Home Blog Page 1600

મહિલાએ પાંચ મિનિટના પાર્કિંગ માટે ચૂકવ્યો રૂ. 11 લાખનો દંડ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે પાર્કિંગ માટે પેનલ્ટી રૂ. 500 અથવા રૂ. 1000 હોઈ શકે, પણ શું એના માટે ક્યારેય લાખોનો દંડ હોઈ શકે? જી હા, આવો એક કેસે ચોંકાવી દીધા છે. કાઉન્ટી ડરહમના ડાર્લિંગટનની હન્ના પોબિન્સન- જે નિયમિત રીતે ફીથમ્સ લીઝર સેન્ટરમાં પાર્ક કરતી હતી, પણ તેને પાંચ મિનિટના નિયમ માટે 11,000 પાઉન્ડ (11,80,465 રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે તેણે પરમિટ માટે ચુકવણી કરી હતી.

આ નિયમ UKની એક્સેલ પાર્કિંગ સર્વિસિઝ તરફથી લોકોને આડાઅવળા ફરવાથી અટકાવવા અને ડ્રાઇવરોને વિના ચુકવણી કરવામાં આવેલા પાસેના થિયેટર માટે કાર પાર્કનો ઉપયોગ કરવાથી રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. કાર પાર્કમાં પ્રવેશની નિગરાની ANPR કેમેરા દ્વારા કરવામાં આવે છે. જે એન્ટ્રી અને એકઝિટના સમયે રેકોર્ડ કેપ્ચર કરે છે.

વર્ષ 2021થી અત્યાર સુધી રોબિન્સને 67 દંડ ભર્યા છે, જેમાં પ્રત્યેકનું મૂલ્ય 170 પાઉન્ડ (18,000 રૂપિયા) છે. જે વિશે એનું કહેવું છે કે તે હંમેશાં પાર્કિંગ માટે ચુકવણી કરે છે, પણ નવા નિયમ અનુસાર ગ્રાહકોના આગમનની પાંચ મિનિટની અંદર ટિકિટ ખરીદવાની રહે છે. કાર પાર્કની અંદર કોઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી, એટલા માટે તે વારંવાર એ લેવડદેવડ નથી કરી શકતી.

મિસ રોબિન્સનને લાગે છે કે આ નિયમ કાયદેસર રીતે પાર્ક કરનારા ડ્રાઇવરો પર ભારે પડી રહ્યો છે, કેમ કે પાર્કિંગ કરવા માટે નિયમોનું પાલન કરવાના પ્રયાસ છતાં દંડની રકમ બહુ વધારે છે.

ગુજરાતના 48 જળાશયો છલકાયા, જાણો ક્યાં કેટલું પાણી છે.

રાજ્યમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. પાછલા 24 કલાકમાં 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે વલસાડમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના તમામ જળાશયોમાં પાણી નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.

 રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 9 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,09,663 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે સૌથી વધુ  ઉકાઈમાં 79,274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક,  દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 64.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141માં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17માં  44.01 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

‘અમિત શાહ અહેમદ શાહ અબ્દાલીના રાજકીય વંશજ ‘ : ઉદ્ધવ ઠાકરે

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પુણેમાં એક રેલીમાં શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે તેઓ અહેમદ શાહ અબ્દાલીના રાજકીય વંશજ છે. મહારાષ્ટ્રના પુણેમાં તેમણે કહ્યું કે આજથી હું અમિત શાહને અબ્દાલી કહીશ. જો તમે મને નકલી બાળક કહો છો, તો હું તમને મૂર્ખ કહીશ. શિવસેના (UBT)ના વડાએ વધુમાં કહ્યું, શું નીતીશ કુમાર, ચંદ્ર બાબુ નાયડુ હિન્દુત્વવાદી લોકો છે? અમિત શાહે જણાવવું જોઈએ કે તેમનું હિન્દુત્વ કેવું છે? શું અમિત શાહ સંઘના હિન્દુત્વને સ્વીકારે છે?

દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશાન સાધ્યું હતું

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હું કોઈ ભૂલને પડકારતો નથી. તમારી પાસે આ માટે ક્ષમતા નથી. કાં તો તમે રહો, અથવા હું રહીશ. કેટલાક લોકોને લાગ્યું કે હું તેમને પડકારી રહ્યો છું.ફડણવીસના દાવાઓને ફગાવીને ઠાકરેએ તેમનો આકરા પ્રહાર ચાલુ રાખ્યો. તેણે કહ્યું, તમે કહ્યું હતું કે મારી સાથે ગડબડ ન કરો. તમારી સાથે ગડબડ કરવાની તમારી ક્ષમતા નથી. ઠાકરેએ કહ્યું, નષ્ટ કરનારાઓ સત્તામાં રહી શકતા નથી. તેથી હું કહું છું કે કાં તો તમે રહો અથવા હું રહીશ.

