Home Blog Page 1409

હરિયાણામાં CMપદના અનેક દાવેદારઃ નિરીક્ષક અમિત શાહ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત બે વાર સરકાર ચલાવ્યા પછી ભાજપે ત્રીજી વાર સત્તા હાંસલ કરી છે. જેથી ભાજપે સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી છે, પણ હવે CM પદના ચહેરાને લઈ ભારે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આ શપથગ્રહણ માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. એ પહેલાં 16 ઓક્ટોબરે પાર્ટીના વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં વિધાનસભ્યોના નવા નેતા ચૂંટવામાં આવશે. ગૃહપ્રધાન અમિત શાહ અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.

હરિયાણા વિધાનસભાની ચૂંટણી ભાજપે રાજ્યની 90 બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. ભાજપે નાયબ સિંહ સૈનીના દમ પર આ ચૂંટણી લડી છે, તેમ અમિત શાહે પંચકૂલાની એક ચૂંટણી સભામાં કહ્યું હતું. આવી સ્થિતિમાં સૈનીને CM બનાવવાની સંભાવના વધુ છે.

જોકે ભાજપના ઘણા નેતાઓ CM બનવા મથામણ કરી રહ્યા છે. એ દાવેદારોમાં અંબાલા કેન્ટથી સાતમી વખત ધારાસભ્ય બનેલા અનિલ વિજ અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ નો પણ સમાવેશ થાય છે

વાસ્તવમાં ભાજપને ડર છે કે, અનિલ વિજ સૈનીના નામનો વિરોધ કરી શકે છે. આ પહેલાં મનોહરલાલ ખટ્ટરને CM પદેથી હટાવી નાયબ સિંહ સૈનીને CM બનાવવામાં આવતાં વિજે વાંધો ઉઠાવ્યો હતો. તે વખતે વીજ ધારાસભ્ય દળની બેઠક અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. આ ઉપરાંત તેઓ સૈનીના મંત્રીમંડળમાં પણ સામેલ થયા ન હતા. થોડા દિવસો પહેલાં વિજે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ એવા અહેવાલો સામે આવ્યા હતા કે વીજે CM પદ માટે દાવો કર્યો છે.

કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહે પણ CMપદ પર દાવો કર્યો છે. સિંહે દાવો કર્યો છે કે અહીરવાલ બેલ્ટના કારણે જ રાજ્યમાં ભાજપની સરકાર બને છે. આ વખતે પણ અહીરવાલમાં ભાજપે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભાજપે અહીની કુલ 11 બેઠકોમાંથી 10 બેઠકો જીતી છે. આ પહેલાx વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપે માત્ર આઠ બેઠકો જીતી હતી.

CM પદના દાવેદારોને સંતુષ્ટ કરવાની સાથે-સાથે મંત્રીમંડળમાં સ્થાનની માગ કરી રહેલા નેતાઓને મનાવવા પણ ભાજપ માટે મોટો પડકાર હશે. હાલ હરિયાણા ભાજપમાં ઘણાં જૂથો કામ કરી રહ્યાં છે. દરેક જૂથ કેબિનેટમાં જગ્યા મેળવવા ધમપછાડા કરી રહ્યા છે, તેથી ભાજપ માટે હરિયાણાનું મેદાન પડકારજનક બને એવી શક્યતા છે.

ડિજિટલ એરેસ્ટ રેકેટનો પર્દાફાસ, 7 ગુજરાતી સહિત 17ની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઈના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભારતમાં ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું ષડ્યંત્ર રચવા માટે 4 તાઇવાનીએ એપ ડેવલોપ કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આરોપીઓએ આ એપ એવી રીતે ડેવલોપ કરી હતી કે, સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે તુરંત જ એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા. આરોપીઓએ આ ષડ્યંત્ર રચવા માટે ભારતમાં 4 વર્ષ રિસર્ચ કર્યું હતું. જે બાદ ડિજિટલ અરેસ્ટ, શેર માર્કેટમાં રોકાણ, ગેમિંગ ઝોનના નામે આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓ રોજ 1.50 કરોડથી 2 કરોડ રૂપિયા પડાવતા હતા. આરોપીઓએ ડાર્ક રૂમથી લોકોને છેતરતા હતા. આરોપીઓ વિરુદ્ધ દેશભરમાં 450થી વધુ ગુના નોંધાયેલા છે.

