Home Blog Page 1766

અમૂલ પછી મધર ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા

આજે સવારે જ અમૂલને દૂધના દરમાં વધારો અને ટોલ પ્લાઝા ટેક્સમાં વધારો કરવાનો આંચકો લાગ્યો હતો, હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ પહેલા અમૂલે પણ તેના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના આ નવા દરો આજથી એટલે કે 3 જૂનથી અમલમાં આવી ગયા છે.

મધર ડેરીએ પણ દર વધાર્યા

જ્યારે અમૂલે તેના દૂધના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે એવી આશંકા હતી કે મધર ડેરી પણ ભાવ વધારાની જાહેરાત કરી શકે છે. અગાઉ ડિસેમ્બર 2022માં મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે, ગયા વર્ષે કંપનીઓએ હાલ પૂરતો ભાવ વધારવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ સોમવારે આની જાહેરાત કરી હતી. કંપનીએ છેલ્લા 15 મહિનામાં ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરીએ તમામ પ્રકારના દૂધના ભાવમાં વધારો કર્યો છે. નવી કિંમતો આજથી એટલે કે સોમવાર, 3 જૂનથી લાગુ થઈ ગઈ છે. આ પહેલા રવિવારે અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ બંને મોટી ડેરી કંપનીઓએ જૂન મહિનામાં લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

મોદી લહેરમાં BSE સેન્સેક્સ, નિફ્ટી50 ઓલટાઇમ ઊંચી સપાટીએ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરી એક વાર મોદી સરકાર બનવાના સંકેતો બજાર માટે મોટો બુસ્ટર ડોઝ સાબિત થયો હતો. આજે 40 મહિનાથી સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. PSE અને PSU બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે પહોંચ્યા હતા. આજની તેજીમાં બધા 13 સેક્ટર્સમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટી, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સોએ નવી ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી. નિફ્ટી બેન્કે 51,000ની સપાટી વટાવી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 12 લાખ કરોડ વધારો થયો હતો.  

ઘરેલુ બજારમાં ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 76,738 અને નિફ્ટી 23,338ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ઇન્ટ્રા-ડેની તેજી પછી સેન્સેક્સ 2507 પોઇન્ટની તેજીની સાથે 76,469ના સ્તરે અને નિફ્ટી 733 પોઇન્ટની તેજી સાથે 23,264ના સ્તરે બંધ થયો હતો. લોકસભા ચૂંટણીના બધા એક્ઝિટ પોલમાં PM મોદીની આગેવાની હેઠળ NDA સરકાર સતત ત્રીજી વાર પૂર્ણ બહુમતની સાથે સત્તામાં વાપસીનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. એમાં ભાજપને 305થી 315 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શેરબજારને એક્ઝિટ પોલનાં પરિણામો પસંદ આવ્યાં હતાં.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપની જીતથી કેન્દ્રમાં રાજકીય સ્થિરતા અને આર્થિક નીતિઓને વેગ મળવાની ધારણાનો અંદાજ છે. વળી, છેલ્લાં 10 વર્ષોમાં વૈશ્વિક સ્તરે આવેલા તમામ ઉતારચઢાવ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિર રહ્યું છે, જે મોદી સરકારની એક મોટી સફળતા છે, એમ બ્રોકરેજ કંપનીએ કહ્યું હતું.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આજની તેજી પાછળ વર્ષ 2024 માટે GDP ગ્રોથનો સારો અંદાજ, નાણાકીય ખાધમાં ઘટાડો, દેશમાં સારા વરસાદનું અનુમાન અને GST કલેક્શન રૂ. 1.73 લાખ કરોડે પહોંચતાં બજારમાં આગઝરતી તેજી થઈ હતી. BSE પર લિસ્ટેડ બધા કંપનીના કુલ માર્કેટ કેપમાં આજે રૂ. 14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

વિરાટ કોહલીને અમેરિકા પહોંચતા જ મળ્યો મોટો એવોર્ડ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લેવા અમેરિકા પહોંચી છે, જેમાં ટૂર્નામેન્ટમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમે 1 જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ પણ રમી હતી જેમાં વિરાટ કોહલીએ ભાગ લીધો ન હતો. વાસ્તવમાં, કોહલી 31 મેના રોજ અમેરિકામાં ટીમ સાથે જોડાયો હતો, જેના કારણે તે આ વોર્મ-અપ મેચમાં નહોતો રમ્યો. યુએસ પહોંચ્યા પછી કોહલીને ICC દ્વારા ODI પ્લેયર ઓફ ધ યર 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં વિરાટને કેપ સાથે ટ્રોફી આપવામાં આવી હતી.

