૩૧ માર્ચ, ૨૦૨૪
૩૧ માર્ચ, ૨૦૨૪
રાશિ ભવિષ્ય 31/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.
આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.
રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના
ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. તેની સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે. પીયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભાજપની આ ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં કુલ 27 સભ્યો હશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने लोकसभा चुनाव-2024 के लिए चुनाव घोषणा-पत्र समिति का गठन किया है।
BJP National President Shri JP Nadda has announced Election Manifesto Committee for the Lok Sabha Elections – 2024. pic.twitter.com/KMrBpqkQQF
— BJP (@BJP4India) March 30, 2024
ભાજપની ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાંઈ, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ, કેશવ પ્રસાદ, રાજકુમાર ચંદુભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખર, અનિલ એન્ટોની, તારિક મન્સૂર વગેરેનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ભાજપે લોકસભા ચૂંટણીને લઈને અત્યાર સુધી 7 યાદી જાહેર કરી છે. સાતમી યાદી સાથે ભાજપે અત્યાર સુધીમાં તેના 407 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ 101 સાંસદોની ટિકિટ રદ કરી છે.
હાઉસ ઑફ લોર્ડ્સમાં ગુંજી ગુજરાતી કવિતા અને ગરબો!
અમદાવાદ: 26મી માર્ચે બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારત અને દક્ષિણ એશિયાની 20 ભાષાઓ ધરાવતી વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સે APPG મોર્ડન લેંગવેજીસ સાથે મળીને કર્યુ હતું. સાથે જ તેનું સંચાલન હાઉસ ઓફ લોર્ડ્સના ડેપ્યુટી લીડર Rt.Hon લોર્ડ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવતા વિશ્વ કવિતા દિવસની ઉજવણીનું આ 25મું વર્ષ હતું. જે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાવ્ય પઠન, ગીતો, ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ રજૂ કરવામાં આવી હતી.
લંડનમાં ડૉક્ટર તરીકે કાર્યરત ગુજરાતી ડૉ.ક્રિષ્ના પટેલે ‘પાણી’ પર એક રસપ્રદ ગુજરાતી કવિતા સંભળાવીઃ
તું વહે છે તો તું ઝરણું છે, નીચે પછડાય ને તું મનને ઉભારે છે
એમાં થોડો વેગ પૂરું તો તું નદી છે, એ ગતિને નિહારું તો મનના વિચારો થોભે છે…
યુ.કે. સ્થિત એન્ય ગુજરાતી વિભૂતિ શાહે એક પરંપરાગત ગરબો રજૂ કર્યો હતો. જે મૂળ રીતે તેમના માતાએ દાયકાઓ પહેલાં ગાયો હતો. જેને વિભૂતીબેને ફરી જીવંત કર્યો.
કાર્યક્રમના અંતમાં સંસ્કૃતિ કેન્દ્રના સ્થાપક ડૉ. રાગસુધા વિંજામુરીએ આભાર માન્યો હતો. ખરાબ હવામાન હોવા છતાં સમગ્ર ઈંગ્લેન્ડમાંથી લોકો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ પાંચ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બે ભૂતપૂર્વ વડા પ્રધાન (મરણોત્તર) અને ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા. ભારત રત્નથી સમ્માનિત થનારી પાંચ વ્યક્તિઓમાં, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ સિવાય તમામ- ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને પી.વી. નરસિમ્હા રાવ, જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુર – મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા. અડવાણીને આવતીકાલે એટલે કે રવિવારે આ સન્માન મળશે અને રાષ્ટ્રપતિ તેમના ઘરે જઈને તેમને આ સન્માન આપશે.
