Home Blog Page 846

ક્રૂડ પર ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઘટે એવી શક્યતા

નવી દિલ્હીઃ ક્રૂડ ઓઇલ માટે ભારત બીજા દેશો પર આધારિત છે. ભારત પોતાની જરૂરિયાત માટે આશરે 85 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. વિશ્વમાં ભારત ત્રીજો સૌથી મોટો ઓઇલ આયાત કરતો દેશ છે. પ્રથમ ક્રમે અમેરિકા અને બીજા ક્રમે ચીન આવે છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક મોટો દાવો કર્યો છે.

મિડિયા સાથેની વાતચીતમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે ભારત આંદામાનમાં એક પરિવર્તનકારી ઓઇલ ભંડારની શોધમાં છે. તેમણે તેની સરખામણી ગુયાનામાં હેસ કોર્પોરેશન અને CNOOC દ્વારા કરવામાં આવેલી મોટી શોધ સાથે કરી હતી. ઓઇલ ભંડારને મામલે ગુયાના વિશ્વમાં 17મા ક્રમ પર છે, જ્યાં અંદાજિત 11.6 બિલિયન બેરલ ઓઇલ અને ગેસ છે. તેમણે આગળ કહ્યું હતું કે જો ભારત આંદામાનમાં ગુયાનાની સમકક્ષ તેલ ભંડાર શોધી લે તો તે એક મોટી સફળતા રહેશે. અને ભારતનો અન્ય દેશો પરની નિર્ભરતા ઘટી જશે.

કેન્દ્રીય મંત્રી કહે છે કે મને લાગે છે કે આંદામાન સાગરમાં ગયાના જેવો મોટો ક્રૂડ ઓઇલનો ભંડાર મળી જવો માત્ર સમયની વાત છે, અને અમારી શોધ ચાલુ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે નાની શોધો સિવાય જો ભારત આંદામાન વિસ્તારમાં ગયાનાની જેમ મોટા પાયે તેલ ભંડાર શોધવામાં સફળ થઈ જાય છે તો દેશ 3.7 ટ્રિલિયન ડોલરની અર્થતંત્રમાંથી 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકે છે.

ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાત કરતો દેશ છે. કેટલીક અહેવાલો અનુસાર પોતાની સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભારત લગભગ 85-88 ટકા ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે. ભારતના મુખ્ય ક્રૂડ ઓઇલ પુરવઠાકાર દેશોમાં ઈરાક, સાઉદી આરબ, રશિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

હરિયાણવી સંગીત ઉદ્યોગમાં કામ કરતી મોડેલ શીતલની ગળું કાપી હત્યા

હરિયાણાના સોનીપતમાં ખાંડા ગામ પાસેથી પસાર થતી રિલાયન્સ કેનાલમાં એક યુવતીનો મૃતદેહ તરતો મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેનું ગળું કલાપીને હત્યા કરવામાં આવી છે. યુવતીની ઓળખ પાણીપતની રહેવાસી શીતલ તરીકે થઈ છે.

 

તે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોડેલિંગ કરતી હતી

તે નજીકના ખલીલા મઝરા ગામમાં રહેતી હતી. મૃતક શીતલ હરિયાણવી સંગીત ઉદ્યોગમાં મોડેલ તરીકે કામ કરતી હતી. તેના પરિવાર અને પાણીપત પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. પોલીસ હવે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

તે તેની બહેન સાથે પાણીપતમાં રહેતી હતી

મૃતક મોડેલ તાજેતરમાં તેની બહેન નેહા સાથે પાણીપતની સતકર્તન કોલોનીમાં રહેતી હતી. રવિવારે જ મૃતક શીતલની બહેને પાણીપતના ઓલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં શીતલના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

પાણીપત પોલીસને માહિતી આપવામાં આવી છે

શીતલના ગળા પર તીક્ષ્ણ હથિયારના નિશાન છે. પોલીસે મૃતદેહને કબજે લીધો છે અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસ ટીમ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પાણીપત પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. સોનીપત પોલીસ હવે પાણીપત પોલીસ તેમજ તેના પરિવારના સભ્યોની રાહ જોઈ રહી છે.

