સમગ્ર ગુજરાતમાં આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ ચૂંટશે. ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાવાનું છે.
રવિવારે ગુજરાતમાં કુલ 3656 સરપંચ પદો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 10,479 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાવાનું છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 751 ગ્રામ પંચાયતો થઈ છે સંપૂર્ણ બિનહરીફ થઈ ચૂકી છે. હવે આવતીકાલે કુલ 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં 3,939 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 36 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં આગામી 27 જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ હતી કે પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહી આવે. પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નિવેદન આપ્યું હતું કે જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત નીકળશે. જેના લીધે શરૂ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે.
આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહ્યો છે. જે અંગે સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે એવા અહેવાલ હતા. જ્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા અને મંદિરના મહંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી છે.’
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થશે
સવારના નિજ મંદિરેથી રથયાત્રાની શરુઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 જૂનથી 3 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં 51 જેટલા બિલ્ડિંગમાં પરીક્ષાનું સ્થળ ફાળવવામાં આવ્યું છે. 18 હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 10445 અને ધો.12માં 7727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2689 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
વિજ્ઞાન પ્રવાહમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે?
શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ લેવામાં આવતી પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 23મી જૂનથી 3 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે અમદાવાદમાં 51 બિલ્ડિગોમાં સ્થળ ફાળવવામાં આવ્યુ છે. જેમાં ધોરણ 10ના 10445 અને ધો.12ના 7727 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં 2689 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 8500 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે.
પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષાનો વિકલ્પ
શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલી આ પરીક્ષામાં ધોરણ 10 અને ખાસ કરીને ધો. 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.ઉલ્લેખનીય છે કે, બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક, બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે.નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે.
અમદાવાદ: શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી લકુલીશ યોગ યુનિવર્સિટીએ ‘આંતરરાષ્ટ્રીય યોગા ડે ‘ નિમિત્તે યોગ સંગમ 2025ની ઉજવણી કરી હતી. યોગ, જીવન અને સંસ્કૃતિ મૂલ્યોનો તલસ્પર્શી અભ્યાસ કરાવતી કમળ આકારની અનોખી લકુલીશ યોગ યુનિવર્સિટીએ યોગ ક્ષેત્રે નામના મેળવી છે.આ સાથે જાસપુર પાસે આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ ધાર્મિક આધ્યાત્મિક કેન્દ્રમાં યોજાયેલા યોગ ડે માં બ્રિગેડિયર પી.સી.વ્યાસ, આર.પી. પટેલ, દેવ પગલી, માહી પટેલ, તુષાર સાધુ તેમજ દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ જોડાયા હતા.આ વર્ષે યોગા ડે 2025 એ ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ થીમ પર ઉજવાય રહ્યો છે.
આજના દિવસનો મુખ્ય હેતુ આખાય વિશ્વના દરેક વ્યક્તિની સુખાકારી વધે અને શરીર સ્વસ્થ રહે એ માટેનો છે.શહેરની યુનિવર્સિટીઓ, શાળાઓ, શૈક્ષણિક સંસ્થા, સંગઠનો અને બાગ બગીચામાં એકત્રિત થતાં ગૃપ દ્વારા 21મી જૂનની વહેલી સવારથી જ યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ડિરેક્ટર જનરલ ઓફ એવિયેશને (DGCAએ) એર ઈન્ડિયાને કહ્યું હતું કે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનને કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે છે. આ આદેશ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં 270થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
કયા-કયા અધિકારીઓ સામે કાર્યવાહી?
ડિરેક્ટર જનરલ ઓફ એવિયેશને (DGCAએ) એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું હતું અને ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક પદેથી હકાલપટ્ટી કરવાનો આદેશ આપ્યો હતો. ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અધિકારીઓની સામે કાર્યવાહી થવાની છે એમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિંકી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. DGCAએ સ્પષ્ટતા કરી હતી કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે. 16-17 મેની ઉડાન અંગે DGCA દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. આ અધિકારીઓને હાંકી કાઢવા માટે 10 દિવસનો સમય અપાયો છે. આ સાથે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કહેવાયું છે.