Every Indian cherishes what PV Narasimha Rao Garu has done for our nation and feels proud that he has been conferred the Bharat Ratna. He worked extensively to further our country’s progress and modernization. He is also known as a respected scholar and thinker. His contributions… pic.twitter.com/gyZmXYTL0n
— Narendra Modi (@narendramodi) March 30, 2024
Chaudhary Charan Singh Ji’s Bharat Ratna is a recognition of his contributions to India’s development, particularly in agriculture and rural development. I am sure this honour will inspire future generations to uphold the values of hard work, dedication and public service that he… pic.twitter.com/ujx3naWMwX
— Narendra Modi (@narendramodi) March 30, 2024
અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું: શેર કરતા આનંદ થાય છે કે અમારા ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ ગારુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે, નરસિમ્હા રાવ ગરુએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી. તેમને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને સાંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે ઘણા વર્ષો સુધી તેમના કામ માટે સમાન રીતે યાદ કરવામાં આવે છે. દેશને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં અને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં તેમનું દૂરંદેશી નેતૃત્વ મહત્ત્વપૂર્ણ હતું.
Dr. M.S. Swaminathan, a revered figure in the world of agriculture, is widely admired for his pioneering work and research in the field of genetics and agricultural science. His efforts propelled India from struggle to self-sufficiency in food production. May the Bharat Ratna… pic.twitter.com/GpaaMtjXA8
— Narendra Modi (@narendramodi) March 30, 2024
ચૌધરી ચરણ સિંહને સન્માન આપવાની જાહેરાત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે તેમનું આખું જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ચૌધરી ચારણના પૌત્ર જયંત ચૌધરીને આ સન્માન મળ્યું હતું.
कर्पूरी ठाकुर जी को भारत रत्न एक ऐसी विभूति को सच्ची श्रद्धांजलि है, जिन्होंने अपना संपूर्ण जीवन सामाजिक न्याय और समानता के लिए समर्पित कर दिया। जननायक को समाज के अत्यंत पिछड़े वर्ग के मसीहा के रूप में जाना जाता है। समाज में हाशिये पर खड़े लोगों के उत्थान के लिए उन्होंने अपना… pic.twitter.com/dPFosx29Vq
— Narendra Modi (@narendramodi) March 30, 2024
પીએમ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકારે M.S.ને આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે સન્માનિત કર્યા છે. સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારતને આત્મસન્માન મેળવવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પડકારજનક સમયમાં કૃષિ પર નિર્ભરતા અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્તમ પ્રયાસો કર્યા.
સંસ્કૃતિના રંગે રંગાયેલી માતૃભાષાનું સરનામું એટલે ‘રેખ્તા’
અમદાવાદ: કોઈ વેબસાઈટ ખોલો અને સામે હોમ પેજ પર સૌપ્રથમ તમને જોવા મળે “અરે, કેમ છો? મજામાં? પધારો, આપનું સ્વાગત છે.” તો તમને કેવી લાગણી થાય? વળી પાછું અહીં તમને એક નવું અવતરણ શીખવા મળે. જે કદાચ તમે પહેલાં ક્યારેય વાંચ્યું ના હોય. જેમ કે,
વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે
ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે
-સિતાંશુ યશશ્ચંદ્ર
આગળ મને એવું લાગે કે કોઈ શબ્દનો અર્થ મને નથી ખબર તો મને ગુજરાતી ડિક્ષનરીની પણ વ્યવસ્થા અહીં મળી રહે. જેમ કે મેં શબ્દ શોધ્યો રતિ, તો જુઓ મને નીચે મુજબનો જવાબ મળ્યો.
આ અનોખી જગ્યા એટલે rekhtagujarati.org નામની વેબસાઈટ. અહીં તમને નરસિંહ મહેતાના ભજન, અખાના છપ્પા, મીરાબાઈ તેમજ કલાપીની રચનાઓ મળી રહે. સાથે જ તમને મધ્યકાલીન અને અર્વાચીન કવિતાઓ, સંત સાહિત્ય તેમજ લોકસાહિત્ય પણ મળી રહે. વર્ષ 1923માં છપાયેલું કવિ કાલિદાસનું મહાકાવ્ય ‘અભિજ્ઞાનશકુન્તલ’ તેમજ વર્ષ 1896માં મહાકવિ અમરૂ દ્વારા રચિત અમરૂશતક નામનું દુર્લભ કાવ્ય પુસ્તક પણ તમને અહીં વાંચવા મળી જશે. રોજની એક નવી કહેવત શીખવા મળે. રોજ એક નવા શબ્દની સમજૂતી શીખવા મળે. બધું જ ઓનલાઈન અને એ પણ પાછું તદ્દન મફત. જી હા rekhtagujarati.org નામની વેબસાઈટ પર આ બધું જ સાહિત્ય તદ્દન મફતમાં ઉપલબ્ધ છે.
