નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં પૂર્ણ બજેટ 2024 રજૂ કર્યું હતું. આ નિર્મલા સીતારામનનું સાતમું બજેટ છે, જ્યારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ છે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ માટે વધારવામાં આવી છે, જેનો લાભ 80 કરોડ લોકોને મળ્યો છે. આ બજેટમાં પણ ગરીબ મહિલા, યુવા અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી રહેશે. અમારું લક્ષ્ય દરેક ભારતવાસીની આકાંક્ષાઓને પૂરા કરવાનું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશનો આર્થિક વિકાસ સારો છે અને આગળ પણ સારો રહેવાની અપેક્ષા છે. મોંઘવારીના ચાર ટકાના લક્ષ્યની નજીક અમે પહોંચી રહ્યા છીએ. અમારું ધ્યાન સર્વ સમાવેશી ગ્રોથ છે. અમારા પ્રયાસ મોંઘવારીને કાબૂમાં કરવાના જારી રહેશે, એમ તેમણે કહ્યું હતું.
આ સિવાય નાણાપ્રધાને શિક્ષણ અને સ્કિલ વધારવા માટે સરકાર 4.8 લાખ કરોડની ફાળવણી કરશે.સરકારનું ધ્યાન મધ્યમ વર્ગ અને રોજગાર પર છે. સરકાર આગામી પાંચ વર્ષમાં રોજગાર વધારવા પર સરકાર રૂ. બે લાખ ખર્ચ કરશે. એ સાથે આવતાં પાંચ વર્ષમાં 4.1 કરોડ યુવાઓ માટે પેકેજ પર ફોક્સ રહેશે. સરકારે વિકસિત ભારત માટે નવ પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે, જેમાં યુવાઓને રોજગાર આપવો સામેલ છે. આ ઉપરાંત ખેતીમાં ઉત્પાદકતા, રોજગાર અને ક્ષમતા વિકાસ, સર્વગ્રાહી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતા, સંશોધન અને વિકાસ, નેક્સ્ટ જનરેશનના સુધારા છે.
ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા આજે બપોરે આ વિસ્તારના હવાઈ નિરીક્ષણ માટે જશે. દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી સ્થિતિને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 3.45 કલાકે વિમાન દ્વારા જામનગર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યારબાદ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિ વિશે માહિતી મેળવશે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં વધુ 5 ઇંચ વરસાદ પડ્યો તો માણાવદરમાં 10 ઇંચ વરસાદ ખાબકયો છે. જૂનાગઢના વિસાવદરમાં 9 ઇંચ, સુરતના પલસાણા અને જૂનાગઢના કેશોદમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બારડોલી, કપરાડા, દ્વારકા, વાપી અને માળિયા હાટીનામાં પણ સાત-સાત ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ચીખલી, કામરેજ અને ઉપલેટામાં પણ પાંચ-પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.ત્યારે હાલમાં મળેલી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ ફરી શરૂ થયો છે, જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદથી 24 કલાકમાં 4 ગામ અસરગ્રસ્ત થયા છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી 85 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘તાલ’ (૧૯૯૯) માં ગીતકાર આનંદ બક્ષીના સૂચનથી એક ગીતમાં ગાયકને બદલવામાં આવ્યા હતા. નિર્દેશક સુભાષ ઘઈએ આનંદ બક્ષી પાસે ફિલ્મ ‘તાલ’ ની એક સિચ્યુએશન મુજબ ‘નહીં સામને તૂ, યે અલગ બાત હૈ’ ગીત તૈયાર કરાવ્યું હતું. સંગીતકાર એ.આર. રહેમાને એ ગીતને માત્ર ગાયક સુખવિંદર સિંહ પાસે ગવડાવ્યું હતું. ગીતનું ફિલ્માંકન થઈ ગયા પછી ઘઇએ એને બતાવવા આનંદ બક્ષીને બોલાવ્યા હતા. બીજું ગીત ‘રમતા જોગી’ પણ તૈયાર થઈ ગયું હોવાથી એ પણ બક્ષીએ જોયું. ‘રમતા જોગી’ ગીત સુખવિંદર સિંહ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હતું.
