
Chitralekha Gujarati – 10 June, 2024
રાશિ ભવિષ્ય 31/05/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
મારી ખુશીના ચોર કોણ-કોણ છે?
રાજયોગી ફક્ત એક વર્ષ માટે નહીં પરંતુ 21 જન્મ માટે સાચા હીરા રત્ન જડિત તાજનો અધિકાર ઈશ્વરીય જન્મ સિદ્ધ અધિકારના રૂપમાં પ્રાપ્ત કરશે. આ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના પ્રથમ મુખ્ય પ્રશાસિકામાં જગદંબાએ પરમાત્મા શિવની કલ્યાણકારી શ્રીમત પર ચાલીને ફક્ત 29 વર્ષના જ્ઞાન-યોગ ના અભ્યાસ, દિવ્ય ગુણોની ધારણા તથા મનુષ્ય માત્રની ઈશ્વરીય સેવા દ્વારા ભવિષ્ય 21 જન્મો માટે બે તાજધારી પદને પ્રાપ્ત કરી લીધું. તેઓ નજીકના ભવિષ્યમાં આવનાર સતયુગી દુનિયામાં શ્રી લક્ષ્મીના રૂપમાં રાજ સિંહાસન શોભાવશે. શ્રી લક્ષ્મીજીના અલૌકિક દિવ્ય સ્વરૂપ આગળ આખા કલ્પમાં કોઈપણ સુંદરી ટકી નથી શકતી. આથી આપણે માતેશ્વરી જગદંબા નું અનુકરણ કરી આ પ્રકારના દિવ્ય શરીર પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર વિજયી બની શકીયે છીએ.

કોઈને પણ પૂછીએ કે અમીર બનવા ઈચ્છો છો કે ફકીર? તો સ્વાભાવિક રીતે એવો જવાબ મળશે હું અમીર બનવા ઈચ્છું છું. તેવી જ રીતે એક પ્રશ્ન એ પણ છે કે તમારે સારું નસીબ જોઈએ કે ખરાબ? તો બધા સારું નસીબ જ પસંદ કરશે. દુઃખી, નિરાશસ, ઉદાસ ચહેરાને કોઈપણ જોવા નથી ઈચ્છતું.. ખુશી આપણા જીવનમાં કેવી રીતે આવે? તે ખુબ અગત્યનો પ્રશ્ન છે.

આનો સરળ જવાબ તે છે કે ખુશીનો આધાર ખુશીની બાબતોનું ચિંતન છે. ચિંતનમાં દુઃખની બાબતો છે તો ખુશી કેવી રીતે આવી શકશે? જો મનમાં દુઃખની બાબતનું ચિંતન કરીશું તો ખુશી ગુમ થઈ જશે . જેવી રીતે શેરડીને નીચોવવાથી મીઠો રસ મળે છે, તેવી જ રીતે ખુશીની વાતોનું ચિંતન કરવાથી જીવનમાં ખુશી જ આવે છે. બેસીને પોતાની જાતને સવાલ પૂછીએ કે કઈ-કઈ બાબતોથી હું દુઃખી થાઉં છું? મારી ખુશીના ચોર કોણ-કોણ છે? સાથે સાથે એ પણ પૂછીએ કે શું સાચે સાચ આ બાબતો મારી ખુશીને ચોરી લે છે કે હું પોતે જ ખુશીની પોટલીને તેમની પાસે જાણી જોઈને ફેંકી દઉં છું?

ઘણી બધી બાબતો તથા પરિસ્થિતિઓમાં આપણે પોતાની જાતે જ ખુશીની પોટલીને નષ્ટ કરી દઈએ છીએ આને નામ બીજાનું લગાવીએ છીએ. આપણે કહીએ છીએ કે અમુક વ્યક્તિ આવી, ઘટના બની અને મારી ખુશી ગઈ. જો આપણું મન આપણા કાબુમાં હશે તો આપણે કોઈ પણ વાત કે વ્યક્તિનો પડછાયો આપણા ઉપર પડવા જ નહીં દઈએ. માટે જ ખુશીના ચોર બીજા નથી પરંતુ આપણી ખુશીને એક સેકન્ડમાં ગુમાવી દેવી તે આપણી કમજોરી છે, બેદરકારી છે. જો આપણે ઈચ્છીએ તો ખુશીને સંભાળી શકીએ છીએ. તેવા માલિકનું રક્ષણ કોણ કરે કે જે કોઈ ચોરનો થોડો સરખો અવાજ સાંભળીને પોતાના ખજાનાના દરવાજા ખોલતો જાય. ચોરનો મુકાબલો કરીને તેને ભગાડવાના બદલે તેની સામે હાર માનીને આત્મ સમર્પણ કરી દે. ચોર છે આનુમાન. શંકા, ખોટી ધારણા, વેર વગેરે વગેરે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
મુંબઈ: આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ કરી કમાલ
આર્થિક રાજધાનીમાં મુંબઈમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ છે. શહેરમાં ગુજરાતી માતૃભાષાની શાળાઓ પણ એટલી જ છે. આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ એક મોટી સિદ્ધિ મેળવી છે. કુલ 61 શાળાઓમાંથી 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. વિપરીત સંજોગોમાં પણ શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે.