ગત 20મી માર્ચના રોજ ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સમૃદ્ધ વારસા અને સાહિત્યના જતન-પ્રોત્સાહન માટે rekhtagujarati.org વેબસાઇટ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લૉન્ચ કરી હતી. ગુજરાતી બાળકો ગુજરાતી ભાષાને સારી રીતે શીખી અને સમજી શકે તે માટે ‘રેખ્તા કિડ્સ લર્નિંગ ઍપ’ને પણ લૉન્ચ કરવામાં આવી હતી. અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભાષાપ્રેમીઓ અને સાહિત્યકારો તથા જાહેરજીવનના અગ્રણીઓની હાજરી વચ્ચે ‘રેખ્તા ગુજરાતી’ની વેબસાઇટ rekhtagujarati.org મોરારિબાપુના હસ્તે લૉન્ચ કરવામાં આવી હતી. આ લોન્ચ ઇવેન્ટમાં સમ્માનિત મહેમાન તરીકે અભિનેતા પરેશ રાવલ, વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી, સૉલિસિટર જનરલ ઑઇ ઇન્ડિયા તુષાર મહેતા તથા ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સ્થાપક સંજીવ સરાફ સહિત અનેક સન્માનનીય લોકો હાજર રહ્યા હતા.
‘રેખ્તા’ના ફાઉન્ડર સંજીવ સરાફ છે. જેઓને ઉર્દૂ ભાષા પ્રત્ચે અનહદ પ્રેમ છે. તેમને વાંચવા-લખવાનો શોખ હતો. તેઓ IIT ખડગપુરથી પાસ આઉટ છે અને બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. પરંતુ તેમને લાગ્યું કે આખી જીંદગી બિઝનેસ કર્યો હવે આપણે પોતાનું ગમતું કરવું જોઈએ એટલે તેઓ સાહિત્ય તરફ પાછા આવ્યા. સંજીવ સરાફને ધીરે-ધીરે એ વાતનો અહેસાસ થયો કે આપણા અમૂલ્ય સાહિત્ય ખજાનાનું ઈન્ટરનેટ પર અસ્તિત્વ જ નથી. આથી જન્મ થયો રેખ્તા વેબસાઈટનો. શરૂઆત ઉર્દૂથી થઈ ધીમે-ધીમે બીજી ભાષાઓમાં પણ કામ કરવાની જરૂરિયાત દેખાતા હિન્દી, રાજસ્થાની જેવી ભાષાઓમાં કામ શરૂ થયું. પછી વારો આવ્યો ગુજરાતી ભાષાનો. ગુજરાતી વેબસાઈટના લોન્ચિંગ પ્રસંગે સંજીવ સરાફે કહ્યું, ‘રેખ્તા ફાઉન્ડેશન’ની શરૂઆત 12 વર્ષ પહેલાં કરી હતી અને આજે ‘Rekhta.Org’ ઉર્દૂની દુનિયાનો સૌથી મોટો ખજાનો બન્યો છે. સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતાએ મને કહ્યું કે ગુજરાતી માટે પણ આવી વેબસાઇટ હોવી જોઈએ. ગુજરાતી બાળકો ગુજરાતી બોલી શકે છે પરંતુ વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવે છે તે માટે કંઈ કામ કરવું જોઈએ. આ કારણે અમે દોઢ વર્ષથી કામ કરતા હતા.’
તુષાર મહેતાએ રેખ્તા ગુજરાતીની જરૂરિયાત વિશે વાત કરતા કહ્યું, ‘જ્યારે આપણા પછીની પેઢી આપણને પુછે કે પપ્પા પોણા બે એટલે શું? નેવ્યાશી એટલે કેટલાં? ત્યારે શરમ જો આવતી હોય તો રેખ્તા ગુજરાતી જરૂરી છે. આપણા પહેલાંની પેઢીએ આપણને હરીશ નાયકના કિશોરાવસ્થાના પુસ્તકોથી વાકેફ કરેલા. આપણે આપણી પછીની પેઢીને આ વસ્તુ આપી શક્યા નથી માટે આ પેઢી હેરીપૉટર તરફ વળી છે. હાલના ગુજરાતી સાહિત્ય સર્જકો પણ ઉત્તમ સાહિત્ય સર્જી રહ્યા છે પણ તે આપણે 90 પછીની પેઢીની તે તરફ લઈ જઈ શક્યા નથી. એ તરફ લઈ જવાનો સેતુ રેખ્તા ગુજરાતી બનશે.
