21મી સદીમાં જ્ઞાન ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. કહેવાય છે કે ‘knowledge is power, earliest access to the
knowledge makes you most powerful.’ અર્થાત જ્ઞાન એ જ શક્તિ છે અને સાચું જ્ઞાન જ તમને વધારે શક્તિશાળી બનાવે છે. કોઈપણ ક્ષેત્રનું પૂરતું જ્ઞાન તમને અવકાશમાં પણ પહોંચાડી શકે છે અને અપૂરતું અપૂર્ણ જ્ઞાન તમને ધરતી પર પણ પછાડી શકે છે. Half knowledge is more dangerous than no knowledge.
કેટલીક વાર આપણે અધૂરી માહિતી કે જ્ઞાનના આધારે કોઈ કામમાં કૂદી પડતા હોઈએ છીએ પરંતુ આગળના પરિણામો વિશે વિચારતા નથી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને વીજળીને લાગતું જ્ઞાન ના હોય અને થોડા વિડીયો જોયા પછી ઈલેક્ટ્રિકલ વાયરીંગ કરવાનો પ્રયાસ કરે તો આ અધૂરું જ્ઞાન મોટા જોખમો ઊભા કરી શકે છે, તેને અને અન્ય કોઈને ઘાતક વીજળીનો શોક પણ લાગી શકે છે.

એવી જ રીતે કોઈપણ કંપની કે સંસ્થાનો વડો ચોક્કસ નોલેજ કે માર્કેટ એસેસમેન્ટ અથવા નિષ્ણાતની સલાહ વગર અધુરી માહિતીના આધારે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરે અથવા કોઈ પ્રપોઝલ સ્વીકાર કરે તો કંપની કે ઓર્ગેનાઇઝેશનને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. અહીં કંપનીની સ્થિતિ ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુ જેવી થાય છે. જેને ચક્રવ્યુહમાંમાં પ્રવેશ કરતાં જ આવડતું હતું પણ બહાર નીકળતા નહોતું આવડતું. અભિમન્યુનું આ અધૂરું જ્ઞાન તેના મૃત્યુનું કારણ બને છે.
સાચું જ્ઞાન અને યોગ્ય સમય પણ કોઈપણ સાહસની સફળતા માટે જરૂરી છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)





ઓનલાઈન હસ્તાક્ષર સમારોહમાં બંને સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. RRUનું પ્રતિનિધિત્વ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલ, વી.સી., પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રા, પ્રો-વીસી; ડૉ. ધર્મેશકુમાર ડી. પ્રજાપતિ, રજિસ્ટ્રાર; ડૉ. જસબીરકૌર થધાણી અને યુનિવર્સિટીના ડીન ભવાની સિંહ રાઠોડએ કર્યું હતું. નાગાલેન્ડ પોલીસનું પ્રતિનિધિત્વ રુપિન શર્મા, IPS, DGP દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મોના ખંધારે જણાવ્યું કે, રોકાણકારોએ ગુજરાતની નીતિગત ફ્રેમવર્ક અને કુશળ માનવબળની ઉપલબ્ધતાની પ્રશંસા કરી છે. ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશની શ્રેષ્ઠ વ્યવસ્થાઓમાં એક છે, જે ગુજરાતને રોકાણ માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય સ્થળ બનાવે છે.
HSBCના CEO અને ગિફ્ટ સિટી બ્રાન્ચના વડા આશિષ ત્રિપાઠીએ આ ચર્ચાની શરૂઆતમાં ગુજરાતમાં નવીનતા અને રોકાણ માટે HSBCની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી. ત્યાર બાદ HSBC ઇન્ડિયાના MD અને હેડ ઓફ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ સર્વિસીસ અનિતા મિશ્રાએ ગુજરાતની ઝડપી વિકાસગતિ અને GCCની મહત્ત્વની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, નીતિ, ઢાંચાકીય સપોર્ટ, R&D પ્રોત્સાહન અને સ્થાનિક પ્રતિભાની સ્કિલ અપગ્રેડિંગ માટે એક સંતુલિત અને દૃઢ ફ્રેમવર્ક છે.
આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં PMC રિટેલ, અસ્તા ઈન્ડિયા, લિટેરા ઈન્ડિયા, કયુ.એક્સ. ગ્લોબલ, ઇન્ડેક્સ ઈન્ડિયા, FSP ઈન્ડિયા, E&Y સહિત કુલ ૨૭ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO, CFO તથા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. સાથે જ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ડિરેક્ટોરેટ ઓફ ICT અને ઈ-ગવર્નન્સના નિયામક કવિતા શાહ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, ICAI દ્વારા વિદ્યાર્થીઓ માટે CAનો અભ્યાસ વધારે સરળ બની રહે તે માટે ઘણા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી આ વર્ષે જરૂરિયાતમંદ બાળકોને CAનો અભ્યાસ કરવા મદદરૂપ થવા માટે રૂ. 400 કરોડનું ફંડ ઉભું કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અગાઉ રૂ. 100 કરોડ હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં વ્યવસાયમાં કારર્કિદી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઘર આંગણે તક મળી શકે તે માટે દેશનાં વિવિધ જિલ્લાઓમાં કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમો દ્વારા ICAI જાગૃતતા ફેલાવશે.
ICAI દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વૈશ્વિક આર્થિક વેપારના સંદર્ભમાં પોતાની ઓફિસ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10-11 જુલાઈના રોજ સમગ્ર દેશના 100થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યના સુંદર આયોજન માટે ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતથી ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાતના અકલ્પનીય ઔદ્યોગિક વિકાસને જોઈ શકશે તેમ સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું.
પક્ષીઓની આ રંગીન દુનિયા સાથે જોડાયેલા નિષ્ણાંત પ્રશાંત શાહ
