મુંબઈ: ભારતીય શેરબજાર 25 જુલાઈને ગુરુવારના રોજ 600થી વધુ પોઈન્ટના ગાબડાં સાથે ખુલ્યું છે. નિફ્ટી 24,550ની નીચે છે અને સેન્સેક્સમાં 604 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી 178 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSEનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.11 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છેબુધવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 65 અંક ઘટીને 24,413ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળ્યો હતો.
અમદાવાદ: રાજ્યમાં હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ છે. જેના કારણે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 236 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ નોંધાયો છે. ભારે વરસાદને પગલે બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે. આ વખતે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાત તરફ આગળ વધી છે. અહીં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉપરાંત વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા 8 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ, ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ, તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના વડોદરામાં બારેમેઘ ખાંગા થયા હતા. એકધારા વરસાદથી વડોદરા શહેર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. સવારથી અત્યારસુધી સૌથી વધુ પાદરામાં સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જયારે વડોદરા શહેરમાં 6 ઇંચ અને શિનોરમાં 5 ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે.
गुजरात में अभी तक सौराष्ट्र और दक्षिण गुजरात में बारिश हो रही थी, आज सुबह से मध्य गुजरात में मूसलाधार बारिश हो रही है।
વડોદરામાં ભાવે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણાધિકારી આર આર વ્યાસે આદેશ કર્યો છે કે, ગુરુવારે તમામ શાળાઓને બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
ભારે વરસાદના કારણે વડોદરા શહેર, પાદરા અને શિનોર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શિનોરના તરવા, ટીમ્બરવા, સાધલી, અવાખલ, ઉતરાજ, બાવળિયા, દિવેર, મિંઢોળ, સુરાશામળ સહિત મોટાભાગના ગામડાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સાધલી – શિનોરના માર્ગ પર પણ વરસાદી પાણી વહેતાં થયાં છે. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલાં ખેતરો પણ પાણીથી તરબોળ થયા. ખેડૂતોએ નવા મૂકાયેલ બિયારણના ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને સંસદમાં એન્ટ્રી મેળવી છે. ત્યારે આજે લોકસભામાં વિપક્ષનો જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી અને પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પ્રથમવાર સંસદમાં બોલ્યા હતા. ગેનીબેને ગુજરાતમાં ચાલતા ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લેવા માટેની રજૂઆત કરી હતી. લોકસભામાં ગેનીબેને ગુજરાતમાં વકરી રહેલા ચાંદીપુરા વાયરસને જલદી નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે આ માટે આરોગ્ય ટીમની રચના કરવાની પણ વાત કરી હતી.
આજે ગુજરાતમાં ચાલતા ભયાનક વાયરસ ચાંદીપુરાની ગંભીરતા લેવા માટે સંસદ ભવનમાં બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનિબેન ઠાકોરે ચાંદીપુરા વાયરસનું જલ્દીથી જલ્દી નિયંત્રણ આવે તે માટે કેન્દ્ર સરકાર તથા આરોગ્ય મંત્રી ને આ રોગનું નિયંત્રણ લાવવા માટે… pic.twitter.com/zZMk6jjvvL
— Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_G) July 24, 2024
લોકસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, આજે હું લોકસભામાં પહેલીવાર બોલી રહી છું. જેના માટે હું સૌપ્રથમ સંસદીય ક્ષેત્ર બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું. જેમણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મોકલી. મારા સંસદીય ક્ષેત્ર સહિત સમગ્ર ગુજરાતમાં હાલના દિવસોમાં ચાંદીપુરા વાયરસ ભયંકર રૂપ લઈ રહ્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ સામે આવી ચૂક્યા છે. તેનાથી અત્યાર સુધીમાં 37 બાળકોના જીવ ગયા છે. આ આંકડાના અનુસાર, વાયરસની ઝપેટમાં આવનારા 100માંથી માત્ર 15 ટકા દર્દીને જ બચાવી શકાય છે. ગેનીબેને કહ્યું કે, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં જીવલેણ વાયરસ વધતો જઈ રહ્યો છે.
આ વાયરસ દિવસેને દિવસે ઘાતક થઈ રહ્યો છે. બાળકોને શિકાર બનાવી રહ્યો છે. વાયરસને ખુબ જ ખતરનાક માની શકાય છે. તેને ગંભીરતાથી નોંધ નહીં લેવામાં આવે તો ફરી કોરોના જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. પ્રધાનમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને આગ્રહ છે કે ગુજરાતમાં વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવા માટે જલ્દી પગલા ભરવામાં આવે.
આજે સંસદની બહાર ભારે હોબાળો જોવા મળ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખેડૂત નેતાઓને સંસદમાં તેમની ઓફિસમાં મળવા બોલાવ્યા હતા. પરંતુ ખેડૂતોને સંસદમાં પ્રવેશવા દેવામાં ન આવતા અરાજકતા ફેલાઈ ગઈ હતી. જો કે, હોબાળો અને વિરોધ પછી ખેડૂત નેતાઓનું 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ લોકસભાના વિરોધ પક્ષના નેતાને મળ્યું.
બેઠકના થોડા સમય પહેલા રાહુલે ખેડૂતોને સંસદમાં પ્રવેશવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું, ‘અમે તેમને (ખેડૂત નેતાઓ) અહીં મળવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓ તેને અહીં (સંસદ) આવવા દેતા નથી. કારણ કે તેઓ ખેડૂતો છે, કદાચ તેથી જ તેઓ તેમને અંદર આવવા દેતા નથી.
તેણે આગળ કહ્યું, ‘આ સમસ્યા છે. પણ આપણે શું કરવું જોઈએ? આ તકનીકી સમસ્યા પણ હોઈ શકે છે. જોકે થોડા સમય બાદ ખેડૂતોને અંદર જવા દેવામાં આવ્યા હતા. એજન્સી અનુસાર, ખેડૂતોના પ્રતિનિધિમંડળે રાહુલ ગાંધી સમક્ષ પ્રાઈવેટ મેમ્બર બિલ લાવવાનો મામલો રજૂ કર્યો છે.
કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના નેજા હેઠળ દેશભરના 12 ખેડૂત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીને મળ્યું. આ બેઠક દરમિયાન કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ, અમરિંદર સિંહ રાજા વારિંગ, સુખજિંદર સિંહ રંધાવા, ગુરજીત સિંહ ઔજલા, ધરમવીર ગાંધી, ડૉ. અમર સિંહ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને જય પ્રકાશ પણ હાજર હતા.
અમદાવાદઃ ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સ્થિત છે. હવામાન વિભાગે 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ બાદ વડોદરાના લગભગ તમામ વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે કેટલાંય ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને નીચલા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વરસાદને કારણે સેંકડો લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સુરત, ભરૂચ અને આણંદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યવ્યસ્ત થઈ ગયું છે. જેને પગેલ અધિકારીઓએ કેટલીક જગ્યે સ્કૂલો-કોલેજો બંધ કરવાની ઘોષણા કરી છે. કેટલાક વિસ્તારોમાં રેલવે સેવાઓને પણ અસર થઈ છે.
છેલ્લા 24 કલાકમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ, નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરૂચમાં 181 મિ.મી. અને છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા-નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11 મીમી વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સવારથી પડેલા વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.