સાંપ્રત સમયની વિટંબણા કહો કે વિષમતા કહો – સાચાને સહન કરવાનું અને જૂઠાની બોલબાલા. કબીરજી આને કળિયુગનું પ્રમાણ માને છે. સમાજમાં ધર્મની ધૂરા સંભાળતા મહાનુભાવોમાં કામ, ક્રોધ, લોભ, મદ અને મોહ પ્રચુર માત્રામાં હોય છે તેવા અનુભવ વારંવાર થાય છે.
કબીરના વચનમાં કટાક્ષ અને કરુણાનું અજબ સંમિશ્રણ હોય છે. કબીરજી વ્યક્તિ કરતાં સમયનો દોષ જુએ છે. સાથે સાથે સહાનુભૂતિ પણ દર્શાવે છે. સાધુની પૂજાને બદલે ઉપેક્ષા થાય પણ ઢોંગીને આદર મળે. અંધશ્રદ્ધા દ્વારા કામી – ક્રોધી અને કુમાર્ગીને દેવ સમાન માની લેવાની વૃત્તિ સામે કબીરજી સમાજને લાલ ઝંડી બતાવી રૂક જાવ એમ કહે છે.
ધર્મને ધંધો બનાવવાની કળા વિકસે તે સમય કળિયુગ, જેમનામાં જોઈ શકાય તેવા અનેક દોષો હોય તેમના માટે પૂજ્ય ભાવ સેવવો તે ઈશ્વરનું અપમાન છે. ગાંધીજીએ વ્યક્તિ કે મૂર્તિમાં નહીં પણ સત્યમાં જ ઈશ્વરદર્શન કર્યું તે યથાર્થ છે, અનુકરણીય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
એક મિનિટમાં તમે કેટલી ગાડીની બ્રાન્ડના નામ બોલી શકો? દસ? વીસ કે પચીસ? પણ જો કોઈ એમ કહે કે એક ત્રણ વર્ષનો ટેણિયો એક મિનિટમાં પચાસ નેશનલ અને ઇન્ટરનેશનલ કારના સિમ્બોલ ઓળખી એના નામ બોલે છે તો? કેમ નવાઈ લાગીને ? પરંતુ આ બિલકુલ સાચી વાત છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતો ત્રણ વર્ષનો સ્વયં વિશાલ ભુવાએ એક મિનિટમાં પચાસ નેશનલ અને ઇન્ટરનેશનલ કાર લોગો ઓળખીને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યો છે.
આ ગોડ ગીફ્ટ છે
સ્વયંના પિતા વિશાલભાઈ ભુવા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “એ જ્યારે બે વર્ષનો હતો ત્યારથી એની કાલીઘેલી ભાષામાં ગાડીનો લોગો જોઈને એનું નામ બોલવાનો પ્રયત્ન કરતો. આ અંગે અમે એને પહેલા કોઈ પણ પ્રકારની તૈયારી નથી કરાવી. એમ કહી શકાય કે આ ગોડ ગીફ્ટ છે.”
વધુમાં એ કહે છે, “જ્યારે પણ અમે ઘરની બહાર જઈએ તો એ કોઈ પણ કારનો લોગો જોઈને એનું નામ બોલે. રોજિંદા જીવનમાં પણ વસ્તુ સાથે તાલમેલ કરીને કારના લોગોને ઓળખી બતાવે. ફરતો પંખો હોય તો મર્સિડીઝ અને આમ તેમ ફરતી ગરોળી હોય તો ગાડીની વાઈસમેન બ્રાન્ડ સાથે એ સરખાવે.”
અમને ખબર ન હોય એ નામ પણ સ્વયંને આવડે
પહેલા તો સ્વયંના માતા-પિતાને વિશ્વાસ ન થતો કે અમારું બાળક આટલી નાની ઉંમરે આટલી સારી રીતે કારના લોગો ઓળખીને એના નામ બોલે છે. સ્વયંના માતા ભાવિકાબહેન ગૃહિણી છે. એ કહે છે કે જે કારના નામ અમને પણ ખબર ન હોય એના લોગો ઓળખીને સ્વયં નામ બોલતો. એના કારણ હવે અમે પણ કાર ઓળખતા થઈ ગયા.
