો ઇંગ્લેન્ડ પ્રવાસ પર યુવા ખેલાડીઓ પર ઘણું દબાણ આવશે. બીસીસીઆઈ ઈચ્છે છે કે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ સાથે રહે અને પોતાની બેટિંગ કુશળતા દર્શાવતો રહે.

નેશનલ એવોર્ડ વિજેતા પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું નિધન

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું મુંબઈમાં નિધન થયું. તેમણે અનેક ફેમસ અને હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

‘કાશીનાથ ઘાનેકર’, ‘બાલગંધર્વ’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘શહીદ ભગત સિંહ’, ‘દંગલ’ અને ‘જનતા રાજા’ જેવા વિવિધ પાત્રોના કોસ્ચ્યુમને વધુ વાસ્તવિક બનાવનારા પ્રખ્યાત ડિઝાઇનર વિક્રમ ગાયકવાડનું શુક્રવારે અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના નિધન પર બોલિવૂડના ઘણા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.

આ ફિલ્મોમાં કામ કર્યું
તમને જણાવી દઈએ કે વિક્રમ ગાયકવાડ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મેકઅપ આર્ટિસ્ટ હતા. તેમણે પાણીપત, બેલ બોટમ, ઉરી, ડર્ટી બ્લેકમેલ, દંગલ, પીકે, ઝાંસી, સુપર 30 અને કેદારનાથ જેવી ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે ઉત્તમ કામ કર્યું છે.

આ સાથે જ તેમણે ઐતિહાસિક ધારાવાહિક છત્રપતિ શિવાજી મહારાજમાં પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે પવનખંડ, ફતેહ શિકાસ્ટ અને શેર શિવરાજ જેવી ઐતિહાસિક ધારાવાહિકોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ ઉત્તમ ભૂમિકા ભજવી હતી. તેમને સાત વખત રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દંગલ, સંજુ, 3 ઈડિયટ્સ અને ભાગ મિલ્ખા ભાગ જેવી સેંકડો સુપરહિટ ફિલ્મો માટે તેઓ મેકઅપ ડિઝાઈનર હતા. તેમને 2013 માં બંગાળી ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

 

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

પહેલગામ આતંકવાદી હુમલા અને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પાકિસ્તાનમાં કુદરતી આફતે પણ હાહાકાર મચાવ્યો છે. શનિવારે, 10 મે, 2025ના રોજ રાત્રે 1:44 વાગ્યે (IST) પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે, 29.67° ઉત્તર અક્ષાંશ અને 66.10° પૂર્વ રેખાંશ પર હતું, એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ જણાવ્યું. આ ભૂકંપે લોકોમાં ગભરાટ ફેલાવ્યો, પરંતુ હાલમાં જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સમાચાર નથી.

આ ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે પાકિસ્તાન ભારત સાથે લશ્કરી સંઘર્ષની સ્થિતિમાં છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેના જવાબમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ હુમલાઓના પ્રયાસો કર્યા, જે ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. આ તણાવથી કચ્છ સરહદે હાઈ એલર્ટ છે, અને ગુજરાતમાં પોલીસ-સરકારી કર્મચારીઓની રજાઓ રદ થઈ છે. G7 દેશો અને સિંગાપોરે પણ પહેલગામ હુમલાની નિંદા કરી, બંને દેશોને સંયમ અને વાતચીતની અપીલ કરી.

પાકિસ્તાન, ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સના જંક્શન પર સ્થિત હોવાથી, ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ છે. 5 મેના રોજ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ પણ 10 કિલોમીટર હતી. આવા ભૂકંપો વધુ નુકસાન કરી શકે છે, કારણ કે ઊંડાઈ ઓછી હોવાથી ધરતીની સપાટી પર વધુ આંચકા અનુભવાય છે. X પરની પોસ્ટ્સમાં લોકોમાં ભય અને ચિંતા દેખાય છે, જોકે આ માહિતીની સત્તાધિકૃતતા ચકાસાયેલી નથી.