જાણો ACP અજિત સિંહે શું કહ્યું?

આ સમગ્ર કેસની માહિતી આપતા ACP અજિત સિંહે જણાવ્યું હતું કે ખારખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નહેરમાંથી એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. પાણીપતમાં ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતક છોકરીની ઓળખ શીતલ તરીકે થઈ છે. મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી ગઈ છે.

ભાવનગર: તલગાજરડામાં પૂર આવતા વિદ્યાર્થીઓ ફસાયા

ભાવરનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે હવે મહુવાના તલગાજરડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહુવાના તલગાજરડામાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.

મહુવા પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તલગાજરડાની મોર્ડન સ્કૂલમાં અભ્યાસ કરીને રાતોલ ગામ જતાં 50 બાળકો નદીના પાણીમાં ફસાયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાબડતોબ તમામ બાળકોને એક મકાનમાં રાખવામાં આવ્યા છે. જેના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બાળકો મકાનની છત પર ચઢી ગયા છે.

અન્ય એક દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાળકોના કેડ સુધીના પાણી જોવા મળી રહ્યા છે. બનાવ અંગેની જાણ થતાં જ મામલતદાર, ફાયર સહિતની રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતભરમાં ધોધમાર વરસાદ સાથે ચોમાસાનો પ્રારંભ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતભરમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં ધોધમાર વરસાદથી ચોમાસાનો પ્રારંભ થયો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જો કે ચોમાસું એક દિવસ મોડું ગુજરાતમાં બેઠું છે. આજે સવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 22 જૂન સુધીની વરસાદ અંગેની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઇ શકે છે. જેના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 16 જૂન 2025ના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે અતિભારે વરસાદ જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઇ શકે છે.

17 જૂન 2025ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઇ શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

સેન્સેક્સ 678 પોઇન્ટ ઊછળ્યોઃ નિફ્ટી 24,900ને પાર

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘેરલુ શેરબજારમાં બેતરફી વધઘટે તેજી થઈ હતી. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા જિયો પોલિટિકલ ટેન્શન છતાં ભારતીય શેરબજારોમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે એક ટકા જેટલો વધારો થયો હતો. IT, મેટલ, રિયલ્ટી અને ઓઇલ શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર લેવાલી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.23 લાખ કરોડનો વધારો થયો હતો.

ક્રૂડ એઇલ માર્કેટમા બ્રેન્ટ ક્રૂડ 74 ડોલર પ્રતિ બેરલથી નીચે સરક્રાય પછી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં નીચલા સ્તરેથી સુધારો થયો હતો. ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનું ટેન્શન ઓછું થતાં અને ક્રૂડ ઓઇલની કિંમતો ઘટતાં બજાર ફરી તેજીને પંથે થયું હતું. જેથી નિફ્ટી 24,900ની ઉપર બંધ આવ્યો હતો. બેન્ક નિફ્ટી અને મિડકેપમાં પણ નોંધપાત્ર સુધારો થયો હતો, જ્યારે વોલિટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો હતો. એ સાથે ઓઇલ અને ગેસ શેરોમાં તેજી થઈ હતી.

બીજી બાજું દેશમાં ચોમાસું આગળ વધ્યું હતું. જેને લીધે પણ શેરબજારમાં તેજી થઈ હતી. BSE સેન્સેક્સ 678 પોઇન્ટ ઊછળીને  81,796ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 228 પોઇન્ટ વધી 24,947ના મથાળે બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી બેન્ક  418 પોઇન્ટ ઊછળી 55,945ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 541 પોઇન્ટની તેજી સાથે 58,769ના સ્તરે બંધ થયો હતો.

BSE પર કુલ 4253 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1983 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2100 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 170 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 101 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 71 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 263 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 261 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

ભાવનગરમાં મુશળધાર વરસાદ, માલણ અને ભાદ્રોડી નદીઓ બની ગાંડીતૂર

આજે રાજ્યભરમાં મેઘરાબાજ બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં બારેમેઘ ખાંગા થયા છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગર આજે સવારે 6થી 2 વાગ્યા સુધી 6 તાલુકામાં વરસાદ થયો છે.

