અમદાવાદ: સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઈટ પર આગી દુર્ઘટથી ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનમાં વેલ્ડીગ કરતા આગ દુર્ઘટના બનવા પામી.આગ એટલી ભયંકર હતી કે 1 નહીં 2 નહીં પરંતુ 14 ફાયર બ્રિગેડની ટોમો બોલાવી પડી. મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પરની આગ એટલી ભયંકર હતી કે 14 ફાયર ફાયટરની ટીમો કામમાં લાગી. સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રકશન સાઈટ પર અચાનક આગ લાગી હતી. આ સાઈટ પર લાકડાનો સામાન વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ભારે મથામણ બાદ 14 ફાયર બ્રિગેડની ટીમોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પહેલી નજરે જોતા આગ લાગવાનું કારણે વેલ્ડિંગ સ્પાર્ક હોય શકે છે. તપાસ બાદ આગ લાગવાનું સ્પષ્ટ કારણ અંગે જાણ થશે આવશે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે NHSRLC ના અધિકારીઓ ઘટનાસ્થળે સ્થિતિની દેખરેખ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, આ સ્ટેશન 508 કિમી લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનો ભાગ છે. આ યોજના ગુજરાત (352 કિમી) અને મહારાષ્ટ્ર (156 કિમી)ને કવર કરે છે. જેમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઇસહર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12 સ્ટેશનની યોજના છે.


અસલમાં એ ગીત પહેલાં અન્ય ગાયકના સ્વરમાં હતું પણ પછી જાવેદ અલીને મળ્યું હતું. જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આમિર ખાન, સંગીતકાર એ.આર. રહેમાન, ગીતકાર પ્રસૂન જોશી અને ગાયક જાવેદ અલી હાજર હતા. પહેલાં આ ગીતના 6-7 મુખડાનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એમાંથી અંતે ‘ગુઝારીશ’ શબ્દોનું મુખડું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે જાવેદ પાસે જ આખું ગીત ગવડાવવાનું નક્કી ન હતું. બધાએ વિચારીને જાવેદનું નામ નક્કી કર્યું હતું. કેમકે એનો અવાજ અનોખો અને અલગ લાગી રહ્યો હતો.




49 દિવસની સરકાર
રાણાના પ્રત્યાર્પણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે તમને તાજેતરના ઘટનાક્રમ પરથી ખબર પડી ગઈ હશે કે રાણાએ અમેરિકામાં બધા કાનૂની રસ્તાઓ ખતમ કરી દીધા છે, યુએસ સુપ્રીમ કોર્ટે પણ તેમની અપીલ ફગાવી દીધી છે.’ તેથી અમે હવે અમેરિકી અધિકારીઓના સંપર્કમાં છીએ જેથી રાણા ભારતીય અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરે. આ ખાસ બાબતે વધુ માહિતી મળતાં જ અમે તમને જણાવીશું.
21 જાન્યુઆરીના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી, જેનાથી તેના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો હતો. ભારતે અગાઉ કહ્યું હતું કે તે રાણાના વહેલા પ્રત્યાર્પણ માટે યુએસ અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘અમે હવે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપીઓને વહેલી તકે ભારતને સોંપવા માટે યુએસ પક્ષ સાથે કામ કરી રહ્યા છીએ.’
રાણા પાકિસ્તાનની ISI સાથે જોડાયેલો છે અને લશ્કર-એ-તૈયબા સાથે પણ જોડાયેલો છે.
દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.