હાઇપરસોનિક મિસાઇલો શું છે? અવાજની ગતિ કરતા પણ 5 ગણી છે ઝડપી

મિસાઇલો ત્રણ પ્રકારની હોય છે. બેલિસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને હાઇપરસોનિક મિસાઇલ. હાઇપરસોનિક મિસાઇલ એવી મિસાઇલ છે જે અવાજની ગતિ કરતાં 5 ગણી એટલે કે મેક 5 કે તેથી વધુ ઝડપે ઉડે છે. આ મિસાઇલોને હવામાં ટ્રેક કરવા અને તોડી પાડવાનું લગભગ અશક્ય માનવામાં આવે છે.

આ મિસાઇલો સરળતાથી રડારથી બચી જાય છે. આમાં બે શ્રેણીઓ છે. હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ અને હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ. હાલમાં દુનિયાના થોડા જ દેશો પાસે હાઇપરસોનિક શસ્ત્રો છે. યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન હાઇપરસોનિક મિસાઇલ કાર્યક્રમોના અદ્યતન તબક્કામાં છે. તે જ સમયે, ભારત, ફ્રાન્સ, જર્મની, જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ હાઇપરસોનિક શસ્ત્રો વિકસાવી રહ્યા છે. ભારત પાસે એવી ઘણી મિસાઇલો છે જેની ગતિ Mach-5 કરતા વધુ છે.

ભારત પાસે આ Mach-5 સ્પીડ મિસાઇલો છે

પૃથ્વી મિસાઇલ

આ મિસાઇલ સપાટીથી હવામાં હુમલો કરે છે. તેની રેન્જ 2000 કિલોમીટર છે. તેની ગતિ મેક 8 છે.

અગ્નિ ૧

આ મિસાઇલ સપાટીથી હવામાં હુમલો કરે છે. તેની રેન્જ 700 થી 1250 કિલોમીટર છે. તેની ગતિ મેક ૭.૫ છે.

અગ્નિ 2

આ મિસાઇલ સપાટીથી સપાટી પર હુમલો કરે છે. તેની રેન્જ 2000 થી 3000 કિલોમીટર છે. તેની ગતિ મેક ૧૨ છે.

અગ્નિ ૪

આ મિસાઇલ સપાટીથી સપાટી પર પ્રહાર કરી શકે છે. તેની રેન્જ 4000 કિલોમીટર છે. તેની ગતિ મેક 7 છે.

અગ્નિ ૫

આ મિસાઇલ સપાટીથી સપાટી પર પ્રહાર કરી શકે છે. તેની રેન્જ 5000 કિલોમીટર છે. તેની ગતિ મેક 24 છે.

બ્રહ્મોસ 2

આ મિસાઇલ એક હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. તેની રેન્જ 1000 કિલોમીટર છે. તેની ગતિ મેક 7 છે.

પૃથ્વી એર ડિફેન્સ (PAD)

આ એક બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. તે 80 કિલોમીટરની ઊંચાઈ સુધી લક્ષ્ય બનાવી શકે છે. તેની સ્પીડ મેક 5 પ્લસ છે.

હવે બોર્ડર પર ફરવા મજબૂર બની પાકિસ્તાની સેના

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્મીના હુમલાઓનો જવાબ આપતાં ભારતીય સેનાએ પાકિસ્તાનના છ એરબેઝ ઉડાડી નાખ્યાં છે. સેનાએ પાકિસ્તાની લશ્કર અને લોજિસ્ટિક્સનાં મહત્વના બેઝ પણ નષ્ટ કરી નાખ્યાં છે. જેને કારણે પાકિસ્તાની આર્મી હવે આંધળી અને લૂલી બની ગઈ છે. હવે તેની પાસે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ AWACS રડાર નથી,  જેના દ્વારા તે ભારતીય સેના પર નજર રાખતી હતી. એટલે પાકિસ્તાન પાસે હવે પોતાની સેનાને આગળ ધપાવવાનો જ રસ્તો બચ્યો છે

દક્ષિણ એશિયા મુદ્દાઓના નિષ્ણાત માઈકલ કુગેલમેનએ જણાવ્યું કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થયા પછી અને AWACS જેવા ઉપકરણો તબાહ થયા પછી તે હવાઈ યુદ્ધમાં ભારતનો સામનો કરી શકશે નહીં. તેથી, તે જમીન પરના યુદ્ધ અને ગોળીબાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેના માટે સરહદ પર સૈન્યને તહેનાત કરવામાં આવી રહ્યું છે.

