નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિમાં કથિત કૌભાંડથી જોડાયેલા ભ્રષ્ટાચારના મામલામાં આરોપી દિલ્હીના CM અરવિંદ કેજરીવલાની CBI ધરપકડ કરી ચૂકી છે. હવે આ મામલે CM કેજરીવાલે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. તેમણે CBI તરફથી કરવામાં આવેલી ધરપકડ અને રિમાન્ડને પડકાર ફેંક્યો છે. દિલ્હીના CM હાલ ન્યાયિત હિરાસતમાં છે.
CBIએ CMની 26 જૂને ધરપકડ કરી હતી અને ત્યાર બાદ કોર્ટે તેમને ત્રણ દિવસ માટે CBI રિમાન્ડ પર મોકલી દીધા હતા. એને CM કેજરીવાલે કોર્ટમાં પડકાર ફેંક્યો છે. 29 જૂને CBIના રિમાન્ડ પૂરા થયા પછી તેમને કોર્ટે 14 દિવસો માટે 12 જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. CBIએ રિમાન્ડ અરજીમાં કહ્યું હતું કે હિરાસતમાં પૂછપરછ દરમ્યાન કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા ને જાણીબૂજી તેઓ ગોળ-ગોળ જવાબ આપ્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સી EDએ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને 10 મેએ સુપ્રીમ કોર્ટે 21 દિવસોના વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે બીજી જૂને તિહાડ જેલમાં સરન્ડર કર્યું હતું.EDના કેસમાં CM કેજરીવાલને નીચલી કોર્ટથી 20 જૂને જામીન મળ્યા હતા, જેના પર દિલ્હી હાઇકોર્ટે 25 જૂને સ્ટે મૂક્યો હતો. CMએ EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે આદેશ સુરક્ષિત છે.
લાંચ લેવાનો આરોપ
CM કેજરીવાલ અને અન્ય આપ નેતાઓ પર આરોપ છે કે તેમણે લિકર નીતિ બનાવવામાં વેપારીઓ અને નેતાઓના એક ગ્રુપ પાસેથી રૂ. 100 કરોડની લાંચ લીધી છે.
રાજકોટ: સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં થયેલ મેઘમહેરથી લોકોએ આકરી ગરમીથી રાહત અનુભવી છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સોમવારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 154 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ત્રણ કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જેનાથી ચારેબાજુ પાણી-પાણી થઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે માણાવદરમાં છેલ્લા 28 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.ચોમાસાએ રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજાએ ગુજરાત તરફ નજર કરી છે. સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી ભારે વરસાદના અહેવાલો છે.
રાજકોટમાં વહેલી સવારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ખંભાળિયામાં 6 ઇંચ, વિસાવદર, માણાવદરમાં 4 ઇંચ, મેંદરડા 3 ઇંચ, કાલાવડ 4 ઇંચ, ધોરાજી, વંથલી, કોડીનારમાં અઢીથી ત્રણ ઇંચ, ઉપલેટામાં બે, સુત્રાપાડા, કેશોદ, જૂનાગઢમાં બે ઇંચ, દ્વારકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં અનેક જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ રહી છે.
છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં 6 ઇંચ અને આજે સવારે બે ઇંચ વરસાદથી યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં રોડ-રસ્તાને નુક્સાન થતાં વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. વાવણી બાદ સારો વરસાદ પડ્યો છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી છે. માણાવદર, ખંભાળિયામાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.
મુંબઈ: હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને માત્ર 12 દિવસ બાકી છે. થોડા દિવસોમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ધામધૂમની વચ્ચે અંબાણી પરિવાર સતત ભગવાનના આશીર્વાદ માંગી રહ્યો છે. પહેલા નીતા અંબાણી કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા, ત્યારબાદ મુકેશ અંબાણીએ પણ મુંબઈમાં અનંત અને રાધિકા સાથે ભગવાનના દર્શન કર્યા હતા અને હવે આખો અંબાણી પરિવાર આશીર્વાદ લેવા માતા કૃષ્ણ કાલીના મંદિરે પહોંચ્યો હતો. એક પછી એક બધા નેરલ સ્થિત કૃષ્ણ કાલી મંદિરે પહોંચતા જોવા મળ્યા. આ દરમિયાન અનંત અંબાણી પણ રવિવારે રાત્રે ત્યાં પહોંચ્યા હતા અને માતાના દર્શન કર્યા હતા. જેની એક ઝલક સામે આવી છે.
