નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આબકારી કૌભાંડમાં જેલમાં બંધ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે એક વધુ આંચકો આપ્યો છે. હાઇકોર્ટે મુખ્ય મંત્રી કેજરીવાલ માટે અસાધારણ વચગાળાના જામીનની માગ કરતી જનહિત અરજીને સોમવારે કોર્ટે ફગાવી દીધી હતી અને અરજીકર્તા પર રૂ. 75,000નો દંડ પણ ફટકાર્યો હતો.
કેજરીવાલ આબકારી કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ન્યાયિક હિરાસતમાં છે. કાર્યવાહક મુખ્ય જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પી. એસ. અરોડાની ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે એ અરજી ઉચિત વિચાર કરીને દાખલ કરવામાં નથી આવી અને કોર્ટ ઉચ્ચ પદ પર બેઠેલા કોઈ પણ વ્યક્તિને અસાધારણ વચગાળાના જામીન નથી આપી શકતી. ખંડપીઠે કહ્યું હતું કે શું એ (અરજીકર્તા) કોલેજમાં જાય છે. એ કાયદાના સિદ્ધાંતોનું પાલન નથી કરી રહ્યા, એમ કોર્ટે કહ્યું હતું.
અરજીકર્તાના વકીલે કોર્ટમાં દલીલ આપતાં કહ્યું હતું કે તેમની પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. વકીલે કહ્યું હતું કે મુખ્ય મંત્રીની ધરપકડને કારણે સંપૂર્ણ સરકાર ઠપ પડી ગઈ છે. દિલ્હીમાં થનારા કામકાજ અટકી ગયાં છે. તેમને જામીન મળવા જોઈએ. સરકારી હોસ્પિટલોમાં દવા ઉપલબ્ધ નથી, જે ઘણો ચિંતાનો વિષય છે.કોર્ટે ટિપ્પણી કરી હતી કે આપ નેતાની પાસે પોતાના કાનૂની વિકલ્પોનો લાભ લેવા માટે પગલાં ભરવા માટે સાધન છે અને અરજીકર્તાની પાસે તેમની તરફથી દલીલો કરવા માટે કોઈ વકાલતનામું નથી. તમે કોણ છો? તમે આપ વિશે વધારી-વધારીને બોલી રહ્યા છો. તમારી પાસે વીટો શક્તિ છે કે તમે આપશો, એમ કોર્ટે સવાલ કર્યો હતો.
અરજીકર્તાના વકીલે કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલની સુરક્ષા ખતરામાં છે, કેમ કે તેઓ કટ્ટર અપરાધીઓની સાથે જેલમાં બંધ છે.









સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે શંકા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો યોગ્ય નથી. કુંભાણીના ચારમાંથી ત્રણ ટેકેદારોએ સોગંદનામું કર્યું છે, અને સોગંદનામામાં લખ્યુ કે તેમણે ટેકેદાર તરીકે સહી કરી નથી. જેથી આ બાબતે સુરત કલેક્ટરે શનિવારે નિલેશ કુંભાણી પાસે ખુલાસો માંગ્યો હતો અને રવિવાર સવારે ૧૧ વાગ્યા સુધીની મુદ્દત આપી હતી.
રવિવારે મુદ્દતના સમય સુધી ટેકેદારોનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેને કારણે કલેક્ટરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કર્યું હતું. નિલેશ કુંભાણીએ આ મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુંકે એમના ટેકેદારોનું અપહરણ કરાયું છે. જો કે સમગ્ર ઘટનામાં ખુદ નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં છે. કેમ કે એમના ટેકેદારો નજીકના સંબંધીઓ જ છે.
બળબળતી ગરમી વચ્ચે આ ઘટનાને કારણે રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપને નિલેશ કુંભાણી જીતી જવાનો ડર હતો એટલે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને એમને પરેશાન કરાયા છે. બીજી તરફ ભાજપ કહે છે આમાં ભાજપનો કોઈ હાથ નથી. હવે આ મામલો કદાચ હાઈકોર્ટમાં અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ સુધી પણ જઇ શકે છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ સમર્થકોમાં પણ નારાજગી છે. એ ઈચ્છે છે કે આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ. સહી ખોટી કરી હોય તો નીલેશ કુંભાણી સામે પણ પગલાં ભરવાં જોઈએ. જેમણે પણ રમત રમી હોય તેની સામે ફરિયાદ થવી જોઈએ. કારણ કે આ કૃત્યથી લોકશાહીની મજાક ઉડી છે.
સુરત આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાનું કહેવું છે કે, પહેલેથી જ શંકા હતી કે નિલેશભાઈ લડવાના મૂડમાં નથી. એકપણ કાર્યાલય શરૂ નથી કર્યું અને કોઈને પણ જવાબદારી આપી નહોતી. એમણે ભારતીય જનતા પાર્ટી સાથે પાંચ કરોડમાં સોદો કર્યો હોય એવું ૧૦૦% લાગે છે. આ નિલેશભાઈનો આ પ્રિ-પ્લાન હતો એવું લાગી રહ્યું છે.હવે જોવાનું એ છે કે આરોપ-પ્રત્યારોપ વચ્ચે કોંગ્રેસ શું નિર્ણયો લે છે? લોકશાહીનું ખૂન થઇ રહ્યું હોવાની દુહાઈ આપતી કોંગ્રેસ આ મામલે તટસ્થ તપાસ માટે આગળ આવશે? કે માત્ર ભાજપ પર આરોપ મૂકીને બેસી રહેશે? હાલ તો નાટક નગરી ગણાતી સુરતમાં આ પોલિટિકલ ડ્રામાનો પહેલો ભાગ ભજવાઈ ગયો છે. હવે બીજા ભાગમાં શું વળાંક આવે છે એના પર સૌની નજર છે.






સુવિચાર – ૨૨ એપ્રિલ, ૨૦૨૪