ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. જ્યારે ડોક્ટર બહારનું ખાવની સલાહ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત પોતાના સ્વાસ્થય સાથે ચેડા ન કરવા માટેના સૂચનો કરી રહ્યા છે. એ વચ્ચે રાજ્યમાં ચાંદીપુરા નામના વાયરસે માથું ઉંચક્યું છે. આજે સવારે ચાંદીપુર વાયરસનો એક શંકાસ્પદે નોંધવામાં આવ્યો છે ત્યારે આ કેસના જરૂરી સેમ્પલ પૂર્ણ ટેસ્ટીગ એર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલ સુઘીમાં ચાંદીપુરા વાયરસથી 10 જેટલા બાળકો એ જીવ ગુમાવ્યો છે. જ્યારે 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે.

આજે ગુજરાતના ગોધરામાં 4 વર્ષની આકે બાળકીએ વડોદરાની SSG હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજું મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાઇરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બાકીના બાળકોના રિપોર્ટ આવ્યા નથી.
મળતી માહિતી અનુસાર વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લાં 15 દિવસમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ શંકાસ્પદ બાળદર્દિમાં બે બાળકોને ICUમાં રાખવામાં આવ્યા છે. આ કેસોમાં ઝાડા, ઉલટી ,ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓના સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં ચાંદીપુરા વાઇરસ છે કે કેમ તે સેમ્પલ રિપોર્ટ બાદ ખબર પડશે. આ સારવાર દરમ્યાન બે દર્દીના મોત થયાં છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 6 બાળકોના મોત નીપજ્યાં હતા અને બે બાળકો સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે સાંજે આવ્યા છે. જેમાં ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. જ્યારે હવે બાકીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.
શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. તેનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તાર આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજનો તાવનો શિકાર થઈ જાય છે. તે મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. તે મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે. તેમાં ફ્લૂ જેવા જ લક્ષણ હોય છે અને એન્સેફ્લાઇટિસની ફરિયાદ રહે છે. આ વાઈરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો સામાન્ય લક્ષણો છે.




IIT – ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘સાયન્સ સફર 2024’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને આગામી 180 દિવસ સુધી જુદા-જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપવામાં આવશે. આ વર્કશોપ્સમાં સાઉન્ડ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ, હીટ એન્ડ કેન્ડલ, મશીન્સ, એસ્ટ્રોનોમી, ફોર્સ, પ્રેસર એન્ડ ફ્રિકશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, લિવિંગ સિસ્ટમ, આર્ટ એન્ડ મેથેમેટિક્સ, સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ, બેઝિક એરિથમેટિક એન્ડ નંબર સીસ્ટમ, એડવાન્સ્ડ એરિથમેટિક એન્ડ કમ્પ્યુટેશનલ થિંકિંગ, થ્રી-ડી વિઝ્યુલાઈઝેશન એન્ડ જીયોમેટ્રી, ફેક્ટર્સ એન્ડ ફ્રેક્શન્સ, અલજેબ્રા એન્ડ મોશન, ICT એન્હેન્સ્ડ લર્નિંગ, પેપરબેઝ્ડ મેથેમેટિક્સ જેવા વિષયો અંગે શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ દિવસે અદાણી વિદ્યામંદિરના 100 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા જેમને હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે વિજ્ઞાન શિક્ષણ આપવામાં આવ્યું.
એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચર પાર્કમાં સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા. એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીમાં પણ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરની તમામ કર્મચારીઓને શુભકામના પાઠવી.
ઓડિટોરિયમ ખાતે ખાસ સાયન્સ ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી. જેમાં સહભાગી વિદ્યાર્થીઓને જુદા-જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથે-સાથે 14 જુલાઈએ યોજાયેલી ફોટો, રીલ અને વીડિયો સ્પર્ધાના પ્રથમ ત્રણ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા.





જો કે, 117 એથ્લેટ્સની સૂચિમાંથી એક નોંધપાત્ર ગેરહાજર નામ શોટ પટર આભા કઠુઆનું હતું. તેણે વર્લ્ડ રેન્કિંગ ક્વોટા દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવ્યું હતું. કઠુઆના નામની બાદબાકી કેમ કરવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સ્ટારર ‘કલ્કિ 2898 AD’ બોક્સ ઓફિસમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ છ માસિકમાં સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનના 15 ટકા એટલે કે આશરે રૂ. 1000 કરોડની કમાણી કરી છે. અહેવાલ મુજબ આ વખતે મલયાલમ સિનેમાનો હિસ્સો બોક્સ ઓફિસ કલેક્શનમાં પાંચ ટકાથી વધીને 15 ટકા થયો છે. વળી, આ વર્ષે પહેલા છ માસિકમાં જ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 2023થી વધુ કમાણી કરી લીધી છે.

સહકાર ક્ષેત્રની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, “મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થઈ શકે છે, જે આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન ‘વિકસિત ભારત @2047’ને સાકાર કરવામાં મદદરૂપ સાબિત થશે.”
જૂન 2023 અને જાન્યુઆરી 2024ની વચ્ચે, ગુજરાતે સહકાર મંત્રી અમિત શાહની પરિકલ્પનાને અનુસરતા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના પ્રવર્તમાન બેંક ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે એકીકૃત કરવામાં આવ્યા અને વધારાનું ભંડોળ તેમના નવા બેંક ખાતાઓમાં સંપૂર્ણપણે ટ્રાન્સફર કરવામાં આવ્યું. બંને જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા, જેના કારણે આ બેંકોની હાલની થાપણોમાં 966 કરોડ રૂપિયાનો વધારો થયો.
આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવા માટે, આ જિલ્લાઓમાં કુલ 1736 મંડળીઓ, જેમાં દૂધ સંઘો સાથે સંકળાયેલી અગ્રણી દૂધ મંડળીઓનો પણ સમાવેશ થાય છે, તેમને ‘બેંક મિત્ર’ બનાવી તેઓને માઈક્રો ATM (પોઇન્ટ ઓફ સેલ મશીન) પૂરા પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ સહકારી સંસ્થાઓ પર્યાપ્ત આવક મેળવે તે સુનિશ્ચિત કરવા માટે કમિશનના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે, જે માઇક્રો- ATMના અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ પહેલ હેઠળ, સભ્યો દ્વારા નાણાકીય સેવાઓ મેળવવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને, સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા 1631થી વધુ કર્મચારીઓને માઇક્રો- ATMના સંચાલન, રોકડ ઉપાડ અને થાપણો સહિત ડિજિટલ વ્યવહારો પર વિશેષ તાલીમ આપવામાં આવી છે.