આજે વહેલી સવારથી ભાવનગરના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.

ભાવનગરના મહુવામાં પણ ભારે વરસાદના પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહુવા તાલુકામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો આસપાસના ગામોમાં નદીઓ ગાંડીતૂર બની હતી. મહુવાના ભાદ્રોડ ગામે પણ ધોધમાર વરસાદ થતા ભાદ્રોડી નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે ગામ લોકોમાં ભય છે. નદીમાં પૂરની સ્થિતિ થતા નિચાણવાળા વિસ્તાર ખાલી કરવામાં આવ્યા છે.

  • પાલીતાણા તાલુકામાં 7.28 ઈંચ વરસાદ
  • જેસર તાલુકામાં 9.06 ઈંચ વરસાદ
  • મહુવા તાલુકામાં 6.93 ઈંચ વરસાદ
  • તળાજા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ
  • ગારીયાધાર તાલુકામાં 3.03 ઈંચ વરસાદ
  • સિહોર તાલુકામાં 2.72 ઈંચ વરસાદ

 

પ્લેન ક્રેશ બાદ ગૂમ થયા ગુજરાતી ફિલ્મમેકર, છેલ્લું લોકેસન દુર્ઘટના સ્થળ નજીક જણાયું

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ વિમાન દુર્ઘટનામાં 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. હવે ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સામે આવ્યું છે કે ફિલ્મ નિર્માતા મહેશ કાલાવડિયા ઉર્ફે મહેશ જીરાવાલા અકસ્માતના દિવસથી ગૂમ છે અને તેમનો છેલ્લું મોબાઇલ લોકેશન અકસ્માત સ્થળથી માત્ર 700 મીટરના અંતરે મળી આવ્યું હતું.

તસવીર: ઈન્સ્ટાગ્રામ

પરિવારે આશંકા વ્યક્ત કરી

નરોડાના રહેવાસી મહેશ કાલાવડિયાનો પરિવાર ચિંતિત છે. તેમની પત્ની હેતલે જણાવ્યું કે અકસ્માતના દિવસે એટલે કે ગુરુવારે, મહેશે તેમને બપોરે 1:14 વાગ્યે ફોન કર્યો અને ઘરે પાછા ફરવાનું કહ્યું. પરંતુ આ પછી તેમનો મોબાઇલ બંધ થઈ ગયો અને તેઓ ઘરે પહોંચ્યા નહીં. જ્યારે પરિવાર ચિંતિત થઈ ગયો અને પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે મોબાઇલનું છેલ્લું સ્થાન તેમને ચોંકાવી ગયું – તે સ્થાન તે જ વિસ્તારની નજીક મળી આવ્યું હતું જ્યાં વિમાન ક્રેશ થયું હતું. પાપારાઝી પેજ તાહિર જાસૂસે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી છે.

મહેશનું છેલ્લું લોકેશન

જ્યારે મહેશના કોઈ સમાચાર ન મળ્યા, ત્યારે પરિવારે પોલીસને જાણ કરી. મોબાઇલ ટ્રેકિંગમાંથી બહાર આવેલા લોકેશનથી બધા ચોંકી ગયા. મહેશનું છેલ્લું લોકેશન અકસ્માત સ્થળથી માત્ર 700 મીટર દૂર મળી આવ્યું હતું. તેનું સ્કૂટર અને ફોન પણ ગુમ છે, જેના કારણે શંકા વધુ ઘેરી બની છે.

મહેશની પત્નીએ શું કહ્યું?

મહેશની પત્ની કહે છે કે તે સામાન્ય રીતે તે રસ્તેથી ઘરે આવતો ન હતો. આ સમગ્ર ઘટના ખૂબ જ અસામાન્ય છે. આવી સ્થિતિમાં, પરિવારે ડીએનએ પરીક્ષણ માટે નમૂનાઓ સબમિટ કર્યા છે જેથી સ્પષ્ટ થઈ શકે કે તે પણ આ ભયાનક અકસ્માતનો ભોગ બન્યો છે કે નહીં.