રેખ્તા ગુજરાતી વેબસાઈટની જર્ની વિશે ચિત્રલેખા.કોમે તેના મેનેજીંગ એડિટર મેહુલ મંગુબહેન સાથે વાત કરી. તેમણે કહ્યું કે, વેબસાઈટ લોન્ચ થતાં પહેલાં લગભગ પોણા બે વર્ષ તેના પર કામ કરવામાં આવ્યું છે. જેમાં તેમને અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ, રાયચંદ દીપચંદ લાઈબ્રેરી, ભરૂચ અને ભો. જે. અધ્યન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદનો સહયોગ મળ્યો. ‘રેખ્તા’નું મુખ્ય કામ સાહિત્યમાં પડેલા અખૂટ ખજનાનું ડિજિટાઇજેશન કરવાનો છે. જેમાં તેમને ક્યારેય કોઈ સંસ્થા કે સાહિત્યકારે ના પાડી નથી, પૂરતો સહયોગ મળી રહ્યો છે. સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, નર્મદ સભા, ફાબર્સ સાહિત્ય સભા દરેકે તેમને મદદ માટે સહયોગ આપ્યો છે. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે દરેક પ્રકારનું સાહિત્ય ઈઝી ટુ એક્સેસ થાય તે રીતે તેનું વેબસાઈટ પર એકત્રીકરણ કરવામાં આવી રહ્યું છે. ‘રેખ્તા’ ગુજરાતીનો ઉદ્દેશ્ય ગુજરાતી કવિતા અને સાહિત્યને ચોકસાઈ અને કાળજીપૂર્વક દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓ અને કાવ્યરસિકો સુધી પહોંચાડવાનો છે. સોશિયલ મીડિયા ટેકનોલોજીની મદદ લઈ સત્ત્વશીલ સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવાનો અને તે થકી ગુજરાતી ભાષાની માવજત કરવાનો પણ છે. આ વેબસાઇટ પર અત્યારે 800થી વધારે કવિઓની સંખ્યાબંધ કવિતાઓ છે, જેમાં સંતસાહિત્ય અને લોકસાહિત્યનો પણ સમાવેશ થાય છે. રેખ્તા ગુજરાતીની ટીમ સતત તેમાં ઉમેરણ કરી રહી છે. કાવ્યરસિકોને સુગમ પડે તે માટે કાવ્ય સ્વરૂપ અનુસાર, વિષય અનુસાર અને વિભાગ અનુસાર પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતી કાવ્યપરંપરાના તમામ મુખ્ય કવિઓનો વેબસાઇટ પર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હાંસિયામાં ધકેલાઈ ગયેલા કવિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાષાને વધારે એક્સેસબલ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કવિતાને સમજવા માટે શબ્દકોશની સવલત પણ અહીં આપવામાં આવી છે. ગુજરાતી શબ્દકોશમાં સતત કામ ચાલી રહ્યું છે. ગુજરાતની તમામ બોલીઓ, તળપદા શબ્દોની સમજૂતી પણ આ વેબસાઈટ પર સરળતાથી મળી રહે છે.