સાયબર ક્રાઇમે આ ઠગાઇના મુખ્ય સૂત્રધાર એવા 4 તાઇવાનના નાગરિક, 7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની ટીમે આ ઠગાઈ કેસમાં ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટના હોલ્ડર પહેલો ભાવેશ સુથારની ધરપકડ કરીને પૂછપરછ કરતા વડોદરાનું નેટવર્ક ખુલ્યું છે. જે બાદ 2 આરોપીની ધરપકડ કરી પૂછતા તેઓ બેંક એકાઉન્ટ અન્ય લોકોનાં ભાડે લઈને તેમને કમિશન આપતા હતા. પ્રવિણ પંચાલની ધરપકડ કરતા નવી દિલ્હીના સેફ હૈદર ઉર્ફે સેમ સિદ્દીકીનું નામ ખૂલ્યું હતું. સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં રેડ કરી તપાસ કરતા તાઇવાન નાગરિકો દ્વારા ઠગાઈનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો હતો. જે બાદ સાયબર ક્રાઇમે વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગલોરમાંથી ચાર ડાર્કરૂમ ઝડપ્યાં છે. જે સિસ્ટમ ડેવલોપ કરનાર મુખ્ય આરોપી તાઇવાનનો મુચી સંગ ઉર્ફે માર્ક હોવાનું ખુલ્યું છે, જેની દિલ્હીની તાજ હોટલમાંથી ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1275000 મળ્યા છે. આ ઉપરાંત 761 સીમકાર્ડ, 120 મોબાઈલ ફોન, 96 ચેકબૂક, 92 ડેબિટ/ક્રેડિટકાર્ડ, 48 ચેક, 42 પાસબૂક, 32 USB ચાર્જિંગ હબ, 6 હિસાબના ચોપડા, 2 CPU, 26 મિનિ કોમ્પ્યુટર, 9 રાઉટર, 1 મોબાઈલ સ્વાઇપ મશીન અને 7 લેપટોપ ઝપ્ત કર્યા છે.

આરોપીઓ માસૂમ લોકોને અધિકારીની ઓળખ બતાવી કોલ કરતા હતા. ફિરીયાદીઓના એકાઉન્ટ ગેરકાયદે પ્રવૃતીમાં સંડોવાયેલા હોવાની વાત કરતા હતા. જે બાદ વેરિફિકશનના નામે અમુક ફિની માગણી કરતા હતા. આ આરોપીઓ અલગ-અલગ યુનિટમાં કામ કરતા હતા. એક યુનિટ સીમકાર્ડનું કામ કરે છે, એક યુનિટ બેન્ક એકાઉન્ટ માટે કામ કરે છે, એક ટેક્નિકલ કરે છે અને એક એવા એક્સપર્ટ હોય છે કે, જે ડેટાબેઝ એકત્રિત કરતા હોય છે. ઘણા બધા ડેટા ગૂગલ કે પબ્લિક ડોમેઈન પર મળી રહે છે. એમાં આ લોકો જોઈ લે છે કે, કેટલા લોકો પૈસાવાળા છે ને એકલા રહે છે. આ બધી માહિતી લઈને ત્યારબાદ તેને ટાર્ગેટ કરતા હોય છે.

અમદાવાદના એક સિનિયર સિટીઝનને આ ગેંગે CBIના નામે ડરાવી ધમકાવીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા 80 લાખ પડાવ્યા હતા. જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસીસ કરીને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી તથા મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગલોર, ડુંગરપુર સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું છે.

