
મહારાષ્ટ્રમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી છે. CMએ ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું છે. અજિત પવારને ફરી એકવાર નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. એકનાથ શિંદેને શહેરી વિકાસ અને આવાસ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ધનંજય મુંડેને ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે પંકજા મુંડેને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની જનતાએ મહાયુતિને સ્પષ્ટ બહુમતી આપી હતી. આ પછી નવી સરકારે 5 ડિસેમ્બરે શપથ લીધા. આ અવસરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે શપથ ગ્રહણ બાદ પણ મંત્રીમંડળનું વિસ્તરણ અટકી ગયું હતું. આ પછી 15 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મહાગઠબંધનના 39 મંત્રીઓએ શપથ લીધા, જેમાં 33 કેબિનેટ અને 6 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
વડોદરાની IOCLમાં 40 દિવસમાં બીજી વખત આગનો બનાવ
વડોદરા: IOCLમાં ફરી એક વખત આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સાંજના સમયે ગુજરાત રિફાઈનરીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાના પગલે પોલીસે અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલીસ દિવસ પહેલા લાગેલી આગનો રિપોર્ટ પણ હજી નથી આવ્યો ત્યાં જ બીજી વાર આગ લાગી છે તેનું કારણ પણ હાલ અકબંધ છે.

થોડા દિવસ અગાઉ જ વડોદરા નજીક આવેલી કોયલી ગુજરાત રિફાઈનરીમાં ટેન્કમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. જેમાં ઘટનામાં બે કર્મચારીઓના કરૂણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર મામલે જીલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં. હજુ તો આ ઘટના ભુલાઈ નથી અને આ ઘટના કયા કારણોસર બની તે અંગેના રિપોર્ટ પણ એજન્સીઓ દ્વારા આપવામાં આવ્યો નથી. ત્યારે આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત છે કે, આ આગ લાગી હોવાની માહિતી સ્થાનિક પોલીસને અપાય છે અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં સ્થાનિક ફાયારની મદદથી આગને કાબુમાં લેવામાં આવી છે. આ આગ લાગવાનું પ્રથામિક કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે છતા આ અંગે અમે તપાસ કરીશું.
શું પ્રિયંકા ગાંધીનું લોકસભાનું સભ્યપદ જશે?: હાઇકોર્ટ પહોંચ્યો કેસ
નવી દિલ્હીઃ કેરળની વાયનાડ લોકસભા સીટ પર ચૂંટાયેલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. ભાજપના નેતા નવ્યા હરિદાસે કેરળ હાઇકોર્ટમાં વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકાની જીતને પડકારી છે.
તેમણે દાવો કર્યો છે કે પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ નામાંકન પત્રમાં પોતાની અને પરિવારની સંપત્તિની યોગ્ય માહિતીનો ઉલ્લેખ નથી કર્યો. જોકે તેઓ પ્રિયંકા ગાંધી સામે 5,12,399 મતોથી હારી ગયા હતા. તેમણે તેમની અરજીમાં દલીલ કરી છે કે પ્રિયંકા ગાંધીએ તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની અને તેમના પરિવારની માલિકીની વિવિધ મિલકતો વિશે મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી.તેમની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ગાંધીએ મતદારોને ગેરમાર્ગે દોર્યા છે, ખોટી માહિતી આપી છે અને મતદારોને અંધારામાં રાખ્યા. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે અનેક પ્રસંગોએ મતદારોને અયોગ્ય રીતે પ્રભાવિત કરવા આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું.
આ મામલે સુનાવણી જાન્યુઆરી, 2025માં થાય એવી શક્યતા છે. ભાજપના નેતાનું કહેવું છે કે હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રજા હોવાને કારણે આ કેસની સુનાવણીમાં મોડું થવાની શક્યતા છે.પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવિટમાં કુલ રૂ. 4.24 કરોડની સંપત્તિ જણાવી છે, પણ તેમની પાસે કુલ અચલ સંપત્તિ રૂ. 13.89 કરોડની છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેમના પતિ રોબર્ટ વાડરા પાસે કુલ 37.91 કરોડની ચલ સંપત્તિ છે.