DGCA directs Air India to remove its three senior officials from all roles related to crew scheduling and rostering: Sources.#AirIndiapic.twitter.com/3yBwodpycr
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોનાં મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચી હતી. આ ઉપરાંત ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ માટે DNA મેચિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલમાંથી 202 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે.
પટના: બિહારમાં નીતીશકુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારએ મોટો નિર્ણય લીધો છે. હવે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ વિધવાઓ, સિનિયર સિટિઝનો અને દિવ્યાંગજનોને દર મહિને રૂ. 1100 મળશે, જ્યારે અગાઉ તેમને માત્ર રૂ. 400 મળતા હતા. CM નીતીશકુમારે આ નિર્ણયની જાહેરાત કરી છે.
જુલાઈથી તમામ લાભાર્થીઓને વધારેલી રકમ મુજબ પેન્શન મળશે. CMએ પણ જણાવ્યું છે કે દરેક લાભાર્થીના ખાતામાં આ રકમ દર મહિનાની 10મી તારીખ સુધી જમા થઈ જશે. બિહાર સરકારના આ નિર્ણયોનો લાભ 1,09,69,255 લાભાર્થીઓને મળશે.
બિહારમાં થોડા મહિના બાદ ચૂંટણી યોજાવાની છે, તેથી નીતિશ સરકારનો આ નિર્ણય રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ બિહાર સરકારે રોજગારી સર્જન અને વિકાસ માટે અનેક નિર્ણયો લીધા છે. બિહાર સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પર એક નજર:-
શિક્ષણ ક્ષેત્રે:
સરકારી શાળાઓ માટે 2,857 હેડમાસ્ટર અને પ્રિન્સિપાલ સહિત કુલ 3,921 નવી જગ્યાઓનું સર્જન કરાયું છે.
આરોગ્ય ક્ષેત્રે:
આરોગ્ય સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે 20,000થી વધુ નવી જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે.
मुझे यह बताते हुए खुशी हो रही है कि सामाजिक सुरक्षा पेंशन योजना के तहत सभी वृद्धजनों, दिव्यांगजनों और विधवा महिलाओं को अब हर महीने 400 रु॰ की जगह 1100 रु॰ पेंशन मिलेगी। सभी लाभार्थियों को जुलाई महीने से पेंशन बढ़ी हुई दर पर मिलेगी। सभी लाभार्थियों के खाते में यह राशि महीने की 10…
વહીવટી ક્ષેત્રે:
કૃષિ વિભાગમાં ક્લાર્ક ગ્રેડના લગભગ 2590 પદો અને બિહાર કર્મચારી પસંદગી આયોગમાં 35 ડેટા એન્ટ્રી ઓપરેટરના પદોને મંજૂરી આપવામાં આવી છે. કુલ મળીને 27,000થી વધુ પદો પર ભરતીનો રસ્તો સાફ થયો છે.
ઉદ્યોગ ક્ષેત્રે:
બિહાર લઘુ ઉદ્યોગ યોજના હેઠળ ગરીબ પરિવારોને પોતાનો નાનો ઉદ્યોગ શરૂ કરવા માટે રૂ. 2 લાખ સુધીની સહાય (અનુદાન) આપવામાં આવશે. આનો ઉદ્દેશ બેરોજગારી ઘટાડવાનો છે.
ઔદ્યોગિક વિકાસ અંતર્ગત, ગયામાં એક ઇન્ડસ્ટ્રીયલ હબ વિકસાવવાની અને ભાગલપુરના પીર્પૈંઠી ખાતે 2400 મેગાવોટના પાવર પ્લાન્ટની સ્થાપનાની યોજના છે.