નાની વયે બે રેકોર્ડ
સ્વયં એ બે રેકોર્ડ બનાવ્યા છે પ્રથમ રેકોર્ડ એક મિનિટમાં પચાસ સિમ્બોલ ઓળખીને ગાડીના નામ બોલવાનો. અને બીજો રેકોર્ડ બે મિનિટ બે સેકન્ડમાં એકસો કારના લોગો ઓળખી એના નામ બોલવાનો. આ બંને વર્લ્ડ રેકોર્ડ છે. જેમાં Fastest to identify 100 car logos by a Pre-schooler by international book of Records અને Fastest to identify and recite Car brand logo by World Records India નો સમાવેશ થાય છે. એટલું જ નહીં સ્વયં એ 115 ગાડીના સિમ્બોલ ઓળખી એના નામ બોલ્યો છે એ વીડિયોની એપ્લીકેશન પણ વિશાલભાઈ આગામી સમયમાં કરશે.
લક્ઝરી કારના જોવે છે વીડિયો
સામાન્ય રીતે નાના છોકરા મોબાઈલમાં ગેમ રમે, પોએમ જોવે કે પછી કાર્ટુન જોતા હોય છે. ત્યારે સ્વયં અત્યારથી જ ફરારી, બુગાટી જેવી લક્ઝરી કાર કેવી રીતે બને છે એના વિડિયો જૂએ છે. વિશાલભાઈ કહે છે આમ તો અમે એને વધારે મોબાઈલ નથી આપતા પરંતુ થોડા સમય મોબાઈલ આપીએ ત્યારે એ એના પર માત્રને માત્ર કાર વિશેની માહિતી જ જોતો હોય છે.
સ્વયં માત્ર ત્રણ વર્ષનો છે પરંતુ રોજ સવારે દસ વાગે એની 100 જેટલી ટોય કારના કલેક્શન સાથે પોતાનો શોરૂમ ઓપન કરે છે અને રાત્રે દસ વાગ્યા સુધી એ કારની વચ્ચે રહીને એની જુદી-જુદી માહિતી મેળવે છે. આ ટેણીયા ને જોઇને કોઈ પણ વ્યક્તિ બે મિનિટ માટે વિચારમાં પડી જાય કે એસા ભી કભી હોતા હૈ!
નવી દિલ્હીઃ બંગલાદેશ સહિત છ પડોશી દેશોની સાથે સ્થાનિક કરન્સીમાં ટ્રેડ કરવાની તૈયારી ભારતે કરી લીધી છે. ભારતના આ પ્રસ્તાવ પર શ્રીલંકા અને બંગલાદેશ પહેલાં જ હા કહી ચૂક્યા છે. સરકારના આ પગલાનો હેતુ ટ્રેડ કોસ્ટમાં બચત અને આંતરરાષ્ટ્રીય ટ્રેડમાં ડોલર પરની નિર્ભરતા ઓછી કરવાનો છે.
છેલ્લાં બે વર્ષથી ભારત રશિયાની સાથે મોટા પાયે વેપાર સ્થાનિક કરન્સી એટલે કે રૂપી-રૂબલમાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે, પણ હવે ભારત એક નવી યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં BIMTEC- એટલે કે છ પડોશી દેશો- બંગલાદેશ, ભૂતાન, નેપાળ, ઇન્ડિયા, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડની વચ્ચે આપસી વેપાર સ્થાનિક કરન્સીને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઓછી થઈ શકે. નિષ્ણાતોનું માનવું છે કે સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટથી ટ્રેડ ખર્ચમાં 5-6 ટકાની બચત થઈ શકે છે.