ICC દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો
વર્ષ 2023માં વિરાટ કોહલીએ ODI ફોર્મેટમાં બેટિગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 27 મેચ રમી હતી અને 72.47ની એવરેજથી 1377 રન બનાવ્યા હતા, જેમાં 6 સદી અને 8 અડધી સદી સામેલ હતી. આ સમયગાળા દરમિયાન કોહલીએ વનડેમાં તેની 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ત્રીજી વખત ICC ODI પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે, જેની સાથે તેણે એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે, જેણે આ પહેલા બે વખત આ એવોર્ડ જીત્યો હતો. કોહલીને ન્યૂયોર્કમાં ICC દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેનો વીડિયો પણ તેણે શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

T20 વર્લ્ડમાં કોહલીના પ્રદર્શન પર તમામની નજર છે
બેટિંગમાં વિરાટ કોહલીનું હાલનું ફોર્મ ઘણું સારું છે, પરંતુ તે જાન્યુઆરી 2024 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ મેચ રમશે નહીં. IPL 2024માં કોહલીનું બેટિંગ ઘણું સારું હતું જેમાં તેણે કુલ 741 રન બનાવ્યા હતા. કોહલી હાલમાં T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, તેણે 27 મેચમાં 81.50ની એવરેજથી 1141 રન બનાવ્યા છે.

કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેદાર જાધવે સંન્યાસ લઈ લીધો છે. કેદાર જાધવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે તેણે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની શૈલીમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. કેદાર જાધવે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું – મારી કારકિર્દી દરમિયાન તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. બપોરે 3 વાગ્યાથી મને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત ગણવામાં આવશે.

ધોનીની જેમ કેદારની નિવૃત્તિ

કેદાર જાધવનો આઇડોલ એમએસ ધોની હતો. તેની જેમ તેને પણ મેચ ફિનિશર માનવામાં આવતો હતો અને તેથી જ તેની જેમ તેણે પોતાની કારકિર્દીનો અંત જાહેર કર્યો હતો. ધોનીએ 15 ઓગસ્ટ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. ધોનીએ પોતાનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. 19:29 થી મને નિવૃત્ત ગણવામાં આવવો જોઈએ.

કેદાર જાધવની કારકિર્દી

કેદાર જાધવે 2014માં શ્રીલંકા સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 2015માં તેણે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ T20 ઈન્ટરનેશનલ રમી હતી. જાધવે 73 ODI મેચોમાં 40 થી વધુની એવરેજથી 1389 રન બનાવ્યા છે. T20માં તે 6 ઇનિંગ્સમાં 122 રન બનાવી શક્યો હતો. કેદાર જાધવ મહારાષ્ટ્ર ક્રિકેટનું મોટું નામ માનવામાં આવે છે. તેણે આ ટીમ માટે 87 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 17 સદીની મદદથી 6100 રન બનાવ્યા છે. જ્યારે લિસ્ટ Aમાં તેણે 10 સદીના આધારે 5520 રન બનાવ્યા છે. T20માં તેણે 163 મેચમાં 2592 રન બનાવ્યા છે. જેમાં 14 અડધી સદી સામેલ છે.

કેદાર જાધવની આઈપીએલ કારકિર્દી

કેદાર જાધવે પણ આઈપીએલમાં ઘણું ક્રિકેટ રમ્યું છે. તે સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, આરસીબી, દિલ્હી ડેરડેવિલ્સ, કોચી ટસ્કર્સ કેરળ માટે રમ્યો છે. કેદારે IPLમાં 95 મેચમાં 22.37ની એવરેજથી 1208 રન બનાવ્યા છે.

રવીના ટંડન મારપીટ મામલો: મુંબઈ પોલીસે કહ્યું અભિનેત્રી નશામાં….

મુંબઈ: રવિવારે રવીના ટંડનનું નામ એક વિવાદને કારણે ચર્ચામાં આવ્યું હતું. અભિનેત્રી પર તેના ડ્રાઈવર સાથે એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર પર મારપીટ કરવાનો આરોપ હતો, જેના પછી કેટલાક ગુસ્સે થયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાંદ્રાના રિઝવી લો કોલેજ પાસે બની હતી. પીડિતા મોહમ્મદે આરોપ લગાવ્યો હતો કે રવીના ટંડને નશાની હાલતમાં તેની માતા પર હુમલો કર્યો હતો. તેણે તેમની કાર પણ તેમના પર ચડાવી દીધી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. બાદમાં પીડિતાના પરિવારે ખાર પોલીસ સ્ટેશનમાં તેની (રવીના ટંડન) વિરુદ્ધ FIR નોંધાવી હતી. હવે આ અંગે મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે.

મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે કેટલાક લોકોએ રવીના ટંડન અને તેના ડ્રાઈવર વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. CCTV જોયા પછી સત્ય સામે આવ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ન તો રવીના ટંડન નશામાં હતી.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે,”અમે સોસાયટીના સમગ્ર સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને જાણવા મળ્યું છે કે અભિનેત્રી (રવીના ટંડન)નો ડ્રાઈવર રોડ પરથી કારને સોસાયટીમાં રિવર્સ કરી પાર્ક કરી રહ્યો હતો જ્યારે પરિવાર એ જ લેન ક્રોસ કરી રહ્યો હતો. પરિવારને લાગ્યું કે ગાડી તેઓની સાથે અથડાશે.આ કારણે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો.”

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે,ઝઘડો મોટી દલીલમાં બદલાયો અને મોટુ સ્વરૂપ લીધું એટલે રવીના આ મામલાની તપાસ કરવા વચ્ચે પડી. જ્યારે તેણે ડ્રાઈવરને ટોળાથી બચાવવાનો પ્રયાસ કર્યો તો ટોળાએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. ઘટના બાદ તરત જ રવીના અને તેના પરિવારજનો ખાર પોલીસ સ્ટેશન ગયા અને લેખિત ફરિયાદ કરી. જોકે,અભિનેત્રીએ બાદમાં એફઆઈઆર નોંધાવી ન હતી. અધિકારીએ કહ્યું કે રવીના નશામાં ન હતી કે તેની કારે કોઈને ટક્કર મારી ન હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.

આ મામલે અભિનેત્રીથી રાજકારણી બનેલી કંગના રનૌત રવીના ટંડનના સપોર્ટમાં આવી છે. 37 વર્ષીય કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે,’રવીના ટંડન જી સાથે જે પણ થયું તે ખૂબ જ ચિંતાજનક છે. જો તે જૂથમાં 5-6 વધુ લોકો હોત તો માર મારીને તેણીની હત્યા કરી નાખત. અમે આવી રોડ રેજની ઘટનાઓને વખોડીએ છીએ. એવા લોકોને ઠપકો આપવો જોઈએ. તેઓએ આવી હિંસા અને દુર્વ્યવહાર સહન ન કરવો જોઈએ.’

સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી ત્રણ ગણા ઓછા મત મળ્યા

નવી દિલ્હીઃ સિક્કિમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જારી રવિવારે જારી કરી દેવામાં આવ્યાં હતાં. લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો પહેલાં સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. જોકે ભાજપને પણ હાર ખમવી પડી છે. રાજ્યની સંસદમાં ભાજપના 12 સભ્યો હતા.

સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના cm પ્રેમ સિંહ તમાંગની પાર્ટીને મોટી જીત મળી છે. સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 સીટો પર રેકોર્ડ જીત હાંસલ કરી છે. એક સીટ SDFને મળી છે. સિક્કિમની 32 વિધાનસભા સીટો પર લોકસભા સીટોના પહેલા તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. મોટા ભાગના ભાજપના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી.સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી પણ ઓછા મતો મળ્યા છે. સિક્કિમમાં નોટાને 0.99 ટકા મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 0.32 ટકા મતો મળ્યા છે અને ભાજપને રાજ્યમાં 5.18 ટકા મતો મળ્યા છા. આ સાથે SKMને 58.38 ટકા, SDFને 27.37 ટકા અને અન્યોને 7.7 ટકા મતો મળ્યા છે. સિક્કિમના CM હાલમાં પ્રેમ સિંહ તમાંગ છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્ય મંત્રી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990માં તેઓ રાજકારણમાં સક્રિય થયા છે. 1993માં તેઓ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સામેલ થયા હતા અને 1994માં ચાકુંગ વિધાનસભા સીટથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 2009 સુધી કેબિનેટ મંત્રી બન્યા હતા.

 

 

 

 

 

 

 

 

સાઇકલ ડે: સરળ, સસ્તી, સલામત સવારી

અમદાવાદ: દુનિયામાં સાઇકલનું મહત્વ વધે એ માટે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ખરડો પસાર કરવામાં આવ્યો. આથી સમગ્ર વિશ્વમાં 3 જૂનના રોજ સાઇકલ દિવસ તરીકે ઉજવાય છે. સાઇકલ ડેની ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય એ છે કે તંદુરસ્ત રાખતા એકદમ ઉપયોગી સરળ,સસ્તા સાધન વિશે સમગ્ર વિશ્વના લોકોમાં જાગૃતિ વધે. લોકો વધુમાં વધુ સાઇકલ તરફ વળે જેથી ઈંધણથી ચાલતા મોટા વાહનોનો ઉપયોગ ઘટે.કેટલાક લોકો બિનજરૂરી રીતે નજીકના સ્થળે જવા માટે પણ ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે. જેનાથી ઈંધણ વપરાય, પર્યાવરણને નુકસાન થાય, ટ્રાફિકની સમસ્યા વધે અને પાર્કિંગ માટે પણ ફાંફા મારવા પડે. આવાં સમયે સાઇકલ શરીરને સ્વસ્થ રાખતી સરળ, સસ્તી અને સલામત સવારી સાબિત થાય છે. જગત આખાયમાં સાઇકલ ચલાવવાની જાગૃતિ માટે રેલીઓ, હરિફાઇ યોજાય છે. મોટાં-મોટાં તબીબો, કલાકારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સાઇકલ ચલાવી તંદુરસ્ત રહેવા પ્રયત્નશીલ હોય છે અને લોકોને જાગૃત પણ કરે છે. સમાજની સેલિબ્રિટીઓ સાઇકલ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો યોજે છે. એકસાથે સૌ સાઇકલિંગ કરતા હોય એવી અનેક ક્લબો પણ બની છે. જે સમાજમાં સત્કાર્યો પણ કરે છે. પરંતુ આ એકદમ ‘ફાસ્ટ’ જગતમાં ‘સ્લો’ ચાલતી સાઇકલના શારિરીક અને પર્યાવરણીય ફાયદાની સાથે સામાજિક મહત્વ પણ લોકો સમજે તો સાચી જાગૃતિ કહેવાય!