પંજાબના શેરકોટમાં સેનાએ ભારે વિનાશ ફેલાવ્યો છે. ત્રણ હેંગર, એક કન્ટ્રોલ ટાવર અને બે ઈંધણ સ્ટોરેજ યુનિટ્સને ભારે નુકસાન થયું છે. જેને કારણે પાકિસ્તાનની આખી વ્યૂહરચના નિષ્ફળ થઈ ગઈ છે.

ભારતીય સેનાના હુમલાએ પાકિસ્તાનને વ્યૂહાત્મક અને માનસિક બંને સ્તરે ઝટકો આપ્યો છે. પોતાની સેનાને સરહદ તરફ મોકલીને પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે હજી પણ ‘તૈયાર’ અને ‘સક્રિય’ છે, ભલે તેને મોટું નુકસાન ભોગવવું પડ્યું હોય. પાકિસ્તાનની સરકાર અને લશ્કર પોતાના નાગરિકોને બતાવવા માગે છે કે તેઓ જવાબ આપવા સક્ષમ છે. તે પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરી રહી છે.ઘણા ડિફેન્સ એનાલિસ્ટ્સ માને છે કે પાકિસ્તાન આ એક્ટિવિટી દ્વારા LoC પર ટેન્શન વધારવા માગે છે, જેથી ભારતનું વ્યૂહાત્મક ધ્યાન ભટકાય અને આંતરિક સુરક્ષા પર દબાણ વધે.

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા G7 દેશોનું મોટું નિવેદન, સંયમ અને શાંતિની અપીલ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સ્થિતિમાં G7 દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસ તેમજ યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિએ પહેલગામ હુમલાની કડક નિંદા કરી છે. G7એ નિવેદનમાં કહ્યું, “અમે પહેલગામના નિર્દોષ નાગરિકો પરના આ ઘૃણાસ્પદ હુમલાની નિંદા કરીએ છીએ અને ભારત તથા પાકિસ્તાનને સંયમ રાખવા વિનંતી કરીએ છીએ.” તેમણે લશ્કરી કાર્યવાહીઓથી પ્રાદેશિક શાંતિને જોખમ ઉભું થઈ શકે તેવી ચેતવણી આપી, બંને દેશોને વાતચીત દ્વારા તણાવ ઘટાડવા આગ્રહ કર્યો.

સિંગાપોરના વિદેશ મંત્રાલયે 9 મે, 2025ના રોજ નિવેદન જારી કરીને ચિંતા વ્યક્ત કરી, “અમે ભારત-પાકિસ્તાનના લશ્કરી સંઘર્ષથી ચિંતિત છીએ અને બંને દેશોને સંવાદ દ્વારા શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.” સિંગાપોરે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું. વધુમાં, સિંગાપોરે પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનની મુસાફરી ટાળવા, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવા, અને સ્થાનિક સમાચાર તેમજ અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા સૂચન આપ્યું.

આ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે વૈશ્વિક સમુદાય ભારત-પાકિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યો છે. G7 અને સિંગાપોરની શાંતિની અપીલ દ્વારા નાગરિક સુરક્ષા અને રાજદ્વારી ઉકેલ પર ભાર મૂકાયો છે.