ભારતનું ફોરેક્સ રિઝર્વમાં નોંધાયો ઘટાડો, છ મહિનાના તળીયે પહોંચ્યું
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 22મી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયાણની અનામતો 1.31 અબજ ડોલરનો ઘટીને 656.58 અબજ ડોલર થઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેર બજારોમાંથી અવિરત ધૂમ વેચવાલીના પરિણામે અને અમેરિકી ડોલર સામે રૂપિયાના સતત થઈ રહેલા પતને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂપિયાને સપોર્ટ આપવા મોટા પ્રમાણમાં અમેરિકી ડોલર વેચવા લાગતાં ભારતના ફોરેક્સ રિઝર્વમાં પણ સતત ઘટાડો નોંધાયો છે.

સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ બે અબજ ડોલર જેટલો ઘટીને 652.87 અબજ ડોલરની છ મહિનાની નીચી સપાટી નજીક આવી ગયું હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા દર્શાવે છે. અત્રે નોંધનીય છે કે, ફોરેક્સ રિઝર્વમાં 6 ડિસેમ્બરના પૂરા થયેલા સપ્તાહમાં 3.2 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે 27 સપ્ટેમ્બરના 2024ના રેકોર્ડ પ્રમાણે 704.89 અબજ ડોલરની ઊંચી સપાટીએ હતું. જે અત્યાર સુધીમાં બાવન અબજ ડોલર ઘટી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પાછલા દિવસોમાં અવાર નવાર ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરી રિઝર્વમાંથી ડોલર વેચી રહ્યાના અને એના કારણે પણ રિઝર્વમાં ઘટાડો થયો છે. પાછલા સપ્તાહમાં યુઆન નબળો પડવાના દબાણમાં અને ફોરવર્ડ માર્કેટમાં ડોલરની મજબૂતી સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટતો રહી 84.88ની ઓલ ટાઈમ નીચી સપાટીએ ગયો હતો. ડોલર સામે રૂપિયો આ સપ્તાહમાં આજે શુક્રવારે 20 ડિસેમ્બરના 85.11ના નવા તળીયે આવી ગયા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દરમિયાનગીરી કરી ડોલર માર્કેટમાં વેચ્યા હોવાના અહેવાલ હતા.
સંગીતની દુનિયમાં મોહમ્મદ રફી મારા પિતા હતા:સોનુ નિગમ
મુંબઈ: સંગીતની દુનિયામાં દિવંગત ગાયક મોહમ્મદ રફીનું યોગદાન બધા જાણે છે. તેમના દ્વારા ગાયેલા ગીતો આજે પણ લોકોના પ્રિય છે. રફી સાહેબની 100મી જન્મજયંતિ 24મી ડિસેમ્બર 2024ના રોજ છે. આ પહેલા ફેમસ સિંગર સોનુ નિગમ તેમના વિશે વાત કરતા જોવા મળ્યા હતા. લોકો ઘણીવાર સોનુ નિગમની સરખામણી રફી સાહબ સાથે કરે છે, તેના પર સોનુ નિગમ કહે છે કે સંગીતની દુનિયામાં તે તેના માટે પિતા સમાન છે. તેમની સાથે સરખામણી કરવા પર તેમણે કહ્યું કે પિતા અને પુત્રની સરખામણી ન થઈ શકે.

સોનુ નિગમે કહ્યું કે રફી સાહેબ અને તેમની વચ્ચેની સરખામણી સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાસ્તવિકતા એ છે કે પિતા અને પુત્ર વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે. સોનુ નિગમે કહ્યું કે તે ગમે તે રીતે ગાય અને ગમે તે ગાય, તે ક્યારેય તેના માસ્ટર જેવા નથી બની શકે. સોનુ નિગમે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, ‘રફી સાહેબ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. મારા માટે તે ‘તેમના જેવા બનો’ જેવું હતું. તે કવ્વાલી, ભજન, ઉદાસી ગીતો ગાઈ શકતા હતા. ઊંચા અવાજવાળા ગીતો અને અર્ધ-શાસ્ત્રીય ગીતો પણ ખૂબ સારી રીતે ગાઈ શકતા હતા. ગાયક આવો હોવો જોઈએ. તેઓ મારા પ્રેરણા સ્ત્રોત હતા.