વાસ્તવમાં વૈશ્વિક વેપારમાં આશરે 40 ટકા લેવડદેવડ હજી અમેરિકી ડોલર દ્વારા થાય છે. જિયો પોલિટિકલ ટેન્શન, આર્થિક પ્રતિબંધો, વેપારની અનિયમિતતાના દોરમાં બહુબધા દેશો કોઈ એક કરન્સી ઉપર નિર્ભર રહેવા નથી ઇચ્છતા અને તેઓ ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે. આવામાં ઇન્ડિયન રૂપી ઇન્ટરનેશનલ કરન્સીની ભૂમિકા નિર્ણાયક રીતે નિભાવી શકે છે.
રશિયા અને મધ્ય-પૂર્વ સહિત 20 દેશોની સાથે ભારત ઇન્ડિયન રૂપીમાં દ્વિપક્ષી વેપાર માટે સમજૂતી કરી ચૂક્યો છે, પણ હવે આ ચળવળમાં હવે પડોશી દેશોને પણ જોડવાની તૈયારી છે, જેથી વૈશ્વિક અનિશ્ચિતતાના દોરમાં વિદેશી એક્સચેંજના સંકટમાં બધા દેશો સક્ષમતાથી મુકાબલો કરી શકે. એ સાથે આયાત-નિકાસ ખર્ચમાં ઘટાડો કરી શકે.
જો આપણે થાઈલેન્ડમાં કોર્ટના આદેશનું પાલન જોવું હોય, તો તેના કરતાં વધુ સારું ઉદાહરણ હોઈ શકે નહીં કે એક ઝટકામાં વડા પ્રધાન શ્રેથા થવિસિનને તેમની ખુરશી ગુમાવવી પડી. નૈતિક મૂલ્યોનું પાલન ન કરવા બદલ કોર્ટે આજે વડા પ્રધાન શ્રેથા થવિસિનને પદ પરથી હટાવ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આના એક સપ્તાહ પહેલા જ કોર્ટે મુખ્ય વિપક્ષી પાર્ટીને વિસર્જન કરી દીધુ હતું. કોર્ટના આ ઝડપી આદેશોએ થાઈલેન્ડના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
બંધારણીય અદાલતે શ્રેથાને કેબિનેટ સભ્યની નિમણૂક માટે દોષિત ઠેરવ્યા હતા, જેઓ કોર્ટના અધિકારીને લાંચ આપવા બદલ જેલમાં હતા. કોર્ટે 5:4ની બહુમતીથી શ્રેથા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. જ્યાં સુધી સંસદ નવા વડાપ્રધાનની નિમણૂક ન કરે ત્યાં સુધી કેબિનેટ કેરટેકર ધોરણે રહેશે. આ પદ પર નિમણૂક માટે સંસદને કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. શ્રેથાએ એપ્રિલમાં કેબિનેટમાં ફેરબદલ કરીને પીચિત ચુએનબનને વડાપ્રધાન કાર્યાલયમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
શું હતો મામલો?
પિચિતને 2008 માં કોર્ટની અવમાનના માટે છ મહિનાની જેલ કરવામાં આવી હતી જ્યારે તેણે ભૂતપૂર્વ વડા પ્રધાન થાક્સિન શિનાવાત્રાને સંડોવતા કેસમાં 2 મિલિયન બાહ્ટ (US$55,000) સાથે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ ઘટનાને લઈને ફરી વિવાદ ઉભો થયો, ત્યારે પિચિટે તેમની નિમણૂકના થોડા અઠવાડિયા પછી પદ પરથી રાજીનામું આપી દીધું. કોર્ટે કહ્યું કે જો કે પિચિત પહેલાથી જ જેલની સજા ભોગવી ચૂક્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તેનું વર્તન અપ્રમાણિક હતું.