હું આમિર ખાનને મળ્યો અને તે રડવા લાગ્યા…

મુંબઈ: રણબીર કપૂર બૉલિવૂડના એ સ્ટાર્સ છે તેમની ફિલ્મની સંખ્યા ભલે ઓછી હોય પણ એમના કામને ઓછું ન આંકી શકાય. એક પોડકાસ્ટમાં રણબીરે કપૂરે પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફને લઈ ઘણી વાતો શેર કરી હતી. આ જ કડીમાં તેમણે આમિર ખાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રણબીર ભાગ્યે જ મીડિયા સામે આવે છે. તાજેતરમાં તેમણે એક પોડકાસ્ટમાં અનેક વાતો કરી હતી. આમિર ખાનનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે આમિર એક સમયે ખૂબ જ એકલો પડી ગયો હતો.

રણબીર કપૂરે નિખિલ કામથ સાથે પોડકાસ્ટ રેકોર્ડ કર્યું હતું. જ્યાં તેણે ઋષિ કપૂર, નીતુ સિંહ અને આલિયા ભટ્ટ વિશે પણ વાત કરી. આ પોડકાસ્ટમાંથી રણબીર કપૂરની એક ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. જેમાં રણબીર આમિર ખાન વિશે વાત કરતા જોવા મળે છે. રણબીર કહે છે કે ” મિ. આમિર ખાન. જ્યારે હું તેમને બે વર્ષ પહેલા મળ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. મેં પૂછ્યું શું થયું. તેણે મને કહ્યું,’મેં મારા જીવનના 30 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં વિતાવ્યા.અને જો મારે કોઈની સાથે કોઈ સંબંધ હોય તો તે માત્ર જનતા સાથે છે. મારે મારા બાળકો સાથે કોઈ સંબંધ નથી, મારી માતા સાથે કોઈ સંબંધ નથી. મારી પત્ની સાથે નહીં (જે હવે તેની ભૂતપૂર્વ પત્ની છે) આપણો વ્યવસાય આવો છે. તે તમારી પાસેથી આ જ બલિદાન માંગે છે. તમારે બધું દાવ પર લગાવવું પડશે. તેથી, આ ક્ષેત્રમાં કામ કરતી દરેક વ્યક્તિને સંતુલનની જરૂર છે. રીલ અને વાસ્તવિક જીવનનું સંતુલન. તમારે ફક્ત તમારી મહત્વાકાંક્ષાને અનુસરવી જોઈએ નહીં.’

રણબીર કપૂરે જણાવ્યું કે તેણે 16 વર્ષમાં 20 ફિલ્મો આપી છે. તેણે એમ પણ કહ્યું કે આટલા વર્ષોમાં તેણે જે કામ કર્યું છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. પરંતુ આ માટે તેણે ઘણું બલિદાન પણ આપ્યું છે. બાળપણની મિત્રતાનું બલિદાન આપ્યું. હું ઘરે રહેવાનું બહુ મિસ કરતો હતો. જાણે મારી પાસે જીવન જ નહોતું. હું ફિલ્મના સેટ પર રહેતો હતો અથવા તો ફિલ્મની તૈયારી કરતો રહ્યો.

અભિનેતાએ કહ્યું કે તે જે પરિવારમાંથી આવે છે તેમાં ઘણા સફળ કલાકારો છે. તેણે પરિવારમાં ઘણી સફળતા જોઈ છે. પરંતુ ઘણી નિષ્ફળતાઓ પણ જોઈ છે. વેલ,રણબીર કપૂરની છેલ્લી રિલીઝ સંદીપ રેડ્ડી વાંગા સાથેની ‘એનિમલ’ હતી. હવે તે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં કામ કરી રહ્યો છે. જેમાં તે શ્રી રામનું પાત્ર ભજવશે. આ ફિલ્મમાં તેની સાથે સાઈ પલ્લવી પણ હશે.