સોનુ નિગમે કહ્યું કે તેમનાથી પ્રેરણા મેળવવાની પ્રક્રિયા બાળપણથી જ શરૂ થઈ ગઈ હતી. તેમના માતા-પિતા – અગમ કુમાર નિગમ અને શોભા નિગમ નિગમ – પણ તેમને રફી સાહબ પાસેથી પ્રેરણા લેવા પ્રોત્સાહિત કરતા હતા. સોનુ નિગમે કહ્યું, ‘હું આજે જે કંઈ પણ છું, રફી સાહેબે આમાં મને મદદ કરી છે અને હું આજે પણ તેમની પાસેથી શીખતો રહ્યો છું. સંગીતની દુનિયામાં તેઓ મારા પિતા જેવા છે. સોનુ નિગમે તેની કારકિર્દીનું પહેલું પર્ફોર્મન્સ આપ્યું જ્યારે તે માત્ર ચાર વર્ષના હતા અને ગીત હતું 1977ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’નું ‘ક્યા હુઆ તેરા વાદા’.
રફી સાહબની 100મી જન્મજયંતિ પર સોનુ નિગમ 24 ડિસેમ્બર મંગળવારના રોજ મુંબઈમાં એક ખાસ કોન્સર્ટ સાથે તેમના ગુરુને શ્રદ્ધાંજલિ આપશે. સોનુ નિગમે આગળ કહ્યું, ‘હું શું ગાઉં તેનાથી કોઈ ફરક પડતો નથી, હું ક્યારેય તેના જેવો બની શકીશ નહીં’. સોનુ નિગમે કહ્યું, ‘મેં તેમના ગીતો પર પ્રેક્ટિસ કરી હતી. તેમના પર ઊંડો અભ્યાસ કર્યો. હું તેમના ગીતોમાંથી નોંધો બનાવતો અને કેટલાક નિર્દેશો ઉમેરતો, કોઈ અન્યએ આવું કર્યું ન હોત. તેણે કહ્યું કે તે ક્યારેય તેના આદર્શ ગાયકને મળ્યો નથી, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. સોનુ નિગમ કહે છે, ‘તેઓ મારી અંદર છે. મને એ કમી મહેસુસ નથી થતી કે હું તેમને નથી મળ્યો.
આંધ્રપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા
આંધ્રપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પછી પ્રકાશમ જિલ્લાના મુંડાલામુરુ અને તલ્લુર મંડલના ઘણા ગામોમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી.

ભૂકંપના આંચકા બાદ ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ સિવાય મુંડાલામુરુ સ્થિત શાળાના વિદ્યાર્થીઓ પણ ભૂકંપના આંચકા બાદ ખુલ્લા મેદાનમાં ગયા હતા. ડરના કારણે સરકારી કચેરીના કર્મચારીઓ પોતાનું તમામ કામ છોડીને બહાર આવી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ મહિનાની 4 તારીખે પણ તેલંગાણા સહિત આંધ્રપ્રદેશના અનેક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મુલુગુ જિલ્લામાં મેદારમ નજીક હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. આ ભૂકંપની અસર વારંગલ સહિત અનેક જિલ્લાઓ સુધી ફેલાયેલી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર ! જાણો ક્યારે રમાશે ફાઈનલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સંપૂર્ણ શેડ્યૂલ પર એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 ફેબ્રુઆરીએ રમાશે. બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ શકે છે. દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે થઈ શકે છે. આ મેચ કરાચીમાં યોજાઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના ત્રણ શહેરોની પસંદગી થઈ શકે છે. આમાં કરાચી અને લાહોરની સાથે રાવલપિંડીનું નામ પણ આવી શકે છે.

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ ગ્રુપ મેચ રમશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે, બીજી પાકિસ્તાન સાથે અને ત્રીજી ન્યુઝીલેન્ડ સાથે થઈ શકે છે. છેલ્લી ગ્રુપ મેચ 2 માર્ચે યોજાઈ શકે છે. ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. જો આપણે પ્રથમ સેમિફાઇનલની વાત કરીએ તો તે 4 માર્ચે અને બીજી 5 માર્ચે રમાઈ શકે છે.