હિના ખાનને ‘સીમા પારથી’ ધમકીઓ મળી, અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં અચકાતા નથી. તાજેતરમાં હિના ખાને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી હતી. હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે શાંતિ જાળવવાની અપીલ કરી અને ભારતીય સેનાનો આભાર માન્યો. આ પોસ્ટ પછી, હિનાના પાકિસ્તાની ચાહકોએ તેને અનફોલો કરવાનું શરૂ કરી દીધું અને અભિનેત્રીને ધમકીભર્યા સંદેશા મળવા લાગ્યા. હિના ખાને પોતે એક પોસ્ટ શેર કરતી વખતે આ દાવો કર્યો હતો અને તેનો યોગ્ય જવાબ પણ આપ્યો હતો.

હિના ખાનને મળી રહી છે ધમકીઓ
હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની ચાહકો તેને ગાળો આપી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે અને તેને અનફોલો કરી રહ્યા છે. હિનાએ પોસ્ટ શેર કરતી વખતે માત્ર તેમના પર પ્રહારો જ નહીં પણ એમ પણ કહ્યું કે જો તે ભારતીય નથી તો તે કંઈ નથી. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે હિનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક પોસ્ટ શેર કરી અને તેના પાકિસ્તાની ચાહકોને સંબોધિત કરતા કહ્યું કે જો તેઓ તેને ‘અનફોલો’ કરે તો કોઈ ફરક પડતો નથી.


હિના ખાને પોતાની પોસ્ટમાં લખ્યું,’મેં આખી જિંદગી ફક્ત સરહદ પારના લોકોને પ્રેમ કર્યો છે. ઓપરેશન સિંદૂર પહેલા અને પછી મારા દેશને ટેકો આપવા બદલ તમારામાંથી ઘણા લોકોએ મને ગાળો આપી અને શાપ આપ્યો. ઘણા લોકોએ મને અનફોલો પણ કરી. એટલું જ નહીં, ઘણા લોકો મને અનફોલો કરવાની ધમકી પણ આપી રહ્યા છે. આ ધમકીની સાથે, અપશબ્દો, અભદ્ર અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ફક્ત નફરત દર્શાવે છે. તમારા આ શબ્દો મારી બીમારી, પરિવાર અને મારા ધર્મ માટે પણ છે.

અભિનેત્રીએ આગળ લખ્યું- ‘મને અપેક્ષા નથી કે તમે મારા દેશને ટેકો આપો. તમે તમારા દેશને ટેકો આપો છો, એ ઠીક છે, મને અપેક્ષા નથી કે તમે આ પ્રસંગની ઝીણવટ સમજશો. હું ફક્ત એવી આશા રાખું છું કે આવા સમયે તમે ઓછામાં ઓછી થોડી માનવતા બતાવો, એ જ રીતે વર્તો જે રીતે હું તમારા બધા સાથે કરતી આવી છું. પણ મને લાગે છે કે આપણી વચ્ચે આ જ ફરક છે. જો હું ભારતીય નથી, તો હું કંઈ નથી. હું હંમેશા પહેલા ભારતીય રહીશ. તો તમે લોકો મને અનફોલો કરી શકો છો, મને તેની બિલકુલ પરવા નથી. મેં તમારામાંથી કોઈનો દુર્વ્યવહાર કર્યો નથી, મેં ફક્ત મારા દેશને ટેકો આપ્યો છે.’

હું મારા દેશ સાથે ઉભી રહીશ – હિના ખાન
હિના માને છે કે વ્યક્તિના શબ્દો તેની વિચારધારાને વ્યાખ્યાયિત કરે છે, જેના વિશે તેણીએ આગળ લખ્યું – ‘તમે જે કહો છો તે તમારી વિચારધારાને વ્યાખ્યાયિત કરે છે. તમે મુશ્કેલ સમયનો સામનો કેવી રીતે કરો છો તે એક માણસ તરીકે તમારા વ્યક્તિત્વની ઊંડાઈ દર્શાવે છે. તમે જે પણ છો, તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. હું મારા દેશને ટેકો આપીશ અને દેશની સાથે ઉભી રહીશ.’