 

Monsoon Update: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં હડવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડ 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલે એટલે કે, ચોથી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વલસાડ જિલ્લામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લો જળમગ્ન થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના કાવચાલી ગામ પાસેથી પસાર થતા કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. ત્યારે બીજી બાજુ નવસારી જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો છે. નવસારી શહેરના લુનસીકુઈ, માછીવાડ, ડેપો, ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં રોડ પર પાણી વહેતા થયા છે. તો ઉપરવાસમાં સારા વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે, જ્યારે પૂર્ણા નદીની સપાટી વધવાની પણ સંભાવના છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ-ગાંધીનગરમાં તડકા છાંયા વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. ધીમી ધારે ઝાપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાએ મંડાણ કરતાં નોકરી ધંધે જતાં લોકોને હાંલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પેરિસ ઓલિમ્પિકઃ ઇતિહાસ રચવાથી ચૂકી મનુ ભાકર

પેરિસઃ પેરિસ ઓલિમ્પિકમાં દેશની સ્ટાર શૂટર મનુ ભાકરનો પ્રવાસ પૂરો થયો હતો. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં તે મેડલ ના જીતી શકી. જોકે તેણે બે મેડલ જીતવાની સાથે-સાથે એક ઓલિમ્પિકમાં ત્રણ ફાઇનલમાં જગ્યા બનાવીને પહેલાં ઇતિહાસ રચી દીધો હતો. મહિલાઓની 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં મનુ ચોથા સ્થાને રહી હતી.

આ પહેલાં શની મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સમાં 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને તે મેડલની હેટ્રિક સાથ ઇતિહાસ રચવાની નજીક પહોંચી છે. શુક્રવારે ક્વોલિફાયર રાઉન્ડમાં મનુએ શાનદાર દેખાવ કરતા બીજો ક્રમ મેળવ્યો હતો અને ફાઇનલમાં તેનું સ્થાન પાકું કર્યું હતું. અગાઉ મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ તથા મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલમાં ભારતના શૂટર સરબજોત સિંઘ સાથે મળીને બ્રોન્ઝ એમ બે બ્રોન્ઝ મેડલ દેશ માટે જીત્યા હતા. મનુ એક જ ઓલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય શૂટર પણ બની છે.

મનુએ 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ સ્પર્ધાના ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રારંભથી દબદબો જાળવ્યો હતો અને તે યાદીમાં ટોપ થ્રીમાં રહી હતી. પ્રિસિઝન તથા રેપિડ રાઉન્ડમાં મળીને તેનો સરેરાશ સ્કોર 590 રહ્યો હતો અને તે બીજા ક્રમે રહી હતી. પ્રથમ ક્રમે હંગેરીની શૂટર વેરોનિકા મેજર રહી હતી જેણે 592 અંકના ઓલિમ્પિક રેકોર્ડની બરાબરી કરી હતી. બીજીતરફ ભારતની અન્ય શૂટર ઈશા સિંઘનો સરેરાશ સ્કોર 581 (પ્રિસિઝનમાં 291 અને રેપિડમાં 290) રહ્યો હતો અને તે 40 શૂટર્સ પૈકી 18માં ક્રમે રહેતા ફાઈનલમાં ક્વોલિફાઈ કરી શકી નહતી.

 

 

 

 

 

 

સરકારે કરી કબૂલાત, 11451 શાળા પાસે નથી ફાયર NOC..

રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને તમામ એકમો પર ફાયરની સુવિધાને લઈ ચકાસણી શરૂ થઈ છે. રાજકોટ અગ્નિકાંડ કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા ગુજરાતની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું રાજયની 11,451 સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ નથી.

આ રિપોર્ટમાં જણાવા માળ્યું છે કે રાજ્યની 11451 શાળામાં ફાયર NOC નથી. એટલે કે, આ શાળાઓમાં ફાયર સેફટીની કોઇ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્‌ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે.  ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેચમાં સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો.

રાજયમાં આવેલી પ્રિ-પ્રાયમરીથી લઇ ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રાજયની કુલ 55,344 શાળાઓમાં ફાયર સેફ્‌ટી મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહી હોવાનું સામે આવ્યું હતું. 43,893 જેટલી શાળાઓએ સેલ્ફ ડેકલેરેશન કર્યું હતું. જયારે માત્ર 9563 શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. ફાયર સેફ્‌ટી એકટ અને રૂલ્સની જોગવાઇ મુજબ, 9 મીટરથી વઘુ ઉંચાઇનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે., તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે.

 

રેપ પીડિતાને ધમકાવનારા SP નેતાઓ પર બુલડોઝરની તૈયારી

લખનૌઃ અયોધ્યામાં સગીરની સાથે બળાત્કારના મામલામાં મુખ્ય આરોપી SP નેતા મોઇદ ખાન પર હવે બુલડોઝર એક્શનની તૈયારીમાં છે સરકાર. ખાન પર બેકરી સહિત કેટલીય સંપત્તો પર એક્શન થઈ શકે છે. રેવેન્યુ વિભાગે આરોપીની સંપત્તિની ઓળખ કરી હતી અને આજે ફરીથી ટીમ ત્યાં પહોંચશે.