અનંત અંબાણી માતાના દર્શન કરવા આવ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણી તેમના કેટલાક મિત્રો સાથે માતા કૃષ્ણ કાલીના દર્શન માટે નેરલ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડ્રમના નાદ વચ્ચે, તે મંદિરની અંદર પહોંચ્યા અને તરત જ તેણે ત્યાં આયોજિત હવન પૂજામાં ભાગ લીધો. તે સંપૂર્ણપણે ભક્તિમાં લીન થયેલા જોઈ શકાય છે. આટલું જ નહીં અનંત અંબાણીએ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી. અનંત અંબાણીના આ વીડિયો જોયા પછી લોકો કહે છે કે તે ડાઉન ટુ અર્થ છે. અન્ય ઘણા લોકો કહે છે કે અનંત અંબાણી ખૂબ જ ધાર્મિક છે અને પૂજામાં માને છે.
અનંત અંબાણીએ માતાના આશીર્વાદ લીધા
અનંત અંબાણીએ પોતે ખુલાસો કર્યો હતો કે તેઓ લગ્ન પહેલા માત્ર ભગવાનના આશીર્વાદ લેવા જ નથી આવ્યા પરંતુ તેઓ તેમના લગ્ન માટે ત્યાં હાજર તમામ દેવી-દેવતાઓને આમંત્રણ આપવા પણ આવ્યા છે. મંદિરમાંથી બહાર આવ્યા બાદ અનંત અંબાણીએ ત્યાં હાજર મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું, ‘હું આજે નેરલમાં માતા કૃષ્ણ કાલી મંદિર આવ્યો છું. લગ્ન પહેલાં હું અહીં આમંત્રણ આપવા આવ્યો છું. હું માતા કૃષ્ણ કાલી અને અહીં સ્થાપિત તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ લેવા આવ્યો છું. અહીં આવવા બદલ તમારા તમામ મીડિયા મિત્રોનો આભાર. જય માતા દી.
અનંત અંબાણી ક્યારે અને ક્યાં લગ્ન કરશે?
તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરી રહ્યા છે. લગ્ન 12 જુલાઈએ થશે જ્યારે લગ્નના કાર્યક્રમો 13 અને 14 જુલાઈ સુધી ચાલશે. લગ્ન પહેલા પણ ઘણા વધુ પ્રી-વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સાથે અંબાણી અને વેપારી પરિવાર લગ્નના કાર્યક્રમોને સફળ બનાવવામાં વ્યસ્ત છે. લગ્નના કાર્ડનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. VVIP મહેમાનોને કાર્ડ આપવા માટે અંબાણી પરિવારના સભ્યો પોતે પહોંચી રહ્યા છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યમાં તમામ જિલ્લામાં વરસાદ નોંધાય રહ્યો છે. ગતરોજ રવિવારના 30 જૂનના રાજ્યના 211 તાલુકામાં 1 ઈંચ થી 6 ઈંચ સુધીનો વરસાદન નોંધવામાં આવ્યો હતો.
રાજ્યમાં ભારે વરસાદના પગલે ક્યાં ખુશી તો ક્યાના ગમનો માહોલ જોવા મળ્યો. જ્યાં ગુજરાતના ખેડૂતોમાં સારા વરસાદના પગલે હરખને હેલી જોવા મળી. તો ભારે વરસાદથી પાણી ભરવાની સમસ્યાથી કેટલાક લોકો ત્રસ્ત જોવા મળ્યા. રવિવારે લગભગ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારથી વરસાદી વાતાવરણ બંધાયું હતું. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે સુરતમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. રવિવારે સવારે ગણતરીના કલાકોમાં જ સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બપોરે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક રસ્તાઓ પર ભૂવા પડતાં વાહનો ફસાયાં હતાં.