ચૂંટણી પંચ તો ભાજપની કઠપૂતળી છેઃ JMMનો આરોપ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. એ પહેલાં ઝારખંડ મુક્તિ મોરચાએ મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે ભાજપને તારીખોની જાહેરાત પહેલાં એની માહિતી મળી ગઈ હતી. JMM નેતા મનોજ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓને ચૂંટણીની તારીખોના એલાન પહેલાં માહિતી મળી ગઈ હતી. તેમણે ચૂંટણી પંચને કઠપૂતળી પણ બતાવી હતી.

મનોજ પાંડેએ કહ્યું હતું કે અમે ચૂંટણી માટે હંમેશાં તૈયાર રહીએ છીએ, પરંતુ ચૂંટણીની ઘોષણા થવાની છે  પહેલાં ભાજપના નેતાઓને એની માહિતી ગઈ કાલથી મળી ગઈ હતી. આ બહુ ગંભીર વિષય છે.

ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પત્રકાર પરિષદ યોજશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની જાહેરાત કરવામાં આવશે.

મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રમાં હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે.

જ્યારે ઝારખંડમાં તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025એ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજવામાં આવી હતી.

 

કોના સન્માનમાં ઉજવાય છે વિશ્વ વિદ્યાર્થી દિવસ?

આજે સમગ્ર વિશ્વ વિશ્વ વિદ્યાર્થી દિવસ (World Stundents Day)ની ઉજવણી કરી રહ્યું છે. વિશ્વ વિદ્યાર્થી દિવસ દર વર્ષે કોઈને કોઈ વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. આ વર્ષે 2024 માં તેની થીમ ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સર્વગ્રાહી શિક્ષણ’છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર આપવાનો છે અને શિક્ષણને માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ સુધી મર્યાદિત ન રાખવાનો છે, આ દિવસ 2010થી ઉજવવામાં આવે છે. તમે જાણો છો કે આ દિવસ ખાસ કરીને ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તે શા માટે ઉજવવામાં આવે છે?

આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

આજે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, મિસાઇલ મેન ડૉ.એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. તેમના સન્માનમાં કલામ સાહેબની જન્મજયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અબ્દુલ કલામે શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રશંસનીય પ્રયાસો કર્યા છે, જે વિદ્યાર્થી જીવન માટે પ્રેરણા સ્ત્રોત છે. ડૉ. એપી જે કલામને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે પણ યાદ કરવામાં આવે છે. એપી જે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. 18 જુલાઈ 2002ના રોજ તેઓ દેશના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

આ દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?

વર્ષ 2010માં પ્રથમ વખત યુએન દ્વારા ભારત રત્ન ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામની 79મી જન્મજયંતિને વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી, આ દિવસ દર વર્ષે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ડૉ. એપીજે અબ્દુલ કલામની મહત્વપૂર્ણ ભૂમિકા તેમની સિદ્ધિઓ અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પ્રેરણાને યાદ કરવામાં આવે છે. તેઓ માનતા હતા કે શિક્ષકો કોઈપણ સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ વિદ્યાર્થીઓને તેમના સંબંધિત વિષયોમાં વધુ સારા બનાવવા માટે જવાબદાર છે. કલામે તેમનું સમગ્ર જીવન શિક્ષણ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

એપીજે અબ્દુલ કલામ 2002 થી 2007 સુધી દેશના 11મા રાષ્ટ્રપતિ હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો પ્રત્યેના તેમના સ્નેહ અને જોડાણને કારણે હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમના દ્વારા આપવામાં આવેલ પ્રેરણાત્મક શબ્દો આજે પણ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૫ ઓક્ટોબર ૨૦૨૪

છાણના દેવને કપાસિયાની આંખો

છાણના દેવને કપાસિયાની આંખો

 

જેવું પાત્ર તેવું દાન; જેને જેમ શોભે તેમ કરવાપણું.

(૧) જેવું માણસ તેવું માન. (૨) જેવો દેવ તેવા તેના અલંકાર; જેવા દેવ તેવી પૂજા.

જેવી જેની લાયકાત તેવી તેને પ્રાપ્તિ; યોગ્યતા મુજબ સત્કાર કરવો.