સુપાત્રને દાન અને યોગ્યતા આધારિત પસંદગી એ ભારતીય વિચારધારા છે. પણ દાન આપવા માટે પણ પોતાનો ફાયદો વિચારતા લોકોને યોગ્યતા અને પાત્રતા વિશેની સમજણ ન હોય એ સમજી શકાય છે. આવા લોકોનો સુરજ આસમાનમાં હોય ત્યારે તો એમને માત્ર ઝળહળાટ જ દેખાય છે. પણ સુરજ આથમે ત્યારે અંધકાર ખાવા દોડે છે. ઓસ્કાર વાઈલ્ડ ની એક વાર્તા યાદ આવે છે. જેમાં એક રાક્ષસ પોતાના બગીચામાં કોઈને ઘુસવા નથી દેતો. ધીમે ધીમે એ બગીચો સુકાય જાય છે. રાક્ષસ દુખી હોય છે પણ એને કોઈ કારણ સમજાતું નથી. એક દિવસ અચાનક એ બગીચાના છીંડા માંથી બાળકો અંદર આવે છે અને બગીચો પાછો જીવંત બની જાય છે. પોતાનો અધિકાર સમજીને દુનિયાને પોતાને વસ કરવા નીકળેલા લોકો માટે આ એક ગુઢ સંદેશ છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ જો કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂર નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક ઇન્ટીરીયર મટીરીયલ સપ્લાયર છું. મારી પાસે મોંઘી અને અલગ પ્રકારની વસ્તુ છે. જેના માટે મેં એક અલગ માર્કેટિંગ પોલીસી શોધી છે. દરેક મોટી અને સારી સોસાયટીમાં હું મારો માણસ મેનેજર તરીકે મૂકી દઉં. સોસાયટી જે કાઈ આપે એમાં એને રસ ઓછો હોય કારણકે હું એને મારા કામ માટે સારા પૈસા આપું છું. છેલ્લા સાતેક વરસથી આ બધું બરાબર ચાલતું હતું. મેનેજર લીસ્ટમાંથી પૈસાદાર લોકોના નંબર મને આપે. વળી એ જે સોસાયટીમાં જાય ત્યાં ફરજીયાત રીતે ખાતામાં જ પૈસા જમા થાય. એટલે જે તે વ્યક્તિનો ખાતા નંબર મળે. જેમાંથી એના ખાતામાં કેટલા પૈસા છે એની પણ માહિતી મળી જાય. બસ પછી મારા માણસો માર્કેટિંગ માટે ફોન કર્યા કરે. અમારો ઈરાદો માત્ર અમારો વ્યવસાય વધે એટલો જ હતો.
ત્રણ વરસ પહેલા મારો એક માણસ મેં એક સોસાયટીમાં રાખ્યો. શરૂઆતમાં બધું બરાબર હતું. પણ એ જગ્યાએ તો કમિટીમાં લુટારા જ ભર્યા હતા. એમને ત્યાં કોઈ દેશની બહાર જતું હોય તો એમના ફ્લેટની ચાવી એવું કહીને લઇ લેવાતી કે કોઈ હોનારત થાય તો અમારે એક ચાવી જોઈએ. અને પછી એ ફ્લેટ થોડા સમય માટે ભાડે આપે દેવાતો. કોઈનું પાર્કિંગ ખાલી રહેતું હોય તો બારોબાર વહીવટ થઇ જતો. લાંબા સમયથી કોઈ વાહન એક જ જગ્યાએ દેખાય તો એની ડુપ્લીકેટ ચાવી બનીને એ પણ સગેવગે થઇ જતું. વળી હોંશિયાર એવા કે પોતે જ તપાસ કરવા બેસી જતા કે આ બધું કોણ કરે છે. જો બહુ હોબાળો થાય તો મેનેજરને સારા એવા પૈસા આપીને છુટો કરી દે. જેના લીધે કોઈને શંકા ન જાય.
મારા માણસને આ લોકો ફાવી ગયા અને એક મોટો વ્યવસાય એમને મળી ગયો. હું આ વાતથી અંધારામાં હતો. એ લોકો બધાની ડીટેઇલ લઈને એમની પાસે પૈસા પડાવવાનું શરુ કર્યું. મારો ડેટા વાપરીને લગભગ બધી જગ્યાએથી પૈસા લેવાના શરુ કરી દીધા. ડેવલોપમેન્ટ ફી, લેઇટ ફી, ફલાણા ચાર્જ, જેવી અનેક રીતે લોકોના પૈસા લેવાના શરુ થઇ ગયા. એ બધાના બેંક ખાતાની માહિતી પેલા લોકોએ લઇ લીધી છે. હવે શું કરશે મને ખબર નથી. જો હું ફરિયાદ કરું તો મારા જ પગ નીચે રેલો આવે. શું કરું એ સમજાતું નથી. એ માણસ હવે મારું પણ સાંભળતો નથી.