મુંબઈમાં વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી મીડિયમમાં ભણાાવવાનો વધારે આગ્રહ રાખે છે. જોકે તેમ છતાં ગુજરાતી શાળાઓએ પોતાની જગ્યા બનાવી રાખી છે. મુંબઈ ગુજરાતી સંગઠન હંમેશાં ગુજરાતી માતૃભાષાની શાળાઓને પ્રોત્સાહન આપવામાં આગળ રહ્યું છે. મુંબઈ સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું કે મુંબઈમાં બધાને એવું લાગે છે કે ગુજરાતી માતૃભાષાની શાળાઓ ક્યાં છે? જ્યારે કે માતૃભાષાની અર્ધસરકારી કુલ 61 શાળાઓ છે. દરેક વિસ્તારની નજીક એક તો ગુજરાતી શાળા છે જ. ગુજરાતી તરીકે આપણી ફરજ છે કે જેટલી ગુજરાતી શાળા છે તેને ટકાવી રાખીએ. શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. તેમજ શાળાઓના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. ગુજરાતી માતૃભાષાની શાળાઓને ટકાવી રાખાવા માટે અમારી આખી એક ટીમ કામ કરી રહી છે. જે 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે એ પણ પ્રશંસનીય છે.
100 ટકા પરિણામ લાવનાર શાળાની યાદી
1.મણીબેન નાનાલાલ હરિચંદ હાઇસ્કૂલ (દાદર)
2.સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (કાંદીવલી વેસ્ટ)
3.લીલાવતી લાલજી દયાળ (ચર્નીરોડ)
4.ચંદારામજી હાઇસ્કુલ (ચર્ની રોડ)
5.શેઠ જી એચ હાઇસ્કુલ (બોરીવલી પૂર્વ)
6.શ્રી એન બી ભરવાડ ગુજરાતી હાઈસ્કૂલ (દહિસર પૂવૅ)
7.લાયન એમ પી ભૂતા સાર્વજનિક સ્કૂલ (સાયન)
8.જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ (મલાડ પૂર્વ)
9.સંઘવી કેશવલાલ મણિલાલ હાઈસ્કૂલ.(પૂના)
10.રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી સ્કૂલ (પૂના)
11.આઇ બી પટેલ વિદ્યાલય (ગોરેગામ પ.)
12.શિવાજીપાર્ક લાયન્સ હાઇસ્કૂલ ( માટુંગા) )
13.આર સી પટેલ હાઇસ્કૂલ (બોરીવલી પ.)
14.જે. એચ. પૌદાર. હાઇસ્કૂલ( ભાયંદર વેસ્ટ)
15.શેઠ એન એલ હાઇસ્કૂલ (મલાડ પ.)
16.આર એસ જી કે આર (કલ્યાણ પ.)
17.મૂળજીભાઈ માધવાણી મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ (વિલે પાર્લે પ.)
18.એસ એચ જોંધલે વિદ્યામંદિર (ડોબિવલી)
19.શ્રી બી જી છાયા (અંબરનાથ)
20.શેઠ આર પી વિદ્યાલય (નાસિક)
21.શ્રીમતી ગોકળીબાઈ પીતાંબરદાસ (પાર્લે)
22.શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઇસ્કૂલ ( થાણા)
23..શ્રીમતી સુરજબા વિદ્યામંદિર (જોગેશ્વરી)
24.સંસ્કારધામ વિદ્યાલય (ગોરેગામ)
25.સમારફિલ્ડ સ્કૂલ (નાલાસોપારા)
26.સર બી જે ગર્લ્સ (ગોરેગામ)
27.માતોશ્રી ગંગાબા શિવજી કોઠારી (સાંગલી)
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં PM સહિત અનેક દિગ્ગજો મેદાનમાં
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. આ તબક્કામાં આઠ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટો પર મતદાન થશે. સાતમા તબક્કામાં વડા પ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કંગના રણોત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
વડા પ્રધાન મોદીએ દેશમાં મોટા પાયે ચૂંટણીપ્રચાર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ દેશમાં ચૂંટણીની જાહેરાત પછી આશરે 75 દિવસોમાં 200થી વધુ ચૂંટણી સભાઓ કરી હતી. તેમણે દેશ-વિદેશના મિડિયા હાઉસોને 80 ઇન્ટવ્યુ આપ્યા હતા. તેમને મોટા ભાગના રાજ્યોમાં રોડ-શો કર્યા હતા. તેમણે સૌથી વધુ 22 જનસભાઓ અને કુલ 31 ચૂંટણી કાર્યક્રમ માત્ર ઉત્તર પ્રદેશમાં કર્યા હતા.