નોંધનીય છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે બપોરે 1:39 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ થોડીવાર પછી તે મેઘાણીનગરની મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થઈ ગઈ. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં સ્થાનિક સ્તરે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મેડિકલ કોલેજના પાંચ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ
અત્યાર સુધી, અધિકારીઓએ ડીએનએ દ્વારા 47 મૃતદેહોની ઓળખ કરી છે અને 24 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે. બાકીના લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે, કારણ કે મોટાભાગના મૃતદેહો એટલા ખરાબ રીતે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી લગભગ અશક્ય છે. ફિલ્મ નિર્માતા મહેશ કાલાવડિયાનું અચાનક ગાયબ થવું અને તેમનું છેલ્લું સ્થાન અકસ્માત સ્થળની આટલું નજીક હોવાથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે.

વિમાન દુર્ઘટનાઃ સર્ચ દરમિયાન AMCની ટીમને યંત્ર મળ્યું

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલ નજીક સ્ટાફની હોસ્ટેલ અને રહેણાક બ્લોક પર એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું એ જગ્યાએથી તપાસ કરતી ટીમોને કોકપિટની બાજુમાંથી એક મશીન જેવું યંત્ર મળી આવ્યું છે. જે તપાસ કરતી ટીમોને સોંપી દેવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એન્જિનિયરિંગ વિભાગની ટીમના આસિસ્ટન્ટ કમિશનર શ્રીકુમારના જણાવ્યા અનુસાર ઘણી બધી તપાસ ટીમો વિમાન દુર્ઘટના થયું એ સ્થળે તપાસ કરી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને એક યંત્ર મળી આવ્યું છે. જે તપાસ એજન્સીઓને સોંપી દેવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એન્જિનિયરિંગ વિભાગ સહિતની ટીમો ઘટનાસ્થળે ‘સર્ચ’ કરવામાં સહાય કરી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસો ટ્રેક્ટર, જેસીબી સહિત સાધનો સાથે કાટમાળમાં હજુ પણ કંઈ દટાયેલું કે કેમ એની વિવિધ પાસાઓ સાથે તપાસમાં સહાય કરી રહી છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

મુશળધાર વરસાદમાં પણ અડગ ઉભા રહ્યો ચાહકો, અમિતાભે આપી આના પર પ્રતિક્રિયા

દર રવિવારે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને મળવા માટે ઘરની બહાર નીકળે છે. ગત રવિવારે કઈંક એવું જોઈને અભિનેતા અમિતાભ બચ્ચન આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે ધોધમાર વરસાદ વચ્ચે પણ ચાહકો તેમને મળવા પહોંચ્યા હતા અને તેમની રાહ જોઈ રહ્યા હતા. જોકે, બિગ બીએ તેમને નિરાશ ન કર્યા અને તેમને મળવા આવ્યા. ચાહકોનો જુસ્સો જોઈને તેઓ દંગ રહી ગયા અને હવે તેમણે તેના પર પ્રતિક્રિયા આપી છે.

ચાહકોના જુસ્સાથી બિગ બી પ્રભાવિત થયા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને સોમવારે મોડી રાત્રે પોતાના બ્લોગ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી અને એક નોંધ પણ લખી. શેર કરેલી તસવીરોમાં જોવા મળે છે કે અભિનેતાના ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સાહિત છે, જેની સામે વરસાદ પણ વામન સાબિત થઈ રહ્યો છે. અભિનેતાએ પોતાના વ્લોગમાં લખ્યું,’મુશળધાર વરસાદ, પણ તેઓ અડગ રહ્યા. મારી પાસે આ સ્નેહનો કોઈ જવાબ નથી, કોઈ શબ્દો નથી, ફક્ત ભગવાનના આશીર્વાદ છે. આગળ તેમણે લખ્યું,’મેં તેમને ઘરે જવા માટે ઘણું કહ્યું, વરસાદ પડી રહ્યો છે, પણ ના, તેઓ અડગ રહ્યા. હું તેમને નમન કરું છું.’

ચાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

તેમના બ્લોગમાં, અભિનેતાએ ચાહકો પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો અને લખ્યું,’મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને તેઓ શિસ્તબદ્ધ આદર સાથે ત્યાં ઉભા હતા. ના, તેઓ નહીં, હું તેમના પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું.’ તેમણે કહ્યું કે તેઓ આ આદર અને પ્રેમથી અભિભૂત છે.અમિતાભ બચ્ચન 82 વર્ષની ઉંમરે પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય છે.

તાજેતરમાં જ તેમણે એક બ્લોગમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર બે કલાકમાં સાત પ્રોજેક્ટ્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેમાં બે ફોટોશૂટ અને પાંચ જાહેરાત શૂટનો સમાવેશ થાય છે. બિગ બીના કાર્યક્ષેત્ર વિશે વાત કરીએ તો, તેઓ નિતેશ તિવારીની ‘રામાયણ’માં જટાયુની ભૂમિકામાં જોવા મળશે.

સાઇપ્રસમાં PM મોદીને મળ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

લિમાસોલ (સાઇપ્રસ): સાઇપ્રસની ધરતી પરથી PM મોદીએ ફરી વિશ્વને ભારતની વધી રહેલી શક્તિનો અનુભવ કરાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાઇપ્રસના લિમાસોલ શહેરમાં યોજાયેલા એક વ્યાવસાયિક ગોળમેજ સંમેલનમાં જણાવ્યું હતું કે  ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટા અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંમેલન સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલાઈડિસની હાજરીમાં યોજાયું હતું. આ દરમિયાન સાઇપ્રસના રાષ્ટ્રપતિએ PM મોદીને “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ ત્રીજા” જેવો દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.

પીએમ મોદીને અત્યાર સુધી મળ્યા 23 આંતરરાષ્ટ્રીય સન્માન

2014 પછી વડા પ્રધાન બન્યા પછીથી નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં કુલ 23 દેશોના સર્વોચ્ચ સન્માન મળ્યા છે. આ સન્માન તેમના નેતૃત્વ, વૈશ્વિક કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં આપેલા યોગદાનની ઓળખ આપે છે. આ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને મોદીની વિદેશ નીતિના પ્રભાવનું પ્રમાણ છે.

મોદીને મળેલા કેટલાક મુખ્ય સન્માનોની યાદી:

  • સાઇપ્રસ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ III (2025)
  • શ્રીલંકા – મિત્ર ભૂષણ (2025)
  • કુવૈત – ઓર્ડર ઓફ મુબારક અલ કબીર (2024)
  • મોરિશિયસ – ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (2025)
  • ડોમિનિકા – ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર (2024)
  • બાર્બાડોસ – ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ (2025)
  • નાઈજિરિયા – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર (2024)
  • માલદીવ – ઓર્ડર ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન (2019)
  • ભૂતાન – ઓર્ડર ઓફ ધ દ્રુક ગ્યાલ્પો (2021)
  • અમેરિકા – લીજન ઓફ મેરિટ (2020)
  • ફ્રાન્સ – ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર (2023)
  • યુએઈ – ઓર્ડર ઓફ ઝાયેદ (2019)
  • યૂએન – ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ (2018) વગેરે.

સાઇપ્રસ સાથે સહયોગ વધારવાની સંભાવનાઓ

મોદીએ બંને દેશો વચ્ચે વેપાર, મૂડીરોકાણ, ડિજિટલ પેમેન્ટ, ટુરિઝમ, લોજિસ્ટિક્સ અને સ્ટાર્ટઅપ જેવાં ક્ષેત્રોમાં વધુ સહયોગની શક્યતાઓ જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વના 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારતમાં થાય છે, જેનું શ્રેય UPIને જાય છે. આ સંદર્ભમાં NPCI International અને યુરોબેંક સાઇપ્રસ વચ્ચે સીમા-પાર ચુકવણી માટે કરાર થયો છે.

23 વર્ષ બાદ ભારતીય પીએમ સાઇપ્રસ ગયા

મોદીએ કહ્યું કે 23 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પીએમ સાઇપ્રસ આવ્યા છે, અને પ્રથમ કાર્યક્રમ બિઝનેસ રાઉન્ડટેબલ હતો, જે બંને દેશોના આર્થિક સંબંધોની મહત્તા દર્શાવે છે.