જેવું પાત્ર તેવો વહેવાર તેની સાથે કરવો જોઈએ એ વાત આ કહેવત થકી કહેવાઈ છે. ટૂંકમાં માણસ જોઈને એની સરભરા અથવા માનપાન આપવું. લાયક ન હોય તેને એના ગજા કરતાં વધારે આપવાથી એ જીરવી શકતો નથી એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

તૃપ્તિ ડિમરી ઓડિશનમાં નાપાસ થઈને અભિનેત્રી બની

હિન્દી ફિલ્મોમાં સાતથી વધુ વર્ષથી અભિનેત્રી બનવા સંઘર્ષ કરતી તૃપ્તિ ડિમરીની ‘એનિમલ’ (૨૦૨૪) પછી ઘણી ફિલ્મો આવી છે. પહેલી બે ફિલ્મના ઓડિશનમાં એ નાપાસ થઈ હતી પણ નસીબ બળવાન હતું કે એમાં જ ફરી તક મળી હતી. દિલ્હીમાં રહેતી તૃપ્તિના ભાઈના મિત્રએ એની કેટલીક તસવીરો ખેંચી હતી. એ એને કહ્યા વગર ક્યાંક મોકલી આપી હતી અને એને મોડેલ તરીકે પસંદ કરી લેવામાં આવી હતી. પિતાને કહ્યા વગર એણે મોડેલ તરીકે કામ કર્યું. જ્યારે કહ્યું ત્યારે એમણે અભ્યાસ પર જ ધ્યાન આપવા કહ્યું. પિતાના કહેવાથી તે ભણતી હતી. પણ મેગેઝીનમાં મોડેલ તરીકે ફોટા આવવા લાગ્યા ત્યારે એમને લાગ્યું કે તૃપ્તિ સારું કરી રહી છે.

દિલ્હી અને મુંબઈમાં એક-બે વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. પૈસા માટે તે કેટલૉગનું શુટિંગ કરતી હતી. એમાં બહુ મજા આવતી ન હતી. મોડેલ તરીકે કામ કરી રહી હતી ત્યારે અભિનય કરવાની ઈચ્છા વધી રહી હતી. દિલ્હીમાં તૃપ્તિએ ફિલ્મ ‘પોસ્ટર બોય્ઝ’ (૨૦૧૭) માટે ઓડિશન આપ્યું હતું પણ નાપાસ થઈ ગઈ હતી. તૃપ્તિને ‘સંતૂર’ ની જાહેરાતમાં કામ કરવા મુંબઇ આવવું પડ્યું હતું. અને ટીવી સિરિયલ તથા ફિલ્મ માટે ઓડિશન આપવાનું શરૂ કરી દીધું હતું. દરમ્યાનમાં ‘પોસ્ટર બોય્ઝ’ માટે મુંબઈમાં ફરી ઓડિશનની તક મળી. અને એ પાસ થઈ ગઈ હતી. એ ફિલ્મમાં દેઓલ પરિવાર હતો એટલે એની ખાસ નોંધ લેવાઈ ન હતી.

રસપ્રદ વાત એ છે કે ‘પોસ્ટર બોય્ઝ’ ની જેમ ‘લૈલા મજનૂ’ (૧૯૧૮) માટે દિલ્હીમાં જ ઓડિશન આપ્યું હતું. અને એમાં પણ એ નાપાસ થઈ ગઈ હતી. ખુદ તૃપ્તિને ખબર હતી કે એને અભિનય આવડતો ન હતો અને ઓડિશનમાં તે સારું કરી શકી ન હતી. એ જ્યારે મુંબઇ આવી ત્યારે મોડેલિંગ કરતી વખતે કોઈએ કહ્યું કે ‘લૈલા મજનૂ’ ના ઓડિશન ચાલી રહ્યા છે. તારે પ્રયત્ન કરવો જોઈએ. તૃપ્તિએ એમ કહીને ના પાડી હતી કે એક વખત એમણે મને નાપાસ કરી દીધી છે એટલે ફરીથી જવાનું યોગ્ય નથી. એ ફિલ્મ એના નસીબમાં હતી એટલે ફરી મળી હતી. બન્યું એવું કે તૃપ્તિ એની મિત્ર સાથે એક જાહેરાતના ઓડિશન માટે ગઈ હતી. ત્યારે મિત્રએ કહ્યું કે મારું એક ફિલ્મ માટે ઓડિશન છે. તું મારી સાથે આવ. આપણે એક જ રીક્ષામાં ઘરે પાછા જતાં રહીશું.