રેખ્તા દ્વારા સૌપ્રથમ ધ્યાન આપવામાં આવ્યું પદ્ય પર. જાણીતા કવિઓની રચનાઓને મેળવીને તેનું સ્કેનિંગ કરીને વેબસાઈટ્સ પર મૂકવી. અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ, રાયચંદ દીપચંદ લાઈબ્રેરી, ભરૂચ અને ભો. જે. અધ્યન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ- આ ત્રણેય લાઈબ્રેરી દ્વારા તેમના પુસ્તકો કોઈપણ પ્રકારના ચાર્જ વગર સ્કેન કરીને વેબસાઈટ પર મૂકવાની પરવાનગી મળી છે. આ સિવાય સાંપ્રત સાહિત્યકારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો. કોઈએ ક્યારેય ના ન પાડી. દરેકે હોંશે-હોંશે પોતાની રચનાઓ રેખ્તાને આપી. જેથી વધુમાં વધુ લોકો સુધી તે પહોંચી શકે. આગામી સમયમાં ગદ્ય સાહિત્ય ઉપર પણ કામ કરવામાં આવશે.રેખ્તા ફાઉન્ડેશનની શરૂઆત ઉર્દૂ વેબસાઈટથી થઈ હતી. તેમાં એક દશકા કરતાં વધારેનો સમય વીતી ગયો છે. આથી કામ પણ એટલું જ વધારે થયું છે. સમગ્ર ભારતમાં 35થી 40 જગ્યાએ ઉર્દૂ માટેના પુસ્તકોના સ્કેનિંગનું કામ ચાલી રહ્યું છે. ઉર્દૂ વેબસાઈટમાં ‘તખ્તી’ નામનું ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તમે પોતાની રચના મૂકીને યોગ્ય મીટરમાં લખાઈ છે કે નહીં તે ચકાસી શકો છો. આવું જ કામ નજીકના ભવિષ્યમાં ગુજરાતી ભાષાની વેબસાઈટમાં પણ કરવાનું પ્લાનિંગ રેખ્તાનું છે. વધુ ઓથેન્ટિક પુસ્તકો રેખ્તાની સાઈટ પર વિના મૂલ્યે વાંચવા મળશે. આ ઓનલાઈન લાઈબ્રેરીને તમે દુનિયાના કોઈપણ ખૂણેથી સરળતાથી એક્સેસ કરી શકશો.

રેખ્તાનું બીજું મોટું લક્ષ્ય એજ્યુકેશન છે. જેની માટે તેમણે ‘રેખ્તા કિડ્સ’ લર્નિંગ એપ લોન્ચ કરી છે. જેમાં બાળકોને ભાષાનું બેઝિકથી લઈને એડવાન્સ જ્ઞાન મળે તે રીતે આખી એપ તૈયાર કરવામાં આવી છે. બાળક રમતા-રમતા ભાષા શીખી લે છે અને તેને ભાર પણ લાગતો નથી. આ ઉપરાંત વેબસાઈટ પર ભાષાને લગતાં વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આમ સત્વશીલ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે પ્રકારના પ્રયત્નો રેખ્તા દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
રેખ્તાનું ત્રીજું પ્લાનિંગ છે સાહિત્યક ચર્ચાઓ અને પરિસંવાદો કરવાનું. જે આગામી સમયમાં ગુજરાતમાં કરવામાં આવશે. પરંતુ આ કાર્યક્રમો સાહિત્યની સંસ્થાઓમાં નહીં પરંતુ ટેક્નિકલ કોર્સિસ કરતાં વિદ્યાર્થીઓ, કાયદા કે મેડિકલના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવશે. જેથી કરીને નવો વર્ગ સાહિત્ય સાથે જોડાય. કારણ કે જે વિદ્યાર્થીઓ પહેલાંથી જ સાહિત્યના અભ્યાસ સાથે જોડાયેલાં છે તેમની માટે તો કાર્યક્રમો થતાં જ હોય છે તેવું રેખ્તાનું માનવું છે.

હાલ તો આ વેબસાઈટના લોન્ચિંગ બાદ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ રેખ્તા સાથે જોડાયેલી ટીમનું માનવું છે કે ભવિષ્યમાં તે વધારે લોકો સુધી ઓથેન્ટિક સાહિત્યને વધુ માત્રામાં પહોંચાડી શકે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.
રાધિકા રાઓલ (અમદાવાદ)
છત્તીસગઢ: જગદલપુરમાં CRPF જવાનોને લઈ જતી બસને નડ્યો અકસ્માત
જગદલપુર રોડ અકસ્માતઃ છત્તીસગઢના જગદલપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, કોંડાગાંવ જિલ્લાને અડીને આવેલા રાતેંગા ગામમાં CRPF જવાનોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ બસ ચૂંટણી ફરજ પરના સૈનિકોને લઈને કોંડાગાંવ જઈ રહી હતી. આ અકસ્માતમાં 11 જવાનો અને ડ્રાઈવર ઘાયલ થયા છે.

