અમદાવાદ: મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. મેચ જોવા આવતા હજારો દર્શકો, VVIP મહેમાનો અને ખેલાડીઓની સુરક્ષા તેમજ વાહનવ્યવહારની સરળતા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મેચના દિવસોમાં સ્ટેડિયમ આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે.
કઈ તારીખોએ નિયમો લાગુ પડશે?
અમદાવાદમાં રમાનારી કુલ 7 મેચો દરમિયાન આ નિયમો લાગુ રહેશે. જેમાં એપ્રિલ દરમિયાન તારીખ 4, 17, 20, 26 અને 30 તારીખ અને મે દરમિયાન 3 અને 12 તારીખે આ જાહેરનામું લાગું પડશે.
પ્રતિબંધિત માર્ગો
મેચના દિવસે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગો
ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે.
(1) તપોવન સર્કલથી: વાહનચાલકો ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટીથી જનપથ ટી તરફ જઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે.
(2) કૃપા રેસીડેન્સીથી: કૃપા રેસીડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
આ જાહેરનામું મેચ સાથે સંકળાયેલા અધિકૃત વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી સેવાઓના વાહનો અને સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને લાગુ પડશે નહીં. રહીશોએ પોતાની ઓળખ સાબિત કરવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ જાહેરનામાનું પાલન કરે જેથી મેચના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના કે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય.








દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ
ખેડૂતોની ચિંતા વધી

વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
વેરાવળ પંથકમાં માત્ર કેરી જ નહીં, પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.
તો તમારી કોઈ કીમત જ નથી એવું સીધે સીધું જ સાબિત થાય છે. આપણે જ્યારે ઉભા હોઈએ અને કોઈ જાણીતા માણસને મળવા આવવાનું મન થાય, ત્યારે આપણી સાચી કીમત ગણાય. કોણ શું કહેશે એ વિચારવામાં જીવનની અદ્ભુત ક્ષણો ખોવાના બદલે મનને ગમતું કરવામાં જ જીવનની સાચી મજા છે. કોઈનું નુકસાન કર્યા વિના સરળ અને સુખી જીવન જીવતો માણસ જ સફળ માણસ ગણાય.




માલદા પ્રોટેસ્ટ કેસના મુખ્ય કાવતરાખોર સહિત 35ની ધરપકડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના માલદા મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ ચૂંટણી પંચે કેસની NIA તપાસના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચના આદેશ મળતાં જ NIAએ તપાસ શરૂ કરી દીધી છે. NIAની ટીમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મુખ્ય કાવતરાખોર સહિત કુલ 35 લોકોની ધરપકડ કરી છે. માલદા હિંસા કેસની તપાસ હવે NIA કરી રહી છે. આ મામલે મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તેને બંગાળને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે.
મુખ્ય કાવતરાખોરની ધરપકડ
ADG નોર્થ બંગાળ જયરામને જણાવ્યું હતું કે લોકોને ઉશ્કેરવાના આરોપમાં મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આવી કોઈ પ્રવૃત્તિને અમે મંજૂરી આપવાના નથી. આ ઘટના અગાઉથી આયોજનબદ્ધ હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યાયિક અધિકારીઓને CAPF સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વકીલ મોફક્કરુલ ઇસ્લામ મુર્શિદાબાદના કાલિયાચક કેસનો મુખ્ય ષડયંત્રકર્તા છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેને ત્યારે ધરપકડ કરી જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આરોપી ઇસ્લામનું નિવેદન
ધરપકડ બાદ ઇસ્લામે કહ્યું કે SIRને નામે જેમના નામ ‘D voter’ તરીકે નોંધાયા છે અથવા ડિલીટ થયા છે એવા મુસ્લિમ લોકોના આંદોલનમાં મદદ કરવા માટે તે ત્યાં ગયો હતો. તેણે કહ્યું હતું કે તેણે આંદોલન શરૂ કર્યું નહોતું. તે કોલકાતાથી અલીપુરદ્વાર જઈ રહ્યો હતો અને રસ્તામાં આંદોલન પાસે અટકીને ભાષણ આપ્યું હતું. તેને કારણે કોઈ જજ અટક્યા નહોતા. તેની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી.
બુધવારે કાલિયાચકમાં ઘટના બની
માલદાના કાલિયાચક વિસ્તારમાં સાત ન્યાયિક અધિકારીઓને ઉપદ્રવીઓએ બંદી બનાવી લગભગ 8 કલાક સુધી રાખ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કલકત્તા હાઇકોર્ટના ચીફ જસ્ટિસે બંગાળના DGP સાથે વાત કરી, ત્યાર બાદ પોલીસ પહોંચી અને ન્યાયિક અધિકારીઓને મુક્ત કરાયા હતા.