સાતમા તબક્કામાં અન્ય દિગ્ગજ ઉમેદવારોમાં જોઈએ તો ગોરખપુરથી રવિ કિશન, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી TMCના અભિષેક બેનરજી, ભોજપુરી કલાકાર પવન સિંહ અને કેન્દ્રીય મંત્રીઓની કિસ્મતનો નિર્ણય EVMમાં કેદ થશે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન, પાંચમા તબક્કામાં 62.2 ટકા અને છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર 61.98 ટકા મતદાન નોંધાયું હતું. સાતમા તબક્કામાં મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પરિણામો ચોથી જૂને જાહેર થશે.
અગ્નિકાંડમાં સ્વજનો ગુમ થયાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ
રાજકોટ: તારીખ 25મી મેના રોજ ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાની રાખ હજુ ઠરી નથી, ત્યાં એક પછી એક નવા-નવા વળાંક આ દુર્ઘટનામાં સામે આવતા જાય છે. એક વ્યકિતએ પોલીસ અને તંત્રને તેના ભાણેજ અને બે જૂના પાડોશી ગુમ થયાની જાણ કરી હતી. આ મામલે પોલીસ અને વહીવટી તંત્રએ તપાસ કરતા આ ફરિયાદ ખોટી નીકળી. અંતે ફરિયાદી સામે ખુદ પોલીસે ફરિયાદ કરી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેમની સામે ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધાયો તેમનું નામ વિજય લાભશંકર પંડ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
અત્યાર સુધીમાં આ ભયાનક દુર્ઘટનામાં 27 મૃતકોના ડી.એન.એ. સેમ્પલ મેચ થયા બાદ ઓળખ થઈ ચૂકી છે અને મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે હવે કોઈ ગુમ ન હોવાનું જાહેર કર્યું છે. સાથે જ કોઈને હજુ પણ પરિવારજનો આ ઘટનામાં ગુમ હોય તેવી આશંકા હોય તો પોલીસને જાણ કરવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
રિવરફ્રન્ટ પરના વૃક્ષોને બચાવવા ગ્રીન નેટનો ઉપયોગ
અમદાવાદ: શહેરમાં ગરમીનો પારો આ ઉનાળે 45 ડીગ્રી કરતાં પણ વધારે પહોંચી ગયો. જ્યાં સીધો જ સૂર્ય પ્રકાશ પડ્યો એ તમામ ચીજ-વસ્તુઓ સુકાવા માંડી. માણસો અતિશય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જેને જે સગવડ મળી એ પ્રમાણે પંખા, કુલર અને એ.સી.નો સહારો લઇ સૂર્ય પ્રકાશથી બચવા છત નીચે બેસી જાય છે. પરંતુ પરાવલંબી જીવ વેલ, વૃક્ષ, કે છોડની માવજત તો માણસે જ કરવી પડે. એટલે જ્યાં સુધી માણસ પહોંચી શકે ત્યાં સુધી ત્યાં સુધી ગરમી વૃક્ષોને બચાવવાના પ્રયાસો અવશ્ય કરે. વૃક્ષોને બચાવવાની એક ઉત્કૃષ્ટ કામગીરી અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારીઓએ કરવા પ્રયાસ કર્યો છે.

AMCના આસિફ મેમણે ચિત્રલેખા.કોમને કહ્યું, “અતિશય ગરમીના કારણે ફિકસ પાંડા જેવાં વૃક્ષો, કેટલાંક છોડ અને વેલ સુકાવા માંડે છે. કુમળા છોડ, વૃક્ષ અને વેલ સુકાઇ ના જાય એટલે સવારે દશથી સાંજના છના ગાળા દરમિયાન અમે એને ગ્રીન નેટથી ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે રિવરફ્રન્ટની દિવાલો પર લગાવેલી વેલને બચાવવા માટે એને કોથળા કંતાનનો સહારો આપ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચાના રાખ રખાવ માટે કામ કરતો તમામ સ્ટાફ વૃક્ષો સુકાઇ ના જાય એ માટે સતત પ્રયત્નો કરે છે. આ સાથે સતત પાણીનો છંટકાવ ફૂટપાથ પરના તેમજ ડિવાઇડર પરના વૃક્ષો પર કરવામાં આવે છે.”
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)