ફાઈનલ ક્યારે અને ક્યાં રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ચે રમાઈ શકે છે. પરંતુ સ્થળ અંગે હજુ સુધી માહિતી જાહેર કરવામાં આવી નથી. આ માટે અનામત દિવસ પણ રાખવામાં આવ્યો છે. સેમિફાઇનલ મેચ 4 માર્ચ અને 5 માર્ચે રમાશે. ટુર્નામેન્ટનો છેલ્લો ગ્રુપ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હોઈ શકે છે. જો કે હજુ સુધી આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડનું શેડ્યૂલ કેવું રહેશે?
ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે થઈ શકે છે. આ મેચ 22 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાઈ શકે છે. જ્યારે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા 21મી ફેબ્રુઆરીએ કરાચીમાં સામસામે આવી શકે છે. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીએ મેચ રમાશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 27 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં મેચ રમાઈ શકે છે.
ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડલ માટે તૈયાર ન હતું. પરંતુ ICCની વિનંતી બાદ તે રાજી થઈ ગયો. તેણે હાઇબ્રિડ મોડલ સ્વીકારવાની શરત પણ મૂકી હતી. આઈસીસીએ આ માટે સહમતિ દર્શાવી હતી. હવે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજાના દેશમાં નહીં રમે. આ સાથે આ બંને દેશોમાં યોજાનારી ICC ટૂર્નામેન્ટ 2027 સુધી હાઇબ્રિડ મોડલમાં યોજાશે.
આ હોઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ન્યુઝીલેન્ડ
20 ફેબ્રુઆરી – ભારત વિ બાંગ્લાદેશ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
22 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ
23 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ પાકિસ્તાન
02 માર્ચ – ભારત વિ. ન્યુઝીલેન્ડ
04 માર્ચ – પ્રથમ સેમિફાઇનલ
05 માર્ચ – બીજી સેમિફાઇનલ
09 માર્ચ – ફાઇનલ




જો કે હવે ચોરો હાઈટેક થઈ ગયા છે. તેમણે વધારે શારીરિક મહેનત કરવાની જરૂરિયાત પડતી નથી. તેઓ ઘરે બેઠાં-બેઠાં ડિજિટલ કરન્સી અને ડિજિટલ એરેસ્ટ દ્વારા આપણા ફોનમાંથી નાણા ઉપાડી લે છે. ચાલુ વર્ષે જ ભારતમાં ડિજિટલ એરેસ્ટના ગુનાઓ દ્વારા છેતરપિંડીની 6,000થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સામાજિક ભયના કારણે ફરિયાદ ન નોંધાવાઈ હોય તેવા કિસ્સા ગણીએ તો દર મહિને સરેરાશ 1000 લોકો ડિજિટલ સ્કેમનો ભોગ બને છે.
ચિત્રલેખા: ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં શું હોય છે?