કોર્ટે ચુકાદો આપ્યો કે વડા પ્રધાન તરીકે શ્રેષ્ઠાને તેમના કેબિનેટ સાથીદારોની લાયકાતની ચકાસણી કરવાની જવાબદારી હતી. કોર્ટે કહ્યું કે શ્રેથા પિચિતના ભૂતકાળથી વાકેફ હતા પરંતુ તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કર્યા અને આમ નૈતિક સંહિતાનું ઉલ્લંઘન કર્યું.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી ન હતી. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન પારસ મ્હામ્બરે ટીમના બોલિંગ કોચ હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે મોર્કેલને નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
મોર્કેલ ગંભીરની પહેલી પસંદ હતો
શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘હા, મોર્ને મોર્કેલને વરિષ્ઠ ભારતીય પુરૂષ ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.’ દક્ષિણ આફ્રિકાના 39 વર્ષીય મોર્કેલ નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતા. બંનેએ આઈપીએલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સમાં સાથે કામ કર્યું છે. અગાઉ, ગંભીર અને મોર્કેલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં ત્રણ સીઝન માટે એકબીજા સાથે કામ કર્યું હતું. મોર્કેલ દક્ષિણ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે જેમાં તેણે કુલ 544 આંતરરાષ્ટ્રીય વિકેટો લીધી છે.
બાંગ્લાદેશ સામેની શ્રેણીથી કામ શરૂ કરશે
ભારતીય ટીમ સાથે બોલિંગ કોચ તરીકે મોર્કેલનું પ્રથમ કાર્ય બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી હશે. બંને ટીમો વચ્ચેની આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. એક મહિનાથી મોર્કેલના નામની ચર્ચા થઈ રહી હતી, પરંતુ હવે તેણે સત્તાવાર રીતે મેમ્બ્રેનું સ્થાન લીધું છે. આ સાથે બીસીસીઆઈએ લગભગ એક દાયકા પછી વિદેશી કોચની નિમણૂક ન કરવાની તેની પ્રથા બદલી છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ ડંકન ફ્લેચર પછી પ્રથમ વખત કોઈ વિદેશી ભારતીય કોચિંગ ટીમનો ભાગ બનશે.
અમદાવાદ: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)એ 12મી ઓગસ્ટ, 2024ના રોજ તેના ચારેય કેમ્પસમાં નેશનલ સ્પેસ ડે અને ડૉ. વિક્રમ સારાભાઈની 105મી જન્મ જયંતિની ઉજવણી કરી.
તાજેતરમાં જ ભારત સરકારે 23મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. 23મી ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્ર પર પ્રજ્ઞાન રોવરની તૈનાતીની યાદમાં આ દિવસ ઉજવવાનું નક્કી થયું છે. આ સિદ્ધિ સાથે, ભારત સ્પેસ-ફેરિંગ રાષ્ટ્રોના મહત્વના જૂથમાં જોડાયું છે. ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.ઉજવણીની શરૂઆત સવારે 8.30 કલાકે નવરંગુપરા સ્થિત PRLના મુખ્ય કેમ્પસમાં ડૉ. વિક્રમ સારાભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને થઈ હતી. આ પ્રસંગે ડૉ. મલ્લિકા સારાભાઈ, ડૉ. કાર્તિકેય સારાભાઈ, ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઑફ ઈન્કમટેક્સ યશવંત ચૌહાણ, એલ. જે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. દિનેશ અવસ્થી તેમજ અન્ય આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી હતી. બાદમાં વૃક્ષારોપણ તેમજ PRLમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચિત્રલેખા.કોમએ PRLના ડિરેક્ટર ડૉ. અનિલ ભારદ્વાજ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમારી ઓપન હાઉસ ઈવેન્ટમાં આવેલા વિદ્યાર્થીઓએ અહીં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય વિતાવ્યો. જેમાં તેમણે વિવિધ મોડલ્સનું નિરીક્ષણ કર્યુ. આ ઉપરાંત વીડિયો, મુવી જેવાં માધ્યમોથી ભૌતિક વિજ્ઞાન અને સ્પેસ વિજ્ઞાનને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. જે ખરેખર તેમના માટે એક સુખદ અને અલગ જ અનુભવ રહ્યો છે. વિદ્યાર્થીઓએ અને સામાન્ય લોકોએ પણ PRLની મુલાકાત લઈને અનેક પ્રકારની નવી જાણકારી મેળવી છે.”