મોઇદ ખાન પર તળાવ અને કબ્રસ્તાનની સાથે અનેક સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ છે. તેની બેકરીમાં બની રહેલા માલસામાનનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં અને બેકરી સીલ કરી દેવામાં આવી હતી. ફૂડ કમિશનર માણિકચંદ સિંહે કાર્યવાહી કરતાં કહ્યું હતું કે બેકરીનું લાઇસન્સ રદ થશે. જ્યારે બળાત્કાર મામલામાં તેણે સમાધાન નહીં કરવા પર મારવાની ધમકી આપી હતી. પીડિતાને એ ધમકી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. પરિવારજનોએ સમાધાન નહીં કરવા પર SP નેતા અને નગર પંચાયત ભદરસાના ચેરમેન મોહમ્મદ રાશિદ, SP નેતા જય સિંહ રાણા અને અન્ય એક વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

શું છે કેસ?

ગેન્ગરેપની આ ઘટના અયોધ્યાના કલંદર ક્ષેત્રની છે, જ્યાં એક સગીર સાથે દુષ્કર્મ કર્યા પછી આરોપીઓએ તેમનો અશ્લીલ વિડિયો બનાવી લીધો હતો અને લાંબા સમય સુધી વારંવાર રેપ કરતા રહ્યા હતા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પીડિતાને બે મહિનાની ગર્ભવતી થઈ ગઈ. મોઇદ ખાન અને તેના મિત્ર રાજુએ બળાત્કાર કરીને સગીર કિશોરીનો વિડિયો બનાવી લીધો હતો અને એને બ્લેકમેઇલ કરતા હતા.

Bigg Boss OTT 3: સના મકબુલ બની વિજેતા, રણવીરે સાધ્યું નિશાન

મુંબઈ: ‘બિગ બોસ OTT 3’ આખરે તેનો વિજેતા મળી ગયો છે. ઘણા વિવાદો બાદ આ શો પૂર્ણ થયો છે. સના મકબૂલ બિગ બૉસ OTT 3ની વિજેતા બની છે. સના મકબૂલ સાથે, રણવીર શૌરી, કૃતિકા મલિક, નેઝી અને સાઈ કેતન ટોચના પાંચ ફાઇનલિસ્ટ બન્યા. જોકે, ફિનાલેમાં સનાએ રેપર નેઝીને હરાવીને ટ્રોફી જીતી હતી. દરેક લોકો સનાની જીતની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. જોકે, રણવીર શૌરી સનાની જીત પર ખુશ ના હોય એવું લાગે છે. તાજેતરમાં, બિગ બોસ સમાપ્ત થયા પછી તેણે કંઈક એવું કહ્યું જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

રણવીરે જણાવ્યું કે સના કેવી રીતે વિજેતા બની

રણવીર શૌરીએ શોના ફિનાલે પછી મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને વિજેતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે બિગ બોસ પર આરોપ લગાવતા કહ્યું,’જો ટ્રોફી માત્ર સોશિયલ મીડિયા ફોલોઅર્સના આધારે આપવામાં આવશે, તો સૌથી સારી વાત એ છે કે જેની પાસે સૌથી વધુ ફોલોઅર્સ હોય તેને જ ટ્રોફી આપવામાં આવે.’ એટલું જ નહીં આ દરમિયાન રણવીરે એમ પણ કહ્યું કે આ શોમાં સના કરતાં વધુ સક્ષમ લોકો હતા. આ પછી જ્યારે પેપ્સે તેને પૂછ્યું કે તમારા મતે વિજેતા કોણ છે? તો આનો જવાબ આપતાં રણવીરે કહ્યું, ‘હું હતો અને અરમાન હતો.’ હવે રણવીરના નિવેદનથી સ્પષ્ટ છે કે તે સનાની જીતથી ખુશ નથી.

રણવીર શૌરીએ પણ સારી રમત રમી

તમને જણાવી દઈએ કે રણવીર શૌરી ભલે ‘બિગ બોસ ઓટીટી 3’નો વિજેતા બની શક્યો ન હોય, પરંતુ આ શો તેના નામથી જ ઓળખાશે. શોમાં તેની સાદગી ચાહકોને પસંદ આવી હતી. રણવીરે નો શોમાં આખી ગેમ પોતાની બુદ્ધિમત્તા અને મહેનતથી રમી હતી. તેણે ક્યારેય કોઈ ખોટું સમર્થન કર્યું નથી. હંમેશા તથ્યો સાથે વાત કરી. તે ભાગ્યે જ ઘરે ગપસપ કરતો જોવા મળ્યો હતો. જો તેને કોઈ વાત ગમતી ન હોય તો તે ખુલ્લેઆમ કહેતો.

૦૩ ઓગસ્ટ, ૨૦૨૪