નવી દિલ્હી: 26મી નવેમ્બર એટલે ભારતીય સંવિધાન દિવસ. ત્યારે આજે ભારતના 75મા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય સાંસદોની હાજરીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું.
સંસ્કૃત ભાષા ભારતની પ્રાચીન ભાષા છે. તેમજ મૈથિલી એ દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્ય તેમજ નેપાળના તરાઈ પ્રદેશની પ્રાદેશિક ભાષા છે. આ ભાષા લખવા માટે દેવનાગરી લિપીનો ઉપયોગ થાય છે. જેને આજે પણ ઉત્તર ભારતના ઘણા લોકો વાંચી અને લખી શકે છે.
બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વિશેષ પોસ્ટ સ્ટેમ્પ અને સિક્કાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસ નિમિત્તે સંયુક્ત સત્રમાં કેન્દ્ર સરકારે નવી વેબસાઈટ https: //constitution75.com પણ લોન્ચ કરી છે. જે નાગરિકોને વિવિધ એક્ટિવિટી અને રિસોર્સિસ મારફત બંધારણનો વારસો જાળવી રાખવા પ્રોત્સાહન આપશે. દેશભરની સ્કૂલ-કોલેજોમાં બંધારણની પ્રસ્તાવનાનું સંયુક્ત વાંચન પણ કરાશે.
મૈથલી અને સંસ્કૃત ભાષામાં બંધારણનું વિમોચન કરતાં રાષ્ટ્રપતિ મૂર્મુએ જણાવ્યું કે, ‘બંધારણ એ એક જીવંત, પ્રગતિશીલ દસ્તાવેજ છે. જે દેશના વિકાસમાં સતત માર્ગદર્શન આપી રહ્યું છે. છેલ્લા 75 વર્ષમાં આપણો દેશ વૈશ્વિક સ્તરે ભાઈચારા રૂપે ઉભરી આવ્યો છે. મહિલાઓ પણ સશક્ત બની છે. આપણા બંધારણનો ઉદ્દેશ નગર પાલિકા, ન્યાય પાલિકા અને વિધાન સભા સાથે મળી સામાન્ય લોકોના હિતોનું રક્ષણ કરતાં કામગીરી કરવાનો છે.’
ભારતનું બંધારણ અંગ્રેજી, હિન્દી ઉપરાંત વિવિધ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં કન્નડ, ગુજરાતી, કાશ્મીરી, ડોંગરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, ઉડિયા, પંજાબી, સિંધી, તમિલ, બંગાળી, તેલુગુ, ઉર્દૂ, આસામી, બોડો અને નેપાળી પણ સામેલ છે. હવે તે સંસ્કૃત અને મૈથિલીમાં પણ ઉપલબ્ધ છે.













ત્યાર બાદ મહિલાને સ્કાય એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલાને ધમકાવવામાં આવી હતી કે તે આ વાત કોઈને ના જણાવે. કોલર તેનું નામ IPS આનંદ રાણા અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો અધિકારી જ્યાર્જ મેથ્યુ બતાવ્યું હતું. તેણે મહિલાને બેન્ક એકાઉન્ટ નંબર આપ્યું હતું અને બધા પૈસા માં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું, જેથી તેઓ તપાસ કરી શકે. મહિલાને કહેવામાં આવ્યું હતું કે કોઈ ગરબડ ના મળી તો તેમના પૈસા પરત ટ્રાન્સફર કરવામાં આવશે. મહિલાને ડરાવીને 24 કલાક વિડિયો કોલ પર 24 કલાક રહેવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા એની વાતોમાં આવી ગઈ. ઘરના કોમ્પ્યુટર પર એક મહિના સુધી વિડિયો કોલને ઓન રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ કોલ કપાઈ ગયો હતો, તેઓ તરત વિડિયો કોલ ઓન કરવા માટે કહેતા અને લોકેશનની માહિતી ચેક કરતા.
મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ આંદોલનની પ્રક્રિયા યોજના મુજબ ચાલુ રાખે.
કોણ છે ચિન્મય પ્રભુ ?
કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેઓ દલિતોની વાત કરે છે ત્યારે માઈક બંધ થઈ જાય છે. જો સરકાર મારું માઈક બંધ કરશે તો પણ હું બોલીશ. હું મારી વાત લોકો સુધી પહોંચાડીને જ રહીશ. બંધારણ દિવસ પર રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. તેમણે કહ્યું કે જે રાજ્યમાં અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. સમાજમાં પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ?
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશમાં જેટલી પણ મોટી-મોટી કંપનીઓ છે તેના માલિકો દલિત કે ઓબીસી સમાજના તમને નહીં મળે! હું ગેરંટી સાથે કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણનું પુસ્તક વાંચ્યું નથી. આંબેડકરજી, ફુલેજી, ભગવાન બુદ્ધ અને ગાંધીજીની 21મી સદીમાં ભારતની હજારો વર્ષોની વિચારસરણી અને ભારતના સામાજિક સશક્તિકરણનું સત્ય તેમાં હાજર છે. તમે કોઈપણ રાજ્યમાં જાઓ, કેરળમાં નારાયણ ગુરુજી, કર્ણાટકમાં બસવન્નાજી, પૂણેમાં શિવાજી મહારાજ એમ દરેક રાજ્યમાં તમને બે-ત્રણ નામો મળશે જેમના વિચારો તમને પુસ્તકોમાં જોવા મળશે.
રાજ્યના આગામી સીએમ કોણ હશે તેની આજે જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં મહાયુતિના ભાગીદાર પક્ષોમાં દરેક 6-7 ધારાસભ્યો માટે એક મંત્રીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. એવી પણ અટકળો છે કે સીએમ એકનાથ શિંદે અન્ય કોઈને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. તેઓ પોતે આ પદ સંભાળશે નહીં.