રવિવારે સાંજના સમયે કચ્છના મુંદ્રામાં બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં સવારે 6 થી રાત્રે 8 સુધીમાં કુલ 211 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ સુરતના પલસાણામાં નોંધાયો છે. મોડી રાતથી જ ભારે વરસાદના પગલે સુરત શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જળ મગ્ન થયા હતા. ત્યારે વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પાવાગઢમાં બે દિવસથી ભારે વરસાદને લઈ યાત્રાળુઓ સહિત ડુંગર પર વસતા 400થી વધુ પરિવારો પ્રભાવિત થયા હતા. શનિવાર રાતથી ભારે વરસાદના પગલે તારાપુર દરવાજા નજીકના પથરો ધરાશાયી થતા પગથિયા પરની રેલિંગને નુકસાન પહોંચ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં બે કલાકમાં પોણા બે ઇંચ અને બોડેલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે પવન તથા ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી છે, ત્યારે દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજાજી અડધી કાઠીએ સુરક્ષાના લીધે ફરકાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડ્યો.
નવી દિલ્હીઃ દેશમાં ત્રણ નવા અપરાધિક કાયદા લાગુ થઈ રહ્યા છે. કાયદાની આ કલમો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભારતીય એવિડન્સ એક્ટ છે. નવા કાયદાઓ હેઠળ કેટલીક કલમો દૂર કરવામાં આવી છે તો કેટલીક કલમો ઉમેરવામાં આવી છે. એ દરમ્યાન નવા કાયદાને લઈને રાજકારણ શરૂ થયું છે.
ભારતીય ચૂંટણીમાં રાજનીતિક અને નૈતિક ઝટકા પછી મોદીજી અને ભાજપ બંધારણનો આદર કરવાનો ખૂબ દેખાડો કરી રહ્યા છે, પણ સત્ય તો એ છે કે જે અપરાધિક ન્યાય પ્રણાલીના ત્રણ કાયદા લાગુ થઈ રહ્યા છે. એ 146 સાંસદોને સસ્પેન્ડ કરીને જબરદસ્તી પસાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયા હવે એ બુલડોઝર ન્યાય સંસદીય પ્રણાલી પર નહીં ચાલવા દે, એમ કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ કહ્યું હતું.
चुनाव में राजनीतिक व नैतिक झटके के बाद मोदी जी और भाजपा वाले संविधान का आदर करने का ख़ूब दिखावा कर रहें हैं, पर सच तो ये है कि आज से जो आपराधिक न्याय प्रणाली के तीन क़ानून लागू हो रहे हैं, वो 146 सांसदों को सस्पेंड कर जबरन पारित किए गए।
કોંગ્રેસ સાસંદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ભારતીય ન્યાય સંહિતાના ત્રણ કાયદાઓને તત્કાળ અટકાવવાની માગ કરી હતી. આ નવા ક્રિમિનલ કાયદા ભારતને વેલફેર સ્ટેટથી પોલીસ સ્ટેટ બનાવવાના પાયો નાખશે. સંસદમાં આ કાયદાઓ પર ફરી ચર્ચા થાય, એ પછી કોઈ નિર્ણય લેવામાં આવે, એમ તેમણે કહ્યું હતું.
The new criminal Laws that came into effect from 12 midnight July 1st 2024 – ( Today) lay the foundations of turning India into a Police State.
Their implementation must be stopped forthwith and Parliament must re-examine them.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિંદબરમે ત્રણ નવા અપરાધિક કાયદાઓના લાગુ થવા દરમ્યાન સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે એ હાલના કાયદાઓને ધ્વસ્ત કરવા અને એને સ્થાને વિના પર્યાપ્ત ચર્ચા અને વિચારવિમર્શ ત્રણ નવા કાયદાઓ લઈને આવવાનું એક વધુ ઉદાહરણ છે.
ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે નવા કાયદા ન્યાય આપવામાં પ્રાથમિકતા આપશે, જ્યારે અંગ્રેજોના સમયના કાયદામાં દંડનીય કાર્યવાહીને પ્રાથમિકતા આપવામાં આવતી હતી.
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબમા કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય. બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.
મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ વરસાદ, ધ્રોલમાં 2.5 ઇંચ, ઉમરગામમાં 2.25 ઇંચ, કામરેજમાં 2 ઇંચ, વાગરામાં 2 ઇંચ, આણંદમાં 2 ઇંચ, માળીયા હાટીમાં 2 ઇંચ તથા મેંદરડામાં 2 ઇંચ, બોરસદમાં 2 ઇંચ વરસાદ અને વડોદરા અને ટંકારામાં પોણા બે ઇંચ વરસાદ સાથે ગોધરા, રાજકોટ, જલાલપોરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
ગુજરાતમાં છ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. તો નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.