જો તમે તાત્કાલિક પેનલ્ટી નહીં ચૂકવો તો તેમને જેલમાં મોકલવામાં આવશે. સ્કેમર્સ એવો સમય પસંદ કરે છે જ્યારે વિદેશમાં રહેતા લોકો ફોન ઉઠાવી શકે નહીં. આ પ્રકારના કોલમાં દરેક વ્યક્તિ સાથે ફ્રોડ થતું નથી. જે લોકો જાગૃત હોય છે તે બચી જાય છે. પણ મોટાભાગે લોકો સ્કેમનો શિકાર બની જતા હોય છે. લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યું છે, અથવા તો તમારા ફોન નંબરનો કે આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો છે. અથવા તો તમારી સિસ્ટમને સ્કેન કરવામાં આવી હતી અને તમે પોર્ન જુઓ છો તેવી જાણ થતાં તમારા નામનું વોરંટ કાઢવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગમાંથી અધિકારી બોલું છું તમારું પાર્સલ આવ્યું છે તેમાં અનવોન્ટેડ વસ્તુઓ નીકળી છે વગેરે-વગેરે. આ પ્રકારે પહેલાં ફોન કરવામાં આવે છે અને જો વ્યક્તિ તેમની વાતોમાં ફસાય જાય પછી તેને વિડીયો કોલ કરીને કલાકો અથવા તો દિવસો સુધી કોલ ચાલુ રાખીને એક જગ્યાથી ખસવા દેવામાં આવતો નથી. આ દરમિયાન ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ફોન પણ કરી શક્તી નથી. વિડીયો કોલમાં જ આ ધૂતારાઓ આખો સરકારી ઓફિસનો માહોલ ઉભો કરે છે. પોતે પણ પોલીસનો યુનિફોર્મ પહેરીને બેસે છે. જેથી ભોગ બનનાર વ્યક્તિને સામેવાળી વ્યક્તિ પર વિશ્વાસ બેસી જાય છે. ડિઝિટલી અરેસ્ટ વ્યક્તિના ખાતામાંથી ધીમે-ધીમે કરીને રૂપિયા પણ કાઢી લેવામાં આવે છે.
આ લોકો ટાર્ગેટ કઈ રીતે પસંદ કરતા હોય છે?
જો કોઈ વ્યક્તિ ડિઝિટલ અરેસ્ટનું ભોગ બને છે તો તેણે તાત્કાલિક શું કરવું જોઈએ?
સરકાર દ્વારા સતત અવેરનેસ ફેલાવવામાં આવે છે, રોજબરોજ સમાચારો પણ સામે આવતા હોય છે. તો પછી લોકોમાં જાગૃતિ કેમ આવતી નથી?
ડિઝિટલ ફ્રોડથી બચવા માટે આપણા ફોન કે ગેઝેટને કેવી રીતે સેફ રાખી શકાય?
બીજું કે આપણે આજે ફોનમાં અઢળક કામની અને વગર કામની એપ્સ ડાઉનલોડ કરતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં કોઈ નવી ગેમની જાહેરાત આવી કે તરત જ આપણે તે નવી ગેમને ડાઉનલોડ કરી લઈએ છીએ. અથવા તો કોઈ કંપની દ્વારા તેની પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેવી જાહેરાત જોઈ કે તરત જ આપણે તે કંપનીની એપ ડાઉનલોડ કરી લઈએ છીએ. આ પ્રકારની એપ ડાઉનલોડ કરતા સમયે આપણી ગેલેરી, કોન્ટેક્ટ ડેટા, આપણા લોકેશન વગેરેની એક્સેસ એપ માગતી હોય છે. તો એક્સેસ આપતા પહેલાં વિચારો કે આ એપને આપણી ફોટો ગેલેરીનું કે આપણા લોકેશનથી શું લેવા-દેવા? કોઈપણ એપ ડાઉલોડ કરતા પહેલાં તેનો રિવ્યૂ વાંચો, કંપની વિશે જાણો અને જરૂર હોય તો જ ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો કરતી લિંક મોકલવામાં આવે છે. સાથે એમાં એવું પણ કહેવામાં આવે છે કે તમારા 5 કે 10 મિત્રોને ફોરવર્ડ કરો તો તમને વધારે ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રકારની લિંક ખોલતાની સાથે જ ઘણી વખત તમારો બધો જ બેંક ડેટા ફ્રોડ લોકો પાસે પહોંચી જાય છે. તો સૌથી પહેલાં તો ડિજિટલી જાગૃત બનવાની જરૂરિયાત છે. લોકો આજકાલ દેખાડો કરવામાં વધારે માને છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘરની વિગતો, પરિવારની વિગતો, ક્યાં ફરવા ગયા એની વિગતો, પાસપોર્ટની વિગતો સુધી મૂકી દેતા હોય છે. જે રીતે આપણે આપણા રોકડાં નાણા, જ્વેલરી, કામના ડોક્યુમેન્ટ્સની ફિઝિકલ કોપી બધું જ સાચવીને રાખીએ છીએ. તેવી જ રીતે આપણા ડિઝિટલ ડેટાને પણ એટલું જ સાચવીને રાખવાની જરૂરિયાત છે.