જવાબ: તમારી મહત્વકાંક્ષાએ તમને ફસાવી દીધા. તમારો મેનેજર હોંશિયાર નીકળ્યો. એણે જો તમને છેતર્યા હશે તો એ પેલા લોકોને પણ છેતરશે જ. કોઈના બેન્કની ડીટેઇલ એની પરવાનગી વિના લેવી એ ગુનો છે. જે તમે કરી ચુક્યા છો. હવે એનો ઉપયોગ કરીને જે થઇ રહ્યું છે એ પાપના તમે ભાગીદાર કહેવાવ. એ જ રીતે સોસાયટીના કમિટી મેમ્બર્સ જેવા હોય એવા. પણ મેનેજર પણ પાપમાં ભાગીદાર તો ગણાય જ. ક્યારેક સ્વાર્થમાં વ્યક્તિ કર્મના સિદ્ધાંતને ભૂલી જાય છે. કોઈને દુખી કરીને માણસ ક્યારેય સુખી ન થઇ શકે. એક જ ઉપાય છે. તમે જેમનું નુકશાન કર્યું છે એમની માફી માંગી લો. જો એ સાચા હૃદયથી માફ કરી દે તો તમે નસીબદાર છો. સમય સમયનું કામ કરે જ છે. ખોટું કરતી વખતે માણસ એ ભૂલી જાય છે કે એના લીધે કોઈ અત્યંત દુખી છે. વ્યવસાય કરવો જોઈએ. પણ કોઈને છેતરીને નહિ. કોઈનું નુકશાન કરીને નહિ. ઈશ્વર આપને સદબુદ્ધિ આપે.
સુચન: દક્ષિણ મધ્યનું દ્વાર હોય ત્યારે ઘરમાં આર્થિક ચિંતાઓ વધે.
આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતથી લઈને અમેરિકા સુધી યોગ પ્રચલિત છે. આવી સ્થિતિમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે યોગ કર્યા છે. તેમણે યોગ કરતી વખતે તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ઘણા સેલેબ્સે યોગ વિશે પોસ્ટ લખી છે,એના પર નજર કરીએ.
બોલિવુડની અભિનેત્રી મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર યોગ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે અલગ અલગ રીતે યોગ કર્યા છે. વીડિયો પોસ્ટ કરતી વખતે અભિનેત્રીએ લખ્યું,’યોગ એક દિવસ માટે નથી. તે આખા જીવન માટે છે. તેથી તમારા દિવસની શરૂઆત યોગથી કરો અને શાંતિથી અંત કરો.’
જબરદસ્ત ફિટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા પર યોગ કરતો પોતાનો વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે,’જ્યારે આપણી પાસે કંઈક ખાસ હોય છે, ત્યારે આપણે તેનું મહત્વ સમજવું જોઈએ. આ વર્ષની થીમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે. યોગ મન, શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવવાની ચાવી છે. ચાલો આપણે તેનું મહત્વ સમજીએ, તેને ફક્ત પોતાના માટે જ નહીં પણ આપણી આસપાસના વાતાવરણ માટે પણ સાચવીએ.
અભિનેત્રી હિના ખાને જેમણે તાજેતરમાં કેન્સર સામે લડીને લગ્ન કર્યા છે, તેમણે પણ સોશિયલ મીડિયા પર યોગ કરતી પોતાની તસવીરો શેર કરી છે. તેમણે બીચ પર યોગ કર્યા. પોતાની તસવીરો શેર કરતાં તેમણે લખ્યું,’સારા દૃશ્ય સાથે યોગ. યોગ, શ્વાસ લેવાની કસરતો, ધ્યાન, બધું. તમે શ્રેષ્ઠ બનો.’