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

રાજયના મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે.

મુખ્ય નિવાર્ચિન અધિકારી પી. ભારતીએ કહ્યું કે, રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.

વધુમાં એમણે કહ્યું કે મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization આવતીકાલે વહેલી સવારે 5 વાગ્યે Observers ની હાજરીમાં કરવામાં આવશે.
મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે, માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે.

આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે.

તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે.

અમદાવાદની મહત્વની જગ્યાઓએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકાયા

અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં VVIP મુવમેન્ટ સતત વધતી જાય છે. બીજી તરફ શહેરમાં વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ દરેક ગતિવિધિ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનારની સીધી નજર રહે એ માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. શહેરમાં સાયન્સ સિટી, નવરંગપુરા, ગુજરાત કોલેજ જેવા મહત્વના અંદાજે 22 સ્થળોએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવ્યા છે. આ ટ્રોલી કેમેરા પર અમદાવાદ શહેર પોલીસ, નિર્ભયા પ્રોજેક્ટ લખેલા સ્ટિકર લગાડવામાં આવ્યા છે.કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.4 જૂનના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે આવી VVIP મુવમેન્ટ વખતે સ્પેશિયલ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર હેલ્પલાઇન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં બટન દબાવવાથી કંટ્રોલ રૂમમાં વાત થઈ શકે. જ્યારે આખાય શહેરમાં સિસ્ટમ લાગી જશે ત્યારે નાગરિકોની સહાયતા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે તમામ ચેક પોઈન્ટ પર નજર રાખવા માટે વધારાના CCTV કેમેરા પણ મુકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

અનંત-રાધિકાની ઈટાલીની પ્રી-વેડિંગ પાર્ટીની પહેલી ઝલક આવી સામે, જુઓ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટીમાં બૉલિવૂડથી લઈ કેટલાય ઈન્ટરનેશનલ હસ્તીઓ સામેલ થઈ હતી. કેટલાક બૉલિવૂડ સ્ટાર્સે આ પાર્ટીની ઝલક પણ પોતાના ફેન્સને બતાવી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારની કોઈ પણ તસવીર સામે આવી નથી. જોકે, ચાહકોની આતુરતાનો હવે અંત આવ્યો છે.

રાધિકા-અનંતની પહેલી તસવીર

બધાને રાધિકા અને અનંત અંબાણીની ઈટાલીમાં આયોજીત પાર્ટીની તસવીરની રાહ હતી. આખરે હવે ઈટાલીમાં આયોજિત ગ્રાન્ડ પાર્ટીની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અનંત પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી રહ્યાં છે તો રાધિકા રેડ કલરની ડ્રેસમાં સજ્જ છે. તસવીરમાં અનંત રાધિકાને વહાલી નિહારતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

વ્હાઈટ આઉટફિટમાં ઈશા અંબાણીનો સુંદર અંદાજ

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

ઈટાલીમાં ક્રુઝ પાર્ટીમાંથી ઈશા અંબાણીની પણ પહેલી ફોટો સામે આવી છે. આ તસવીરમાં ઈશા અંબાણી વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. ફોટોમાં ઈશા અંબાણી ખુબ જ સુંદર દેખાય છે. પરિવારના અન્ય સભ્યોની પણ ઝલક સામે આવી છે.

એક વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી મ્યુઝિકને માણી રહ્યાં છે અને કઈંક વાતચીત કરતા દેખાય છે. આ તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અંબાણી અપડેટ નામના પેજ પર શેર કરવામાં આવી છે.

આ સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પણ એક તસવીર સામે આવી છે, જેમાં તે મહેમાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યાં છે. એક વીડિયોમાં નીતા અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી સાથે જોવા મળ્યા.