અમદાવાદમાં નવરંગપુરા અને થલતેજ કેમ્પસ, ઉદયપુરમાં ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરી અને માઉન્ટ આબુ ખાતે PRLની માઉન્ટ આબુ વેધશાળામાં ઓપન હાઉસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઓપન હાઉસના કારણે વિજ્ઞાનમાં અને એમાં પણ ખાસ કરીન સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા લોકોને PRLના નિષ્ણાંત વૈજ્ઞાનિકો સાથે રૂબરૂમાં વાર્તાલાપ કરવાની તક મળી. ઓપન હાઉસમાં પ્રદર્શિત સાયન્ટિફિક મોડલ્સની મુલાકાત લેવાની અને PRL કેમ્પસમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી.આ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. લગભગ 3,000થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ અમદાવાદમાં PRLના બે કેમ્પસની મુલાકાત લીધી. 340થી વધુ વિદ્યાર્થીઓએ ઉદયપુર સોલાર ઓબ્ઝર્વેટરીની મુલાકાત લીધી. મુલાકાતીઓમાં ધોરણ 8 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાશાખાના UG અને PG વિદ્યાર્થીઓ, કોલેજ, યુનિવર્સિટી અને શાળાના શિક્ષકો તેમજ વિજ્ઞાન કમ્યુનિકેશન સાથે જોડાયેલાં લોકો અને વાલીઓનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટ દ્વારા PRLએ યુવાનોને વિજ્ઞાનમાં કારકિર્દીના વિકલ્પો વિશે માહિતગાર કર્યા. આ જ યુવાનો ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટે તેમની પ્રતિભાનું યોગદાન આપવા માટે આગળ આવે તે માટેનો PRLનો આ એક પ્રયાસ હતો.
નવી દિલ્હીઃ હરિયાણામાં સરકારી સ્કૂલોની હાલત ખસ્તા છે. રાજ્યની કમસે કમ 19 સરકારી સ્કૂલોમાં એક પણ બાળકે એડમિશન નથી લીધું. રાજ્યની 3148 સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50થી ઓછી છે. રાજ્યમાં 14,562 સરકારી સ્કૂલોમાંથી 811 સ્કૂલોમાં માત્ર એક-એક શિક્ષક છે.
સરકારી સ્કૂલોમાં એક મોટી સમસ્યા શિક્ષક-વિદ્યાર્થી રેશિયોનો માનવામાં આવે છે. હરિયાણાની સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્યની સ્કૂલોમાં TGTના 16,537 પદો અને PGTનાં 11,341 પદો સહિત સરકારી સ્કૂલોમાં 28,000 શિક્ષકોનાં પદો ખાલી છે. હરિયાણાની સરકારી સ્કૂલોમાં 23.10 લાખ વિદ્યાર્થીઓનું એડમિશન છે. અધિકારીઓનો અંદાજ છે કે રાજ્યની આશરે 7000 ખાનગી સ્કૂલો છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી સ્કૂલોની બરાબર છે.
રાજ્યની કુલ પ્રાથમિક સ્કૂલોમાંથી 35.43 ટકા સ્કૂલોમાં વિદ્યાર્થી-ટીચર રેશિયો ખરાબ છે. રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ, 2009 કહે છે કે પ્રાઇમરી સ્તરે દરેક 30 બાળકોએ એક શિક્ષક હોવો જોઈએ એટલે કે શિક્ષક-વિદ્યાર્થી રેશિયો 30:1 હોવો જોઈએ.
હરિયાણા સરકારે 2024-25ના બજેટમાં સરકારે શિક્ષણ, રમત, કલા અને સંસ્કૃતિ પર સરકારે 15 ટકા વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારે બજેટમાં 2023-24માં સંશોધિત ખર્ચ રૂ. 18,776.29 કરોડથી વધારીને 21,765.63 કરોડ કર્યું હતું. સરકારે બજેટનું નવ ટકા ક્વોલિટી શિક્ષણ પર ખર્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
હરિયાણાની શાળાઓમાં ‘ગુડ મોર્નિંગ’ને બદલે ‘જય હિન્દ’ બોલવું ફરજિયાત બનશે. 15 ઓગસ્ટથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિની ભાવના વધારવાના ઉદ્દેશ સાથે હરિયાણા સરકારના શિક્ષણ વિભાગે આ સૂચના બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે વિદ્યાર્થીઓ શાળામાં ગુડ મોર્નિંગ ને બદલે જય હિન્દનો ઉપયોગ કરશે.