અભિનેત્રી નેહા ધૂપિયાએ પણ યોગ કરતી પોતાની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે તેણે લખ્યું,’હું મારી દુનિયા સાથે યોગ કરું છું. યોગે મારી દુનિયા બદલી નાખી. બધાને યોગ દિવસની શુભકામનાઓ. આજે મારા યોગ ગુરુનો જન્મદિવસ છે તે એક સંયોગ છે. મારી સાથે યોગ કરવા બદલ આભાર સાહેબ.’
તમને જણાવી દઈએ કે યોગ એ ભારત દ્વારા શરૂ કરાયેલ એક અભિયાન છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પછી 2015 થી તેને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે.
એક દિવસ શ્રીમતીજીએ સારા સમાચાર આપ્યા. તેમણે મને કહ્યું કે પાછલા ત્રણ મહિનામાં એમણે પોતાના દરજી કરતાં વધારે મેસેજ મને મોકલ્યા હતા. એમની પાસે એક એવી ઍપ આવી છે, જેમાં એમના ફોન પરના બધા જ સંદેશવ્યવહારની નોંધ થાય છે. એમણે મને જે કહ્યું તેની સામે શું પ્રતિક્રિયા આપવી એ મને સમજાયું નહીં. આવું જ્યારે થાય ત્યારે હું ખુશ થઈને ઊજવણી કરું છું. આથી મેં રસોડામાં જઈને કાજુ કતરીનો એક ટુકડો ખાધો.
હવે બીજી એક વાત કરું. મેં મારાં ભાભીને પૂછ્યું, “તમારા જીવનમાં શું વધુ મહત્ત્વનું છે, મારા ભાઈ કે ઘરનોકર?” એમણે મુત્સદ્દી જવાબ આપ્યો, “તત્કાળ, મહત્ત્વનું અને જરૂરિયાત એ ત્રણે શબ્દોના અર્થ વચ્ચે તફાવત છે.”
ખરું પૂછો તો જીવનમાં આપણે આ તફાવત ભૂલી જઈએ છીએ; ખાસ કરીને ખર્ચ કરવાની વાત આવે ત્યારે. કોરોના રોગચાળાના સમયમાં વર્ક ફ્રોમ હોમ ચાલે છે ત્યારે સ્માર્ટ ફોન મહત્ત્વપૂર્ણ પણ છે અને જરૂરિયાત પણ છે. પણ જો એ કામ કરતો બંધ થઈ જાય તો તત્કાળ નવો ફોન લઈ આવવાની જરૂર રહેતી નથી. આપણે ફોનનું સમારકામ કરાવી શકીએ છીએ. વળી, આ કિસ્સામાં સ્માર્ટ ફોન જરૂરી હોય છે, પણ એ નવીનતમ અને મોંઘું મોડેલ હોય એ જરૂરી નથી. કોઈ એક અભિનેત્રી કે મોડેલ માટે મોંઘામાં મોંઘાં કોસ્મેટિક્સ જરૂરિયાત છે, પણ કૉલેજમાં જતી કન્યા માટે તો એ લક્ઝરી કહેવાય.
મારી બાજુની ઑફિસવાળા સુરેશભાઈ પોતાના જન્મદિવસે હંમેશાં ફાઇવ સ્ટાર કે એવી જ કોઈ રેસ્ટોરાંમાં જમવા જતા હોય છે. મોટાભાગે તેઓ ક્રેડિટ કાર્ડથી જ પૅમેન્ટ કરતા હોય છે. તેઓ ક્રેડિટ કાર્ડના બિલનું પૅમેન્ટ કરવાનું ચૂકી જતા હોવાથી દર વખતે એમણે તોતિંગ વ્યાજ ચૂકવવું પડે છે.
જન્મદિવસે બહાર જમવા જવું નહીં એવું હું ક્યારેય કહેતો નથી. એ તો દરેકની પોતાની પસંદ હોય છે, પરંતુ પૈસા ઓછા પડી જાય તોપણ ક્રેડિટ કાર્ડથી પૅમેન્ટ કરવું નહીં. અહીં એ કહેવું જરૂરી છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો ઉપયોગ કર્યા બાદ બિલની ચૂકવણી સમયસર કરી દેવી જોઈએ. ક્રેડિટ માથે ચડાવતાં રહેવાનું ઘણું ભારે પડતું હોય છે.