તૃપ્તિ એની સાથે ગઈ અને બહાર બેઠી હતી ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે એને જોઈને પૂછ્યું કે હવે તમારું ઓડિશન છે ને? ત્યારે તૃપ્તિએ કહ્યું કે હું મારી મિત્રની રાહ જોતી બેઠી છું. એણે કહ્યું કે તમે કાશ્મીરી પહાડી લાગો છો. તમે ઓડિશન આપી દો. તૃપ્તિ ઓડિશન માટે કોઈ રીતે તૈયાર ન હતી. એણે પછીથી મિત્રના જ કપડાં પહેરીને ઓડિશન આપી દીધું. બીજા દિવસે નિર્દેશક સાજીદ અલીએ એને બોલાવીને ચર્ચા કરી. અને અવિનાશ તિવારી સાથે ફિલ્મ માટે સાઇન કરી લીધી હતી.

‘લૈલા મજનૂ’ તૃપ્તિની હીરોઈન તરીકે પહેલી ફિલ્મ હતી એને અભિનય આવડતો ન હતો. તેથી અવિનાશની સલાહથી અભિનયના વર્કશોપમાં ભાગ લીધો હતો. ત્યારે પણ જીવન નિર્વાહ માટે એ કેટલૉગનું શુટિંગ કરી રહી હતી. ફિલ્મનું શુટિંગ પૂરું થયું એ પછી એને એવો વિશ્વાસ હતો કે આ કેટલૉગનું છેલ્લું છે. પણ ફિલ્મ ફ્લોપ રહી હતી. નવાઈની વાત એ છે કે પાંચ વર્ષ પછી એ ફિલ્મ ડીજીટલ પ્લેટફોર્મ પર આવી ત્યારે બહુ પસંદ કરવામાં આવી હતી. ‘લૈલા મજનૂ’ ફ્લોપ રહ્યા પછી એણે ફરી કેટલૉગનું શુટિંગ કરવાની નોબત આવી હતી. એ પછી અનુષ્કા શર્મા નિર્મિત અને અન્વિતા દત્ત નિર્દેશિત ‘બુલબુલ’ (૨૦૨૦) મળી ત્યારે ઘણાએ તૃપ્તિને એ નાની પીરીયડ હોરર ફિલ્મ કરવા ના પાડી હતી. પરંતુ તૃપ્તિ પાસે કોઈ કામ ન હોવાથી સ્વીકારી લીધી હતી. આ ફિલ્મથી અભિનેત્રી તરીકે નોંધ લેવાઈ હતી. પણ તૃપ્તિ ડિમરીએ ખરી સફળતા માટે રણબીર કપૂર સાથેની ‘એનિમલ’ સુધી રાહ જોવી પડી હતી.

પંચાંગ 15/10/2024

સલમાન ખાન મુખ્ય ટાર્ગેટ…. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું હિટ લિસ્ટ આવ્યું સામે

NCPના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં ગોળી મારીને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી ચર્ચામાં છે. હવે બિશ્નોઈનું કથિત હિટ લિસ્ટ સામે આવ્યું છે. જેમાં ઘણા નામો સામે આવ્યા છે. ગુજરાતની સાબરમતી જેલમાં બંધ બિશ્નોઈએ NIA સમક્ષ કબૂલાત કરી છે કે સલમાન ખાન બિશ્નોઈનો મુખ્ય ટાર્ગેટ છે. આ સિવાય ગેંગસ્ટર કૌશલ ચૌધરી અને સિદ્ધુ મૂસેવાલાના મેનેજર સગુનપ્રીત સિંહના નામ પણ છે. બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. શનિવારે મોડી સાંજે બાબા સિદ્દીકીની હત્યાએ દેશને હચમચાવી નાખ્યો હતો. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. બિશ્નોઈ પોતે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, પરંતુ તે જેલમાંથી પોતાની ગેંગ ચલાવી રહ્યો છે.