બંને ગીત જોયા અને સાંભળ્યા પછી આનંદ બક્ષીએ પહેલો સવાલ એ કર્યો કે,‘સુભાષ ઘઈ, તારામાં અક્કલ છે?’ ઘઇએ એમને પૂછ્યું કે,‘શું થયું છે એ બતાવો.’ આનંદ બક્ષીએ કહ્યું કે,‘સુખવિંદર સિંહ ‘રમતા જોગી’ ગીત અનિલ કપૂર માટે ગાઈ રહ્યો છે. અને સુખવિંદર સિંહ જ અક્ષય ખન્ના માટે ‘નહીં સામને તૂ’ ગાઈ રહ્યો છે. એ કેવી રીતે બની શકે?’ મતલબ કે એક જ ગાયક અલગ – અલગ હીરો માટે ગાઈ ના શકે. ઘઇએ આ વાત રહેમાનને કરી ત્યારે એમણે કહ્યું કે સુખવિંદર સિંહ એટલું સરસ ગાઈ રહ્યો હતો કે મેં બીજું ગીત એની પાસે ગવડાવી દીધું. પણ બંનેને આનંદ બક્ષીની વાત સાચી લાગી હતી. ત્યારે ચોક્કસ હીરો માટે ચોક્કસ ગાયક જ ગીતો ગાતા હતા. પછીથી ધીમે ધીમે એમાં પરિવર્તન આવ્યું અને કોઈપણ ગાયક કોઈપણ હીરો માટે ગાવા લાગ્યા છે.
સુભાષ ઘઈ અને એ.આર. રહેમાને ‘નહીં સામને તૂ’ ગીત બીજા કોઈ ગાયકના સ્વરમાં રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. ઘઇએ લેખક એસોસિએશનના આનંદ બક્ષીના ગીતો પરના એક કાર્યક્રમમાં જૂની યાદો તાજી કરતાં કહ્યું હતું કે મેં અને રહેમાને વારાફરતી છ જેટલા ગાયકો પાસે ‘નહીં સામને તૂ’ ગીત ગવડાવી જોયું. પણ સુખવિંદર સિંહ જેવું કોઈનું કામ લાગ્યું નહીં. એમને જે રીતે ગાયન જોઈતું હતું એ કોઈ ગાયક ગાઈ શકતા ન હતા. અંતે રહેમાને ઘઇને કહ્યું કે તે છેલ્લો એક પ્રયત્ન હરિહરન સાથે કરી જુએ છે. રહેમાને હરિહરનને બોલાવ્યા અને આખી રાત ગીતનું રિહર્સલ કરાવ્યું. બીજા દિવસે હરિહરનના સ્વરમાં ‘નહીં સામને તૂ’ ગીત રેકોર્ડ કરી લેવામાં આવ્યું. પરંતુ એમાં ‘પ્રેયસી’ શબ્દ છે એ સુખવિંદર સિંહના અવાજમાં જ રહેવા દેવામાં આવ્યો. કેમકે એણે જે આલાપ સાથે ખેંચીને ‘પ્રેયસી…’ ગાયું હતું એ રીતે કોઈ ગાઈ શકે એમ ન હતું.
બહુ ઓછાને ખ્યાલ હશે કે ‘નહીં સામને તૂ’ આખું ગીત હરિહરને ગાયું છે. પરંતુ એમાં ‘પ્રેયસી’ શબ્દ સુખવિંદર સિંહના અવાજમાં છે. અને એ એક શબ્દમાં સ્વર માટે ગીતના ગાયકોમાં હરિહરન સાથે સુખવિંદર સિંહનું નામ પણ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સુખવિંદર સિંહે બીજા ઘણા ગીતોમાં અવાજ આપ્યો છે. ‘ઈશ્ક બીના’ અક્ષય ખન્ના પર જ ફિલ્માવવામાં આવ્યું હતું. જ્યારે ‘કરીયે ના’ ગીત આલોક નાથ પર ફિલ્માવવામાં આવ્યું છે. તેથી ઘઇએ બે હીરો પર એક જ ગાયકનો અવાજ સારો નહીં લાગે એ આનંદ બક્ષીની વાતને માન આપી ગાયક બદલ્યા હતા એમ કહી શકાય.