તમામ સૈનિકો 188 બટાલિયનના છે
આ તમામ જવાનો 188 બટાલિયનના છે. સૈનિકોને પ્રાથમિક સારવાર માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લોહાંડીગુડા મોકલવામાં આવ્યા છે. બધા સૈનિકો પુસ્પલ કેમ્પમાંથી નીકળી ગયા હતા. આંધળા વળાંક પર એમ્બ્યુલન્સ રોડ પરથી નીચે જતાં રતેંગા પલટી ગઈ. દુર્ઘટનામાં ઘાયલ થયેલા સાત જવાનોને ડીમરાપાલ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ તમામની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે વાહન પલટી ગયું. તે જાણીતું છે કે સુરક્ષા કારણોસર, સૈનિકો એમ્બ્યુલન્સ વગેરે જેવા વાહનોનો ઉપયોગ કરે છે. આ ઘટનામાં એમ્બ્યુલન્સ વાહનને અકસ્માત નડ્યો હતો.
NCP નેતા નવાબ મલિકની તબિયત લથડી… હોસ્પિટલમાં દાખલ
કુર્લા જમીન ઉચાપત કેસમાં ED દ્વારા પકડાયેલા NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની તબિયત અચાનક બગડી હતી. મળતી માહિતી મુજબ શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ નવાબ મલિકની તબિયત બગડી હતી. નવાબ મલિકની પુત્રી સના મલિકે આ માહિતી આપી છે. સના મલિકના જણાવ્યા અનુસાર, તેની તબિયત બગડતાં જ તેને કુર્લાની કૃતિ કેર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. કૃતિ કેર હોસ્પિટલના ડોકટરોની ટીમ નવાબ મલિકની સ્થિતિ પર નજર રાખી રહી છે. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિકને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલમાં મેડિકલ જામીન પર બહાર છે
નવાબ મલિકની 23 ફેબ્રુઆરી 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે પૈસાની લેવડ-દેવડ અને તેની બહેન સાથે જમીનની લેવડ-દેવડના સંબંધમાં ઈડી તેની તપાસ કરી રહી હતી. આ કારણોસર EDએ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ નવાબ મલિક ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા. તેને થોડા મહિના પહેલા જ તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા.
નવાબ મલિક અજિત પવારના જૂથમાં છે
NCPમાં બળવા પછી નવાબ મલિક અજિત પવારના જૂથમાં છે. તેઓ વિધાનસભા સત્રમાં સત્તાધારી પક્ષમાં બેઠા હતા. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે તેમના વિરોધમાં અજિત પવારને પત્ર લખ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે આ પત્ર સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દાઉદ સાથેના સંબંધોના આરોપોના આધારે નવાબ મલિકની એન્ટ્રીનો વિરોધ કર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે મલિક પર જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે તે જોતા તેમને સામેલ કરવું યોગ્ય નથી.
કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું
ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો.ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે આ મુદ્દો પતી જાય તેમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

વચ્ચેનો રસ્તો કાઢી ગમે તે રીતે હું સમજાવીશ
ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો. તેમણે રાત્રિના તેઓ ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું.લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને જણાવ્યું હતું કે સમાજ માટે હું સમાજને ખૂબ સમજાવીશ અને એના માટે અમે મહેનત કરીશ. બને એટલી કોશિશ કરીશું કે સમાજ સમજે એવી અમારી ભાવના અને લાગણી છે એટલે એ અમે કરીશું, કારણ કે સમાજની જે ગરીમા એ સમજે અને હું સમજુ એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તે રીતે મારી રીતે હું સમજાવીશ.
ક્ષત્રિયોની બેઠકમાં ગઈકાલે સાંજે પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતાં જણાવ્યું હતું કે હું મારી વાત શરૂ કરું એ પહેલાં મને જે ફીલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યારસુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારાં સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી.