બિશ્નોઈનું કહેવું છે કે 1998માં કાળા હરણની હત્યામાં કથિત ભૂમિકા બાદથી સલમાન ખાન નિશાના પર છે. બિશ્નોઈ સમુદાય કાળા હરણને પવિત્ર માને છે અને તેની પૂજા કરે છે. તે બિશ્નોઈની વિનંતી પર હતો કે તેના ગુલામ સંપત નેહરાએ મુંબઈમાં સલમાન ખાનના ઘરની રેસી કરી હતી, પરંતુ તેની યોજના સફળ થઈ શકી ન હતી કારણ કે સંપત પકડાઈ ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. ત્યારપછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બિશ્નોઈ ગેંગ પહેલા જ ગાયક સિદ્ધુ મૂઝ વાલાની હત્યા કરી ચૂકી છે. મૂઝ વાલાના મેનેજર સગુનપ્રીત સિંહ પણ બિશ્નોઈના હિટ લિસ્ટમાં છે. બિશ્નોઈ ગેંગનું માનવું છે કે સગુનપ્રીતે બિશ્નોઈના નજીકના સાથી વિકી મિદુખેડાના હત્યારાઓને કથિત રીતે આશ્રય આપ્યો હતો. ગેંગસ્ટર ગૌરવ પડિયાલના સહયોગી મનદીપ ધારીવાલે વિકી મિદુખેડાના હત્યારાઓને મદદ કરી હતી. ફિલિપાઈન્સમાં તેની હત્યા કરવામાં આવી હતી.

ગેંગસ્ટર કૌશલ ચૌધરી પણ બિશ્નોઈના હિટ લિસ્ટમાં છે. તે બંબીહા ગેંગનો એક ભાગ છે, જે લોરેન્સ બિશ્નોઈનો કટ્ટર હરીફ છે. આ પંજાબ સાથે સંબંધિત ગેંગ છે. મીડુખેડાની હત્યામાં તેનો સહયોગી અમિત ડાગર સામેલ હતો. તે હિટ લિસ્ટમાં પણ છે. રિપોર્ટ અનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નેટવર્ક 11 રાજ્યોમાં ફેલાયેલું છે. આ સિવાય તેની પાસે દેશભરમાં 700 શૂટર્સ છે.

જીશાન પણ નિશાના પર

બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. એવા અહેવાલો છે કે બિશ્નોઈના શૂટરોને માત્ર બાબા સિદ્દીકીને જ નહીં પરંતુ તેના પુત્ર જીશાનને પણ નિશાન બનાવવાની સૂચના આપવામાં આવી હતી. હુમલાખોરોએ લાંબા સમય પહેલા કુર્લામાં ભાડે મકાન લીધું હતું અને ઓટો-રિક્ષા દ્વારા જીશાન અને બાબા સિદ્દીકીની શોધખોળ કરતા હતા. તેમની દિનચર્યા પર ચાંપતી નજર રાખતા હતા. શનિવારે રાત્રે બનેલી ઘટના પહેલા જીશાન ઓફિસમાંથી નીકળી ગયો હતો.

તમને જણાવી દઈએ કે ગયા શનિવારે બાબા સિદ્દીકીની મુંબઈમાં તેમની ઓફિસની બહાર ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસમાં પોલીસે તરત જ બે હુમલાખોરો હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19)ની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપી અને કાવતરાખોર પ્રવીણ લોંકરની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. પ્રવીણ લોંકરનો ભાઈ શુભમ કથિત રીતે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલો છે. પ્રવીણે જ શુભમના આઈડીનો ઉપયોગ કરીને ફેસબુક પર લોરેન્સ બિશ્નોઈ વતી હત્યાની જવાબદારી લીધી હતી.