જીવનમાં ઘણી વાર આપણે અકારણ વધારે પડતો ખર્ચ કરી દેતા હોઈએ છીએ. ક્યારેક જરૂરિયાતના નામે ખર્ચ કરી દઈએ છીએ. આવા ખર્ચને પછીથી વાજબી ઠેરવવા માટે આપણે મનને ફોસલાવતાં રહીએ છીએ. ખરેખર તો એ બિનજરૂરી અને નિરર્થક ખર્ચ હોય છે. આવા ખર્ચથી મળનારો આનંદ કામચલાઉ હોય છે. ક્યારેક એ ખર્ચ કરવાથી ગુનાહિત લાગણી પણ જન્મે છે.
યોગિક સંપત્તિમાં ખર્ચનો વિરોધ નથી. જોકે, નિરર્થક ખર્ચની તરફેણ પણ એમાં કરવામાં આવી નથી. કોઈ ખર્ચ નિરર્થક છે કે નહીં એનો નિર્ણય વ્યક્તિએ વ્યક્તિએ અને દરેક ખર્ચ પ્રમાણે બદલાય છે. જે ખર્ચ કર્યા પછી આપણું મન એને વાજબી ઠેરવવા માટે બહાનાં શોધવા લાગે અથવા તો આપણને ગુનાહિત લાગણી થાય એ ખર્ચ મહદ્ અંશે નિરર્થક જ હોય એમ કહેવાય.
વિશ્વમાં ગમે ત્યાં જાઓ, અર્થકારણનો સંબંધ રોકાણ, ધિરાણ, વગેરે સાથે છે. ફક્ત આપણા દેશમાં શાસ્ત્રોમાં દરેક નાણાકીય બાબતનો ઝીણવટપૂર્વક વિચાર કરીને તેની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે. વૈશ્વિક અર્થશાસ્ત્રમાં બિહેવિયરલ ફાઇનાન્સનો એક વિષય છે. જોકે, એમાં પણ મનુષ્યના ખર્ચ અને રોકાણને સંબંધિત વ્યવહાર-વર્તનની જ વાત કરવામાં આવી છે. ભારત સિવાય બીજે ક્યાંય આ વિષયોના હલ આપવામાં આવ્યા નથી. ફક્ત આપણાં શાસ્ત્રોમાં ખર્ચ અને તેને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણને આટલું બધું જ્ઞાન સહેલાઈથી ઉપલબ્ધ કરાવાયું છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’ (1994) ના ‘કુછ ના કહો’ ગીતનું સંગીત તૈયાર કરવા પાછળની અને એના રેકોર્ડિંગ અંગેની રસપ્રદ વાત નિર્દેશક વિધુ વિનોદ ચોપડાએ કહી હતી. વિધુએ સંગીતકાર આર. ડી. બર્મન ‘પંચમ દા’ પાસે અગાઉ ‘પરિન્દા’ (1989) નું સંગીત તૈયાર કરાવ્યું હતું. જ્યારે ‘1942: અ લવ સ્ટોરી’ માટે પણ એમને જ લેવાનું નક્કી કર્યું ત્યારે સંગીત કંપનીએ ના પાડી હતી અને કહ્યું હતું કે કોઈ નવા સંગીતકારને લેશો તો એના પૈસા ચૂકવશે. કેમકે એ સમય પર એમનું સંગીત કોઈ લેતું ન હતું. જ્યારે વિધુએ પંચમ દાને કહ્યું કે મારે આ ફિલ્મ માટે એસ. ડી. બર્મન જેવું સંગીત જોઈએ છે ત્યારે એમણે કહ્યું કે એ ચાલશે નહીં.