અમદાવાદ: હવામાન વિભાગે ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી બે દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
બીજી તરફ રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: નાણા મંત્રીં નિર્મલા સીતારમણ 23મી જુલાઈ, મંગળવારે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત સાતમું બજેટ છે. એવું માનવામાં આવે છે કે બજેટમાં મોદી સરકાર 2047 સુધીમાં વિકસિત ભારતની રૂપરેખા તૈયાર કરશે. બજેટમાં છેલ્લાં 10 વર્ષની સરકારની કામગીરી પણ દર્શાવવામાં આવશે. બજેટથી તમામ વર્ગને અપેક્ષાઓ છે, ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો, વેપારી વર્ગ અને નોકરિયાત લોકોને. નાણાપ્રધાનનિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે તેમનું બજેટ ભાષણ શરૂ કરશે. નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ હશે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર સી. ડી, દેશમુખ પછી બીજા નાણાં મંત્રી બનશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ મુજબ, રાજકોષીય ખાધ, સરકારના ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત, ચાલુ નાણાકીય વર્ષમાં 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 5.8 ટકા હતો. ટેક્સ વસૂલાતમાં ઉછાળાને કારણે સંપૂર્ણ બજેટ પહેલા કરતાં વધુ સારા અંદાજો આપે તેવી અપેક્ષા છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26માં રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો આયોજિત મૂડી ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 9.5 લાખ કરોડ હતો. વચગાળાના બજેટમાં 2024-25 માટે કુલ કર આવક રૂ. 38.31 લાખ કરોડ હોવાનો અંદાજ હતો, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 11.46 ટકા વધુ છે. પ્રત્યક્ષ કર (વ્યક્તિગત આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ)માંથી રૂ. 21.99 લાખ કરોડ અને પરોક્ષ કર (કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી અને જીએસટી)માંથી રૂ. 16.22 લાખ કરોડની આવક થવાનો અંદાજ છે.
નાણાકીય વર્ષ 2024-25માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 11.6 ટકા વધીને રૂ. 10.68 લાખ કરોડ થવાનો અંદાજ છે. વચગાળાના બજેટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ બોરોઇંગ બજેટ 14.13 લાખ કરોડ રૂપિયા હતું. સરકાર તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા બજારમાંથી લોન લે છે. ઉધારના આંકડા પર બજારની નજર રહેશે. વચગાળાના બજેટ મુજબ વર્તમાન ભાવે ભારતનો જીડીપી (વાસ્તવિક જીડીપી અને ફુગાવાનો સરવાળો) વર્તમાન નાણાકીય વર્ષમાં 10.5 ટકા વધીને રૂ. 3,27,700 અબજ થવાનો અંદાજ છે.
વચગાળાના બજેટમાં RBI અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 1.02 લાખ કરોડનું ડિવિડન્ડ મળવાની અપેક્ષા છે. આમાં વધારો કરવામાં આવશે, કારણ કે RBI મે મહિનામાં રૂ. 2.11 લાખ કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરી ચૂકી છે. ઉપરાંત, જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી રૂ. 43,000 કરોડ મળવાની અપેક્ષા છે.
અધૂરા જ્ઞાનવાળો વધુ બડાશ મારે. અધૂરપવાળી વ્યક્તિ વધારે દેખાવ કરે. પોતાની અલ્પતા અને નાનપ ઢાંકવા ઘણા પ્રયત્નો કરવા પડે.
જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે. ખોટો દેખાવ કરવો તે નકામું છે. અથવા ક્યારેક બહારથી સારું દેખાતું માણસ ઘણીવાર અંદરથી ખૂબ ખરાબ હોય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ કોઈને વણમાગી સલાહના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.