અમદાવાદ: ભારત દેશનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગષ્ટ નજીક આવતાંની સાથે જ શહેરના માર્ગો અને માધ્યમોમાં તિરંગા દેખાવા માંડે. શહેરના તમામ બજારમાં તિરંગા લઈ પેડલ રીક્ષા સાથે ફેરિયાઓ જોવા મળે.
માર્ગો પર નાની મોટી સાઇઝના હજારો લોકો રાષ્ટ્ર ધ્વજ નું વેચાણ કરી પેટિયું રળી લેતા હોય છે.સ્વતંત્રતા દિવસ પહેલાં તિરંગાની ટોપીઓ, પેન, કી ચેઇન, ટી શર્ટ , ખેસ જેવી અનેક ચીજવસ્તુઓ કારખાનાઓમાં તૈયાર થઇ બજારમાં વેચાણ અર્થે આવી જાય છે.શહેરના દાણીલીમડા, નારોલ, બહેરામપુરા નજીક ના વિસ્તારો માં કાપડ પર છાપકામ કરતા નાના મોટા કારખાના આવેલા છે. જેમાં દરેક સાઇઝના રાષ્ટ્રધ્વજ મોટી સંખ્યામાં બનાવવાનું કામ સતત ચાલુ જ હોય છે.આ વર્ષે પણ દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત સરકારી કચેરીઓ, શાળા, કોલેજ, વેપારી સંસ્થાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, હોટલ રેસ્ટોરન્ટ, પોલીસ મથકો જેવી અનેક સંસ્થાઓ પર તિરંગો લગાડવામાં આવ્યા છે.દેશભક્તિનો જુવાળ જાગે એ હેતુથી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ કાર્યકરોને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે. તિરંગા સાથેની રેલીઓના આયોજન કરવામાં આવ્યા છે.સરકારી ઈમારતો, બ્રિજ,ઐતિહાસિક સ્થળોએ મોટા રાષ્ટ્ર ધ્વજ સાથે રોશની કરવામાં આવી છે. વંદેમાતરમ રોડ પર રાષ્ટ્ર પ્રેમી સંસ્થા દ્વારા સ્ટેજ પર કાશ્મીરની પહાડીઓ તૈયાર કરવામાં આવી છે.જેમાં કારગિલના શહીદના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તિરંગા સાથેના વિશાળ સ્ટેજ પર દેશ ભક્તિના ગીતો પર બાળકો સહિત સૌ ઝુમી રહ્યા છે.
ગાંધીનગર: ભારતીય કોસ્ટ ગાર્ડ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓ “હર ઘર તિરંગા” અને “એક પેડ મા કે નામ” અભિયાનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. 13મી અને 14મી ઓગસ્ટ 2024ના રોજ ICG પ્રાદેશિક મુખ્યાલય દ્વારા ગાંધીનગરમાં વોકાથોન અને બાઈક રેલીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ICG નોર્થ વેસ્ટ રિજીયનમાં ICG યુનિટો દ્વારા જખાઉં, મુન્દ્રા, વાડીનાર, ઓખા, પોરબંદર, વેરાવળ, પીપાવાવ, સુરત ખાતે બાઇક રેલી, ધ્વજ વિતરણ, વૃક્ષારોપણ, ધ્વજવંદન વગેરે કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
13 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદમાં ત્રિરંગા પરેડમાં પણ ભાગ લીધો હતો. એરફોર્સની ટુકડીએ કાર્યક્રમમાં માર્ચ-પાસ્ટ દ્વારા ઉત્સાહ દર્શાવ્યો હતો. કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન હતા.