પંચમ દાએ સૌથી પહેલું ગીત ‘કુછ ના કહો’ તૈયાર કર્યું હતું. વિધુએ જ્યારે એની ધૂન સાંભળી ત્યારે એના શબ્દો બહુ ઝડપી હતા અને ડિસ્કો ગીત જેવું હતું. પંચમ દાએ પૂછ્યું કે કેવું લાગ્યું? ત્યારે વિધુએ કહ્યું કે વિચારીને જણાવું છું. એ એમને બકવાસ ગીત છે એમ કહી શકતા ન હતા. પંચમ દાએ એમને જે મનમાં હોય એ કહેવા કહ્યું. વિધુએ કહ્યું કે આ ધૂન બરાબર નથી. મારા મનમાં જે પ્રકારનું ગીત છે એવું આ નથી. એમણે કહ્યું કે તું સમજતો નથી. આજકાલ આવું જ ચાલે છે. વિધુએ કહ્યું કે હું નિર્માતા છું. મારે ચાલે કે ના ચાલે એવું નહીં મેં કલ્પના કરી છે એવું ગીત જોઈએ છે. પંચમ દાએ એક અઠવાડિયાનો સમય માંગ્યો. વિધુએ કહ્યું કે હું તમને એક વર્ષ આપીશ પણ મને જોઈએ છે એવું સંગીત આપો.
એક સપ્તાહ પછી એમણે વિધુને બોલાવ્યા અને ‘કુછ ના કહો’ ના લયમાં વાંસળીની ધૂનમાં બંગાળીમાં ‘રોન ગિલા રોન ગિલા રોન ગિલા રે’ ગાઈ સંભળાવ્યું ત્યારે વિધુએ સુંદર હોવાનો હાથથી ઈશારો કર્યો. પંચમ દાએ કહ્યું કે ગીત હજુ શરૂ થયું નથી. વિધુએ કહ્યું કે હજુ શરૂ થયું નથી તો પણ આટલું સારું છે તો તૈયાર થશે પછી કેટલું સરસ બનશે. ધૂન તૈયાર થયા પછી જ્યારે કુમાર સાનૂના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવનાર હતું ત્યારે તે મોડા આવ્યા. સાનૂ ત્યારે જાણીતા અને બહુ વ્યસ્ત ગાયક હતા. ત્યારે સંગીત જીવંત રીતે આપવામાં આવતું હતું અને કામ કરતાં વાદકોની પાળી પૂરી થવામાં હતી. વળી સાનૂએ આવીને કહ્યું કે તેણે બીજે રેકોર્ડિંગમાં જવાનું હોવાથી અડધો કલાક જ છે. તેથી વિધુ ગુસ્સે થઈ ગયા અને સાનૂ એ દિવસે વધેલી દાઢી સાથે હતા. વિધુએ કહ્યું કે તું સારો દેખાતો નથી અને થાકેલો છે. તારી પાસે આખો દિવસ હશે ત્યારે રેકોર્ડિંગ કરીશું અને જો તને સમય નહીં હોય તો બીજા ગાયકને શોધી લઇશ.
પંચમ દાએ વિધુને સમજાવ્યા કે જો રેકોર્ડિંગ નહીં થાય તો પણ વાદ્ય કલાકારોને પૈસા ચૂકવવા પડશે. વિધુએ કહ્યું કે એનો વાંધો નથી. સાનૂના થાકેલા અવાજમાં અને આવા ગંદા દેખાવ સાથે રેકોર્ડિંગ કરશે નહીં. સાનૂએ વિધુની વાતનું ખોટું લગાડ્યું નહીં અને ત્રણ દિવસ પછી દાઢી કરીને રેકોર્ડિંગ માટે આવ્યા અને વિધુને એક ફાઉન્ટેન પેન ભેટમાં આપી ગાવાનું શરૂ કર્યું. કુમાર સાનૂએ દિલથી ગીત એવું ગાયું કે બહુ લોકપ્રિય રહ્યું હતું. ‘કુછ ના કહો’ ગીત લતા મંગેશકરના અવાજમાં પણ રેકોર્ડ થયું હતું. એ ગીતના રેકોર્ડિંગ પહેલાં જ પંચમ દા મૃત્યુ પામ્યા હતા. એમના વગર જ લતાજી સાથે ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.